Chia Seeds In Gujarati | ચિયા સીડ મીનિંગ, ફાયદા, નુકસાન અને ઉપયોગ

Chia Seeds In Gujarati માં ચિયા અથવા તકમરીયા બીજ કહેવામાં આવે છે. ચિયા બીજ પૌષ્ટિક તત્વોથી ભરપૂર ખાદ્ય પદાર્થ છે. જેના ઉપયોગથી અનેક સ્વાસ્થ્ય સમસ્યા દૂર કરી શકાય છે.

14મી સદી દરમિયાન સેન્ટ્રલ મેક્સિકોમાં આ બીજને લોકો ગુણવત્તા વાળા મુખ્ય આહાર રૂપે લેતા હતા. ત્યારથી લઈને આજ સુધી દુનિયાભરના લોકોની હેલ્થી ડાયેટમાં ચિયા બીજ એક મહત્વપૂર્ણ હિસ્સો રહ્યો છે.

પોષક ગુણોનો ખજાનો હોવાના કારણે ચિયા બીજને સુપર ફૂડની શ્રેણીમાં મુકવામાં આવે છે. ઘણા લોકો આને અળસી બીજના (Flax Seeds) વિકલ્પ રૂપે પણ ખોરાકમાં લેવાનું પસંદ કરે છે.

ચિયા બીજની જાણકારી (Chia Seeds In Gujarati)

મુખ્યરૂપે મેક્સિકોના ઉત્પાદન રહેલ ચિયા બીજને આજ-કાલ ચાઈના અને અમેરિકા જેવા દેશો પણ ઉગાડવાનું પસંદ કરે છે. ભારતમાં ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ રાજ્યમાં ચિયા બીજની ખેતી થાય છે.

પુદીના પરિવારના સદસ્ય રહેલ ચિયાનો છોડ સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. આ એક બારમાસી ઔષધિ છે, જે ખાસ કરીને ગરમ વિસ્તારો પર ઉગે છે.

કુંડની અંદર તમે સરળતાથી ચિયા વનસ્પતિને ઉગાડી શકો છો. ચિયા છોડના પાંદડા, ડાળખી, મૂળિયાં, ફૂલ અને બીજ બધું જ લાભકારી હોય છે. આના ફૂલમાંથી ચિયા બીજ મળે છે.

સામાન્ય રીતે ચિયા બીજની તાસીર ઠંડી હોય છે. જેના કારણે તમે ઠંડા પીણામાં નાખીને સરળતાથી આને ઉપયોગમાં લઇ શકો છો. આ સિવાય પણ ચિયા બીજના ઘણા ઉપયોગ કરી શકાય છે.

ચિયા સીડ્સનો ગુજરાતીમાં અર્થ (Chia Seeds Meaning In Gujarati)

મજેદાર સ્વાદ અને સેહત ગુણોનો ભંડાર ચિયા એક પ્રકારના બીજ છે. જેને સામાન્ય ગુજરાતી ભાષામાં તકમરીયા, તુકમરિયાં અને ચિયા બીજના નામથી ઓળખવામાં આવે છે.

મિન્ટ્સ (Mints) પ્રજાતિથી સંબંધિત ચિયા બીજનું વાનસ્પતિક નામ સાલ્વિયા હાર્પેનિકા (Salvia Hispanica) છે. આ બીજ ઓમેગા-3 ફૅટી એસિડનો ઘણો ઉત્તમ સ્ત્રોત છે.

ચિયા બીજના પ્રકાર (Types Of Chia Seeds)

ઘણા લોકો તુલસી અને સબ્જા બીજને જ ચિયા સીડ્સ સમજી લે છે. આથી જાણવું જરૂરી છે કે ચિયા બીજના કેટલા પ્રકાર છે. સર્વ સામાન્ય રીતે ચિયા બીજના 3 પ્રકાર જોવા મળે છે.

(1) કાળા ચિયા બીજ (Black Chia Seeds)

Black Chia Seeds

ઝીણા કદના નાના દાણા સ્વરૂપે મળતા કાળા ચિયા બીજને બહુ ગુણવત્તા વાળા માનવામાં આવે છે. આ ચિયા બીજનો સહુથી જાણીતો પ્રકાર છે.

