જીરુંના ફાયદા, ઉપયોગ અને ક્યુમીન મીનિંગ | Cumin Seeds In Gujarati

ક્યુમીન સીડ્સને ગુજરાતીમાં (Cumin Seeds In Gujarati) જીરું કહેવામાં આવે છે. વાનગીને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે મસાલા રૂપે જીરુંનો ઉપયોગ કરવામાં આવે છે.

આ એક પ્રકારનો સુગંધિત મસાલો છે. જેને ખાસ કરીને ભાત (ચાવલ) જેવી ભારતીય વાનગીમાં નાખવામાં આવે છે. ઘણા શાક અને પકવાનો બનાવવા માટે પણ જીરું ઉપયોગી છે.

ફક્ત રસોઈના મસાલા તરીકે જ નહિ પણ આયુર્વેદમાં ઔષધિ રૂપે પણ આનો પ્રયોગ કરવામાં આવે છે. જીરાની સુગંધ ઘણી સારી હોય છે. જેના કારણે જીરું નાખવાથી વાનગીની સુગંધ સરસ આવે છે.

જીરા વિષે જાણકારી (Cumin Seeds In Gujarati)

ક્યૂમિનનો ગુજરાતી મીનિંગ જીરું થાય છે. આનું વૈજ્ઞાનિક નામ ક્યુમિનિયમ સિમિનિયમ (Cuminum Cyminum) છે. જે એપિયેશી (Apiaceae) પરિવારથી સંબંધ રાખે છે.

ભારતની ઘણી જગ્યાઓ પર જીરુંનો છોડ જોવા મળે છે. આ એક પુષ્પ તથા ફળ આપતું છોડ છે. છોડના ફળમાંથી બીજ મળે છે. જેને સૂકવીને જીરુંનો મસાલો તૈયાર થાય છે.

ભારતીય વ્યંજનોમાં ગરમ મસાલા રૂપે જીરાનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય શરબત અને અન્ય આયુર્વેદિક દવાઓના નિર્માણ માટે જીરું મહત્વનું છે.

સામાન્ય રીતે જીરાની તાસીર ગરમ હોય છે. જેથી તેને ગરમ મસાલા રૂપે ઉપયોગમાં લેવાય છે. જીરાને અન્ય ભાષામાં સદાજીરા, જિરાહ, પાંધરે, જીલકારા તથા શિરાગમના નામથી ઓળખાય છે.

જીરુંના પ્રકાર (Types Of Cumin Seeds In Gujarati)

મુખ્યત્વે જીરાના 3 પ્રકાર જોવા મળે છે.

(1) કાળું જીરું (Black Cumin Seeds)

કાળા જીરાનો ઉપયોગ ગરમ મસાલા તરીકે કરવામાં આવે છે. આનું વૈજ્ઞાનિક નામ બુનિયમ પર્સિકમ બાયોસ (Bunium Persicum Bioss) છે.

આ જીરું કાળા રંગનું હોય છે. જેમાં ઘણા પોષક ગુણોની હાજરી હોય છે. ચાવલ, શાક, કઢી અને અન્ય વાનગીઓમાં મસાલા રૂપે આને નાખી શકાય છે.

(2) સફેદ જીરું (White Cumin Seeds)

વ્યંજનોમાં મસાલા રૂપે સફેદ જીરાને વધુ પસંદ કરવામાં આવે છે. ત્રણેવ પ્રકારના જીરામાં સફેદ જીરાનો સ્વાદ સહુથી મજેદાર હોય છે.

સફેદ જીરામાં રહેલ તેલની ખુશ્બુ બહુ તીવ્ર અને સારી હોય છે. જેથી આ જીરું વાનગીનો સ્વાદ અને સુગંધ બંનેમાં વધારો કરી શકે છે.

(3) શાહી જીરું (Caraway Cumin Seeds)

શાહી જીરાને લોકો સામાન્ય ભાષામાં જંગલી જીરા તરીકે ઓળખે છે. શાહી જીરાનો સ્વાદ ઘણો સ્વાદિષ્ટ હોવાથી અનેક વ્યંજનોમાં ઉપયોગ કરવામાં આવે છે.

શરીર સ્વાસ્થ્યની જાળવણીમાં આ જીરું બહુ જ લાભકારી છે. આના સેવનથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું નિવારણ લાવી શકાય છે.