બજારમાં આ પ્રકારના ચિયા બીજ ઘણી આસાનીથી મળી જાય છે. ગ્લુટેન મુક્ત (Gluten Free) ખાદ્ય પદાર્થના રૂપે આ બીજ અતિ લોકપ્રિય છે.

(2) સફેદ ચિયા બીજ (White Chia Seeds)

White Chia Seeds

સફેદ રંગમાં જોવા મળતા ચિયા બીજને લોકો ખાસ કરીને તુકમલંગાના નામથી વધુ ઓળખે છે. આનું કદ નાનું હોય છે, પરંતુ ફાયદા ઘણા મોટા આપે છે.

વજન ઘટાડવા માટે ઘણા લોકો આને ઉપયોગમાં લે છે. સફેદ ચિયા સીડ્સથી તૈયાર થયેલ પોષ્ટીક વ્યંજનો સ્વાસ્થ્ય માટે બહુ લાભકારક હોય છે.

(3) બદામી ચિયા બીજ (Brown Chia Seeds)

Brown Chia Seeds

હલ્કા બદામી રંગ વાળા ચિયા બીજ સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે. બીજનો આ પ્રકાર જલ્દી મળતો નથી. પણ બ્રાઉન ચિયા સિડ્સનું સ્વાસ્થ્યકીય દ્રષ્ટિથી ઘણું મહત્વ છે.

કહેવાય છે કે દૂધમાં ઉકાળેલ બદામી ચિયા બીજના સેવનથી મોટાભાગના રોગો દૂર ભાગે છે. તેથી તમે રોજની પોષ્ટીક ડાયેટમાં ચિયા બીજને સમાવી શકો છો.

ચિયા બીજના ફાયદા (Benefits Of Chia Seeds In Gujarati)

ચિયા બીજના ફાયદા (Benefits Of Chia Seeds In Gujarati)

ચિયામાં ફાઈબર, પ્રોટીન, એન્ટી-ઓક્સિડેન્ટ, કેલ્શિયમ અને ઓમેગા-3 ફૅટી એસિડ જેવા પોષક ગુણોની ઉપસ્થિતિ છે. જેના કારણે નિયમિત રીતે ચિયા બીજના ઉપયોગથી સ્વાસ્થ્યમાં લાભકારી પરિવર્તન જોવા મળે છે.

(1) સ્થૂળતા ઓછી થાય છે

જે લોકો જાડાપણાની સમસ્યાથી પીડિત છે. તે વજન ઉતારવા માટે ચિયા બીજને ઉપયોગમાં લઇ શકે છે. ચિયા બીજના કારણે વધારે ભૂખથી બચી શકાય છે.

રોજ સવારે ખાલી પેટ ચિયા સીડનું સેવન કરવું જોઈએ. જેનાથી બહુ જ ઓછા સમયમાં વજનની અંદર ઘટાડો જોવા મળે છે. ચિયાથી ભૂખ ઓછી લાગે છે અને શરીરમાં ઉર્જા પણ બની રહે છે.

(2) હૃદય રોગમાં અસરદાર

આજના સમયમાં હૃદય રોગના કારણે મૃત્યુ પામતા લોકોની સંખ્યા લાખોમાં છે. એટલા માટે હૃદય સ્વાસ્થ્યની સંભાળ રાખવી ખુબ જ જરૂરી છે.

હૃદયની સંભાળ માટે ચિયા બીજ ઘણા મહત્વના છે. આમાં જોવા મળતા ઓમેગા-3 ફૅટી એસિડ, કેલ્શિયમ અને ફાઈબર દ્વારા હૃદય સુરક્ષિત રહે છે.

(3) બ્લડ પ્રેશર કંટ્રોલ કરે

ઉંમર વધવાની સાથે અમુક બીમારીઓ શરીરમાં પ્રવેશ કરી લે છે. તેમાંથી જ એક છે, હાઈ અથવા લો બ્લડ પ્રેશરની સમસ્યા. જેમાં ચિયા બીજના ઉપયોગ દ્વારા સારો ઉકેલ લાવી શકાય છે.

નિયમિત રીતે ચિયા સીડ ખાવાથી બીપી નિયંત્રણમાં રહે છે. ચિયા બીજમાં રહેલ ફૅટી એસિડ અને કેલ્શિયમ શરીરમાં સોડિયમની માત્રા ઘટાડી શકે છે. જેથી ઉચ્ચ અને નિમ્ન રક્તચાપ નિયંત્રિત રહે છે.

(4) દાંતને મજબૂત બનાવે

ખોરાકને ચાવવાનું કાર્ય આપણે દાંત દ્વારા કરીએ છીએ. પરંતુ કમજોર દાંતના કારણે અમુક લોકો સારી રીતે આહાર ચાવી શકતા નથી. પરિણામે તેઓ પાચન લક્ષી સમસ્યાઓનો શિકાર બને છે.

દાંતને મજબૂત બનાવવા માટે દરરોજ ચિયા બીજ ખાવા જોઈએ. ચિયામાં પૌષ્ટિક તત્વ કેલ્શિયમની પુષ્કળ માત્રા રહેલ છે. જેના લીધે દાંતનું સ્વાસ્થ્ય સારું થાય છે અને મજબૂત બને છે.

(5) કોલેસ્ટ્રોલ ઠીક કરે છે

રક્ત કોશિકાઓમાં જમા થતા ખરાબ કોલેસ્ટ્રોલના કારણે હૃદય સ્વાસ્થ્ય ઉપર નકારાત્મક અસર પડે છે. આના લીધે હૃદય હુમલો થવાની શક્યતા પણ વધી જાય છે.

ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં ચિયા સીડ સહાયરૂપ છે. બીજની અંદર અઢળક પ્રમાણમાં ફાઈબરની ઉપસ્થિતિ છે. ફાઇબરના લીધે કોલેસ્ટ્રોલની અધિકતા ઓછી થાય છે.

(6) ડાયાબિટીસનું જોખમ ઓછુ કરે

રક્તમાં શર્કરાનું પ્રમાણ સામાન્યથી વધારે થઇ જાય ત્યારે ડાયાબિટીસનું લેવલ પણ વધે છે. આ લેવલને નિયંત્રણમાં રાખવું જરૂરી છે. નહીંતર અનેક સ્વાસ્થ્યકીય વિકારો ઉભા થાય છે.

ટાઈપ-2 પ્રકારના મધુપ્રમેહ પીડિતો માટે ચિયા બીજ ઘણા ગુણકારી છે. ચિયા બીજમાં રહેલ ફાઈબર અને અનસૈચુરેટેડ ફૅટી એસિડ ડાયાબિટીસનું જોખમ ઘણા પ્રમાણમાં ઓછું કરી શકે છે.

(7) એન્ટી કૅન્સર ગુણોની ઉપસ્થિતિ

સહુથી ગંભીર અને જીવલેણ બીમારીઓમાં કૅન્સરનું નામ મોખરે આવે છે. એટલા માટે હમેશા એવો ખોરાક લેવો જોઈએ જે પૌષ્ટિક હોય અને ગંભીર બીમારીઓથી શરીરની રક્ષા કરે.

સ્વાસ્થયકારી ચિયા સીડ્સ એન્ટી-કૅન્સર ગુણોથી યુક્ત છે. આમાં રહેલ ફાઈટોકેમિકલ કૅન્સર જેવી ઘાતક બીમારી સામે આપણને રક્ષણ આપે છે.

(8) એનર્જી લેવલ વધે છે

કમજોર સ્વાસ્થ્ય સ્થિતિના કારણે અમુક લોકો કામ કરતા-કરતા બહુ જલ્દી થાકી જતા હોય છે. અથવા તેઓ આળસ અને કંટાળાનો શિકાર બનતા હોય છે.

પ્રોટીન અને મિનરલ્સનો ખજાનો ચિયા બીજ એનર્જી લેવલ વધારવામાં મદદ કરે છે. દરરોજ ચિયા બીજના સેવનથી શારીરિક ઉર્જામાં પરિવર્તન જોવા મળે છે.