જીરુંના ફાયદા (Benefits Of Cumin Seeds In Gujarati)

જીરામાં રહેલ પોષક ગુણ દ્વારા મોટાભાગની સેહત લક્ષી સમસ્યાઓ દૂર થઇ શકે છે. જેની વિસ્તૃત જાણકારી નીચે આપેલ છે.

(1) પાચન ક્રિયા સારી થાય છે

અયોગ્ય ખાન-પાનના કારણે પાચન લક્ષી સમસ્યાઓ ઉભી થાય છે. પરંતુ જીરૂનો ઉકાળો અથવા જીરા વાળો ખોરાક લેવાથી પાચન પ્રક્રિયા સારી રહે છે. આ સાથે શરીરને પોષક ગુણ પણ પ્રાપ્ત થાય છે.

(2) શરદી-ખાંસી મટે છે

સામાન્ય રીતે ઠંડીના દિવસો દરમિયાન શરદી-ખાંસી થઇ જાય છે. આ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાને મટાડવા માટે જીરું, મરિયા તથા ગોળનો ઉકાળો પીવો જોઈએ. આ ઉકાળાથી કફ ઓછા થાય છે.

(3) એનિમિયાની અસર કમ કરે

શરીરમાં લોહીની કમીના કારણે એનિમિયાની સમસ્યા ઉત્પન્ન થાય છે. આની પાછળ શરીરમાં આયર્નની કમી જવાબદાર હોય છે. પરંતુ જીરું દ્વારા સારી રીતે આયર્નની કમી પુરી થાય છે.

(4) આર્થરાઇટિસની સમસ્યા ઠીક કરે

હાડકામાં કમજોરી આવવાના કારણે આર્થરાઇટિસની સમસ્યા સર્જાય છે. આમાં એથનોલીક અને એનાલ્જેસિક ગુણ રહેલ છે. જેના દ્વારા હાડકાનું દર્દ ઓછું થાય છે અને મજબૂતી વધે છે.

(5) પેટનો દુઃખાવો ઓછો થાય

પેટનો દુખાવો ઓછો કરવા માટે તમે જીરુંથી બનેલ ગુણકારી ઉકાળો પી શકો છો. જીરુંના એનાલ્જેસિક ગુણ પેટનો દુખાવો તથા ડાયેરિયા જેવી પરેશાનીઓ દૂર કરી શકે છે.

(6) શુગર લેવલ બરાબર રાખે

ડાયાબિટીસના દર્દીઓને રક્તમાં શર્કરાનું પ્રમાણ નિયંત્રણમાં રાખવું જરૂરી છે. આના માટે તમે જીરું ઉપયોગમાં લઇ શકો છો. જેના દ્વારા શુગર લેવલ બરાબર રહે છે.

(7) ત્વચા ચમકદાર બને છે

સ્વસ્થ અને ચળકતી ત્વચા સૌંદર્યને વધુ નિખારે છે. એક શોધ અનુસાર એવું કહેવાયું છે કે જીરાના પાણીથી ચેહરો ધોવો જોઈએ. આનાથી દાગ, ધબ્બા અને ખીલ દૂર થાય છે.

(8) ડેન્ડ્રફ દૂર કરે છે

વાળમાં ખોડોની સમસ્યા હોય તો જીરું આમાં ચમત્કારી ફાયદો આપે છે. જીરુમાં રહેલ એન્ટી ઈફ્લેમેટરી અને એન્ટી ફંગલ ગુણ ડેન્ડ્રફને દૂર કરવામાં મદદરૂપ બને છે.

(9) મોંની દુર્ગંધ દૂર કરે

કોઈ નશીલો ખાદ્ય પદાર્થ અથવા બગડેલો ખોરાક લેવાના કારણે મોંમાંથી વાસ આવે છે. આને દૂર કરવા માટે તમે જીરું અથવા જીરું ઉકાળેલ પાણી પી શકો છો.

(10) ખંજવાળ દૂર કરે છે

એલર્જી થવાથી શરીર પર ખંજવાળ આવતી હોય તો જીરું ઉપયોગમાં લેવું જોઈએ. સિંદૂર અને જીરાને કડવા તેલમાં ઉકાળીને તેને ઠંડુ કરીને શરીર પર લગાવવું જોઈએ. આનાથી ખંજવાળ દૂર થાય છે.