(9) સોજા ઓછા કરે છે

બહાર વાગેલુ અથવા આંતરિક ઘા હોય તો અમુક વાર સોજા પડી જાય છે. સામાન્ય રીતે આવા સોજા તેની જાતે જ 2-3 દિવસમાં ઠીક થઇ જતા હોય છે.

પરંતુ સોજાને મૂળથી અને જલ્દી મટાડવામાં ચિયા બીજ સહાયરૂપ છે. બીજમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ એટલે કે સોજા ઉતારનારા ગુણો ઉપસ્થિત છે. જેનાથી ઘા જલ્દી સાજો થાય છે અને સોજા ઉતરે છે.

(10) મૂડમાં સુધાર લાવે

અત્યારના સમયમાં અઘરી પરિસ્થિતિના કારણે લોકો જલ્દી જ મૂડ સ્વિંગ્સ જેવી સમસ્યાનો ભોગ બને છે. આમ તો લોકો મૂડમાં આવેલ બદલાવને બહુ હળવાશથી લે છે.

પણ આ ગંભીર માનસિક સમસ્યા તરફનો સંકેત હોઈ શકે છે. માનસિક પરિસ્થિતિને સારી રાખવાનું કાર્ય ચિયા સીડ કરે છે. આમાં રહેલ ટ્રીપ્ટોફેન નામનું તત્વ મૂડ સારો કરવામાં સક્ષમ છે.

(11) પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત

એક સપ્રમાણ અને તંદુરસ્ત શરીર માટે પ્રોટીન પૌષ્ટિક તત્વ ઘણું મહત્વનું હોય છે. પર્યાપ્ત માત્રામાં શરીરને પ્રોટીન પ્રાપ્ત થાય તો અનેક સેહત લક્ષી પરેશાનીથી બચી શકાય છે.

પ્રોટીનની ઉણપ પુરી કરવા માટે ચિયા સીડ આહારનો ઉત્તમ સ્ત્રોત છે. પ્રોટીનના કારણે ત્વચા અને માંસપેશીયો સહીત પુરા સ્વાસ્થ્ય પર હકારાત્મક પ્રભાવ પડે છે.

(12) પ્રેગનેન્સીમાં ફાયદેકારક

ગર્ભાવસ્થા મહિલાઓના જીવનનો એક અનોખો તબક્કો હોય છે. આ દરમિયાન પૌષ્ટિક અને બાળક માટે સારી હોય તેવી યોગ્ય આહારશૈલી અપનાવવી જોઈએ.

પ્રેગનેન્સીમાં તમે ચિયા બીજને ખાઈ શકો છો. બીજમાં રહેલ ગુણોના કારણે માતા અને શિશુ બંનેનું સ્વાસ્થ્ય સુધરે છે. બાળકના મસ્તિષ્ક વિકાસ માટે ચિયા બીજ મહત્વપૂર્ણ છે.

(13) તણાવ દૂર કરે છે

જીવનમાં આવતી ગંભીર પરિસ્થિતિના કારણે લોકો જલ્દી જ તણાવમાં આવી જાય છે. તણાવના લીધે તેઓ ધીરે-ધીરે માનસિક હતાશા તરફ પણ ધકેલાઈ જાય છે.

તણાવ દૂર કરવા માટે ચિયા બીજ ઉપયોગી છે. દિમાગમાં આવતા માનસિક આવેગને નિયંત્રણ કરવામાં ચિયા બીજ લાભકારક છે. રોજ આના સેવનથી તણાવને દૂર કરી શકાય છે.

(14) મનોસ્થિતિ મજબૂત બનાવે

કથળેલી અથવા કમજોર મનોસ્થિતિ વ્યક્તિને માનસિક રૂપથી અશક્ત બનાવી શકે છે. આની પાછળ પીડિતના ઘણા વ્યક્તિગત કારણો જવાબદાર હોય છે.

મનોસ્થિતિને મજબૂત બનાવામાં ચિયા બીજ ઉપયોગી છે. બીજનું ટ્રીપ્ટોફેન તત્વ માનસિક સ્વાસ્થ્ય પર સારો પ્રભાવ પાડે છે. જેના લીધે વ્યક્તિ માનસિક રૂપથી સશક્ત બને છે.

(15) કબજિયાતમાં રાહત આપે

મળ ત્યાગ દરમિયાન જયારે મુશ્કેલીઓ આવવા લાગે ત્યારે કબજિયાતની પરેશાની ઉભી થાય છે. અયોગ્ય ખાન-પાનના કારણે વ્યક્તિ આ સમસ્યા તરફ જતો રહે છે.

કબજિયાતના નિવારણ માટે ચિયા બીજ ઘણા ફાયદેકારક છે. આમાં રહેલ ફાઈબરના કારણે કબજિયાતમાં રાહત મેળવી શકાય છે.

(16) પાચનતંત્ર સારું થાય છે

આપણા ગુજરાતી લોકો ખાણી-પીણીના ઘણા શોખીન હોય છે. અમુક વાર તેઓની ગલત આહારશૈલીના લીધે પાચનતંત્ર સંબંધિત વિકારો ઉભા થાય છે.

આવી સ્થિતિમાં પાચન પ્રક્રિયાના સુધાર માટે ચિયા બીજ ખાવા લાભકારી છે. બીજમાં ફાઈબરની સારી એવી માત્રા રહેલ છે. જેનાથી પાચન સ્થિતિ સુધરે છે.

(17) ચમકદાર ત્વચા માટે

હેલ્થી અને ગ્લો વાળી સ્કિન માટે લોકો ક્રીમ અને ટ્રીટમેન્ટ પાછળ ઘણા પૈસા ખર્ચી દે છે. આના કારણે અમુક લોકો પોતાની ત્વચાની કુદરતી સુંદરતા ખોઈ બેસે છે.

કુદરતી રીતે ત્વચાને સ્વસ્થ, સુંદર અને ચમકદાર બનાવવા માટે ચિયા બીજ ઉત્તમ છે. આ બીજ ત્વચાને પોષણ આપે છે અને કુદરતી રીતે ત્વચા નમી યુક્ત બને છે.

(18) વાળ મજબૂત બને છે

સ્વસ્થ અને લાંબા મજબૂત વાળ સૌંદર્ય ઉપર ચાર ચાંદ લગાવે છે. મહિલા અને પુરુષ બંનેના વાળ સ્વસ્થ હોય તો તે બહુ આકર્ષક દેખાય છે.

વાળને સ્વસ્થ તથા મજબૂત બનાવવામાં ચિયા બીજ લાભકારક છે. આમાં સિસ્ટીન નામનું એમિનો એસિડ જોવા મળે છે. જે વાળના વિકાસમાં મદદગાર છે.

(19) એન્ટી ઓક્સિડેન્ટ ગુણોનો ભંડાર

ફ્રી-રેડિકલ્સના કારણે ઘણી સ્વાસ્થ્યકીય અને સૌંદર્ય સમસ્યાઓ સર્જાઈ શકે છે. આના બચાવ માટે એન્ટી-ઓક્સિડેન્ટથી ભરપૂર હોય તેવા ખાદ્ય પદાર્થ આહારમાં લેવા જોઈએ.

શોધ અનુસાર એવું તારણ આવ્યું છે કે ચિયા બીજ એન્ટી-ઓક્સિડેન્ટ ગુણોનો ભંડાર છે. જે ઉંમર વધવાના લક્ષણોથી લઈને કૅન્સર જેવી બીમારી સુધી રક્ષણ આપી શકે છે.

(20) નિરાંતવાળી નિંદ્રા માટે

ઘણા સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું કહેવું છે કે, પર્યાપ્ત અને ગાઢ ઊંઘ લેવાથી ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકાય છે. પણ આજ-કાલ લોકો અનિંદ્રાની પરિસ્થતિમાં વધારે મુકાઈ જાય છે.

શાંતિપૂર્ણ નિંદ્રા માટે ગરમ દૂધમાં ચિયા બીજ નાખીને પીવું જોઈએ. આનાથી પુરી રાત તમને એક આરામવાળી ઊંઘ મળે છે. જેનાથી પુરા દિવસ તાજગીનો અનુભવ થાય છે.

ચિયા બીજના નુકસાન (Side Effects Of Chia Seeds In Gujarati)

હેલ્થી અને સુપર ફૂડની શ્રેણીમાં સમાવિષ્ટ ચિયા સીડના બહુ જ ફાયદા છે. પરંતુ પુષ્કળ માત્રામાં અથવા અયોગ્ય પરિસ્થિતિ દરમિયાન ચિયા બીજનું સેવન નુકસાનકારક બની શકે છે.

 • બીજમાં ફાઈબરની ભરપૂર માત્રા રહેલ છે. જેના કારણે ચિયાના વધારે પડતા સેવનથી પાચન સંબંધિત વિકાર થઇ શકે છે.
 • ક્યારેક ચિયા બીજના વધુ સેવનથી પેટમાં ગેસ અથવા પેટ ફૂલવું જેવી સમસ્યા થાય છે.
 • કોઈની પ્રકૃતિ સંવેદનશીલ છે, તો તેને ચિયા બીજના લીધે એલર્જી થવાની સંભાવના રહે છે.
 • ઘણા લોકોને ચિયા બીજના કારણે ઉલ્ટી, ખંજવાળ અને ઝાડા જેવી સમસ્યાઓ થઇ છે.
 • ચિયા બીજમાં લોહીને પાતળું કરવાનો ગુણ રહેલ છે. તમારું રક્ત પહેલેથી જ પાતળું છે, તો ચિયા બીજનું સેવન ઓછું અથવા નહિવત કરવું જોઈએ.
 • કોઈ મોટી અથવા ગંભીર સર્જરી કે ઓપરેશન કરવાયું હોય ત્યારે ચિયા બીજનું સેવન બંદ કરી દેવું જોઈએ. આનાથી રક્તસ્ત્રાવ જેવી સમસ્યા સર્જાઈ શકે છે.
 • વધારે પડતા ચિયા બીજ ખાવાથી આંતરડાનું કૅન્સર થવાની શક્યતા રહે છે.
 • પ્રોસ્ટેટ કૅન્સર પીડિતોએ ચિયા બીજથી દૂર રહેવું જોઈએ.
 • પુષ્કળ પ્રમાણમાં ચિયા સીડ્સના સેવનથી શ્વાસ લેવામાં પરેશાની થાય છે.

ચિયા બીજના મુખ્ય ઉપયોગ (Uses Of Chia Seeds In Gujarati)

Uses Of Chia Seeds In Gujarati

પુરા શરીરથી લઈને દિમાગી સ્વાસ્થ્ય સુધી લાભકારક ચિયા બીજના ઔષધિય ગુણ અનેક છે. રોજ-બરોજના આહાર રૂપે આપણે તેને ઉપયોગમાં લઇ શકીએ છીએ. જેમ કે,

(1) પાણીમાં ભીંજવેલ ચિયા બીજ

આખી રાત સ્વચ્છ પાણીમાં ડુબાળેલ ચિયા બીજ સેહત માટે ફાયદેકારી હોય છે. આ બીજને પલાળ્યા પછી તે થોડા ફૂલી જાય છે.

આના દ્વારા હેલ્થી સ્મૂધી, ચા, સૂપ, પ્રોટીન શેક અને ઠંડા પીણાં બનાવી શકાય છે. આ સિવાય બીજને એમ જ, શેકીને અથવા નાશ્તામાં નાખીને પણ ઉપયોગમાં લેવાય છે.

(2) ચિયા બીજનો પાવડર

આમ તો બજારમાં ચિયા બીજનો પાવડર સરળતાથી મળી જાય છે. પરંતુ ઘરમાં બનાવેલ ચિયા સીડ્સનો પાવડર કુદરતી રીતે બહુ જ ગુણકારી હોય છે.

પાવડર બનાવવા માટે ચોખ્ખા અને બરાબર પાકી ગયેલ ચિયા બીજને અલગ પાડી લો. પછી તેને મિક્સર ગ્રાઈન્ડરમાં બારીકીથી પીસી લો. આ પાવડરને તમે રોજ દૂધમાં નાખીને પી શકો છો.

(3) દહીંની સાથે ચિયા બીજ

સવારનો નાશ્તો તંદુરસ્તી માટે ઘણો મહત્વનો હોય છે. જેથી હેલ્થી નાશ્તા રૂપે દહીં અને ચિયા સીડ લેવા જોઈએ. આનાથી આખો દિવસ શરીરને ઉર્જા અને તાજગી મળી રહે છે.

એક મોટા વાટકામાં દહીં લઈને અંદર ચિયા બીજ અથવા તેનો પાવડર નાખીને ખાઈ શકો છો. આ પ્રકારના નાશ્તાથી શરીરને આરામથી પોષક ગુણ મળી રહે છે.

ચિયા બીજની વાનગીઓ (Chia Seeds Recipes In Gujarati)

સ્વાદથી ભરપૂર વ્યંજનોને સામાન્ય રીતે દરેક માણસ ખાવાનું પસંદ કરે છે. પરંતુ સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ સારું રાખે તેવી વાનગી ખરેખર અનોખી હોય છે. ચિયા બીજથી આવી જ સ્વાસ્થ્યપૂર્ણ રેસિપી બનાવી શકાય છે.

(1) ચિયા બીજનો હલવો

ચિયા બીજનો હલવો

ગળ્યો અને મજેદાર સ્વાદનો માલિક હલવો ગુજરાતીઓની મનપસંદ વાનગીઓમાંથી એક છે. ચિયા બીજનો હલવો બનાવવા માટે નીચેની વસ્તુઓ ભેગી કરી લો.

સામગ્રી

 1. 1.5 ગ્લાસ દૂધ
 2. 1 તપેલી
 3. 2 મોટી ચમચી સફેદ ચિયા બીજ
 4. 1 ચમચી ખાંડ (શક્કર)
 5. 1 મોટી ચમચી તેલ
 6. 1 કપ મલાઈ
 7. થોડો સૂકો મેવો
 8. 1 ચમચી વેનીલા ક્રીમ

બનાવવાની રીત

 • 1 તપેલીમાં પાણી ગરમ કરીને તેમાં ચિયા બીજ નાખીને ઉકાળો.
 • 1 મોટા બાઉલમાં દૂધ લો, ત્યારબાદ અંદર ઉકાળેલ ચિયા બીજ નાખો.
 • હવે આ મિશ્રણમાં થોડું તેલ અને 1 કપ મલાઈ નાખી દો.
 • ત્યાર પછી મિશ્રણને ગાઢું કરી હલકુ ગરમ કરો.
 • મિશ્રણમાં તમારા મનગમતા ફ્લેવરની ક્રીમ અથવા વેનીલા ક્રીમને નાખો.
 • આ બાઉલને 4 કલાક સુધી ઢાંકીને ફ્રીજમાં રાખી મુકો.
 • ત્યાર બાદ સૂકા મેવાને બારીક કાપીને તેની ઉપર સજાવટ કરો અને પીરસો.

(2) ચિયા સીડ હેલ્થી સ્મુધી

ચિયા સીડ હેલ્થી સ્મુધી

સ્વાસ્થયકારી ફળો અને ચિયા બીજ દ્વારા પૌષ્ટિક પીણું તૈયાર થઇ શકે છે. જેનો સમાવિષ્ટ તમે એક હેલ્થી ડાયેટમાં કરી શકો છો.

સામગ્રી

 1. 1-2 ઝૂમખા કાળી અને લીલી દ્રાક્ષ
 2. 1 ચમચી પીસેલી બદામ
 3. 1 મોટો ગ્લાસ દૂધ
 4. 2 મોટી ચમચી ભીંજવેલ ચિયા બીજ
 5. એક ચમચી મધ
 6. થોડી ખાંડ
 7. 1 ચમચી માખણ

બનાવવાની રીત

 • કાળી અને લીલી બંને દ્રાક્ષને પીસી લો.
 • 1 મોટા બાઉલમાં દૂધ લઈને તેની અંદર પલળેલા ચિયા બીજ નાખો.
 • બાઉલમાં દ્રાક્ષના મિશ્રણને નાખીને મધ અને થોડી ખાંડ નાખો.
 • થોડી વાર બાદ 1 ચમચી માખણ નાખીને મિશ્રણને ગાઢું બનાવો.
 • ફ્રીજમાં ઠંડુ કર્યા બાદ તમે આને ઉપયોગમાં લઇ શકો છો.

ચિયા બીજના પોષક ગુણ (Chia Seeds Nutritional Value)

નીચે દર્શાવેલ આહાર ચાર્ટ દ્વારા સરળતાથી જાણી શકાય છે. કે પ્રતિ 100 ગ્રામ માત્રામાં રહેલ ચિયા સીડ્સમાં કેટલા પોષક તત્વોની ઉપસ્થિતિ છે.

 1. પાણી – 5.8 g
 2. ઉર્જા – 486 kcal
 3. પ્રોટીન – 16.54 g
 4. ટોટલ લિપિડ – 30.74 g
 5. કાર્બોહાઇડ્રેટ – 42.12 g
 6. ડાયેટરી ફાઈબર – 34.4 g
 7. કેલ્શિયમ – 631 mg
 8. આયર્ન – 7.72 mg
 9. મેગ્નેશિયમ – 325 mg
 10. ફસફારોસ – 860 mg
 11. પોટેશિયમ – 406 mg
 12. સોડિયમ – 16 mg
 13. ઝીંક – 4.58 mg
 14. કોપર – 0.924 mg
 15. મૈગનીજ – 2.723 mg
 16. સેલેનિયમ – 55.2 µg
 17. વિટામિન સી – 1.6 mg
 18. થિયામીન – 0.62 mg
 19. રાઇબોફ્લેવિન – 0.17 mg
 20. નિયાસિન – 8.83 mg
 21. ફોલેટ – 49 µg
 22. વિટામિન એ – 54 IU
 23. વિટામિન ઈ – 0.5 mg
 24. ફેટી એસિડ (સૈચુરેટેડ) – 3.33 g
 25. ફેટી એસિડ (મોનોઅનસૈચુરેટેડ) – 2.309 g
 26. ફેટી એસિડ (પોલીસૈચુરેટેડ) – 23.665 g

સવાલ જવાબ (FAQ)

પૌષ્ટિક તત્વોનો ખજાનો ચિયા સીડને લઈને લોકોના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો છે. જેમના કેટલાક સવાલોનો ઉત્તર અમે અહીં દર્શાવેલ છે.

(1) ચિયા સીડનો ગુજરાતી મીનિંગ શું છે?

ચિયા સીડને ગુજરાતીમાં ચિયા, તકમરીયા અથવા તુકમરિયાંના નામથી જાણવામાં આવે છે.

(2) અળસીના વિકલ્પ તરીકે ચિયા બીજ ખાઈ શકાય છે?

હા, અળસીના વિકલ્પ તરીકે ચિયા બીજને ખાઈ શકાય છે. બંને બીજ પોતાની રીતે સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે.

(3) શું કાચા ચિયા બીજ ખાઈ શકાય છે?

કાચા ચિયા બીજને ખાઈ શકાય છે. પરંતુ બરાબર પાકી ગયેલ સ્વચ્છ અને ભીંજવેલ ચિયા બીજ ખાવાથી વધારે ફાયદો મળી શકે છે.

(4) ચિયા બીજને કેવી રીતે ખરીદી શકાય?

આસપાસની ઓર્ગેનિક દુકાન પરથી ચિયા સીડને ખરીદવા જોઈએ. યાદ રહે બીજને હમેશા કેમિકલ મુક્ત રીતે જ ખરીદવા જોઈએ. આ માટે તમે ઓનલાઇન પણ ખરીદી કરી શકો છો.

(5) ચિયા બીજની તાસીર કેવી હોય છે?

ચિયા બીજની તાસીર ઠંડી હોય છે. જેનાથી શરીરની અત્યાધિક ગરમી દૂર થાય છે.

આશા કરું છુ ચિયા સીડ મીનિંગ, ફાયદા, નુકસાન અને ઉપયોગની સારી જાણકારી આપી શકી છુ. પોસ્ટ પસંદ આવી હોય તો તમારા દોસ્તો સાથે જરૂર શેયર કરો.

Leave a Comment