જીરુંના નુકસાન (Side Effects Of Cumin Seeds In Gujarati)

ભારતીય રસોઈ ઘરમાં જીરુંનું એક વિશિષ્ટ સ્થાન છે. રોજના આહારમાં જીરુંનો વપરાશ થાય છે. સાથે જ જીરું સ્વાસ્થ્ય માટે સારું છે. પણ અમુક પરિસ્થિતિઓમાં જીરું નુકસાન પણ કરી શકે છે.

  • જીરાની તાસીર ગરમ હોય છે. જેથી ગર્ભાવસ્થા દરમિયાન ડોક્ટરની સલાહ અનુસાર જીરું ઉપયોગમાં લેવું જોઈએ.
  • જીરાના કારણે અમુક લોકોમાં એલર્જી થયેલ જોવા મળે છે.
  • બ્લડ શુગર લેવલ ઓછું થઇ શકે છે. જેથી ડાયાબિટીસના દર્દીઓએ જીરુંનો ઉપયોગ સપ્રમાણમાં કરવો જોઈએ.
  • જીરાના કારણે રક્ત સ્ત્રાવ વધી શકે છે. એટલે માસિક સ્ત્રાવ દરમિયાન મહિલાઓએ વધારે માત્રામાં જીરુંનું સેવન ન કરવું જોઈએ.
  • વધારે પડતા જીરાના સેવનથી પાચન સમસ્યાઓ વધી શકે છે.
  • સડી ગયેલ અથવા વધારે સુકાયેલ જીરાનો ઉપયોગ કરવાથી નુકસાન થવાની શક્યતા રહે છે.

જીરુંનો ઉપયોગ (Uses Of Cumin In Gujarati)

આમ તો નિયમિત રીતે આપણે જીરુંનો ઉપયોગ કરીએ છીએ. પણ જીરુંના એક નહિ અનેક ઉપયોગ કરાય છે. જેની સવિસ્તાર માહિતી અહીં દર્શાવી છે.

(1) જીરાની ચા

ગ્રીન ટીની જેમ જ જીરાથી તૈયાર થયેલ ચા પણ સ્વાસ્થ્ય માટે ઘણી લાભદાયી છે. આને બનાવવા માટે 1 તપેલીમાં પાણી ઉકાળવાનું હોય છે. પછી તેમાં જીરું નાખીને ગાઢું પાણી તૈયાર કરાય છે.

(2) દાળ-શાકના વઘાર માટે

દાળ અને શાકને સ્વાદિષ્ટ બનાવવા માટે તેના વઘારમાં જીરું નખાય છે. આનાથી દાળ અને શાકની સુગંધ તથા સ્વાદમાં ભરપૂર વધારો થાય છે. આવો ખોરાક શરીરના આંતરિક અંગો માટે ગુણકારી હોય છે.

(3) અથાણાં માટે

સ્વાદથી ભરેલ રસીલા અથાણાંને તૈયાર કરવા માટે જીરુંનો ઉપયોગ થાય છે. ખાસ કરીને જીરા પાવડરને અથાણામાં વધારે નાખવામાં આવે છે. આનાથી અથાણું સ્વાદિષ્ટ અને ગુણકારી બને છે.

(4) જીરા રાઈસની બનાવટમાં

ગુજરાતી થાળીમાં જીરા રાઈસનું એક વિશિષ્ટ સ્થાન છે. આવા જીરા વાળા ભાતને લોકો દાળ અથવા શાક સાથે ખાવાનું ઘણું પસંદ કરે છે. પુલાવ રેસિપિમાં પણ જીરું નાખવાથી સ્વાદ વધી જાય છે.

(5) ઉકાળો બનાવવામાં

એક સેહતકીય આયુર્વેદિક ઉકાળો બનાવવામાં જીરૂને તમે ઉપયોગમાં લઇ શકો છો. આમાં તુલસીના પાંદડા, ગોળ, મધ, હળદર અને જીરું નાખીને ઉકાળો તૈયાર કરી શકાય છે.

(6) આયુર્વેદિક દવાઓની બનાવટમાં

ઘણી આયુર્વેદિક દવાઓના નિર્માણ માટે જીરુંનો ઉપયોગ થાય છે. જીરું પાવડર તથા ત્રણેવ પ્રકારના જીરાથી આયુર્વેદિક દવા અને સીરપનું નિર્માણ થાય છે.

ઉપર દર્શાવેલ ઉપયોગ સિવાય પણ જીરાને તમે ઘણી રીતે વાપરી શકો છો. પણ ખાસ કરીને મસાલા તરીકે આનો ઉપયોગ વધારે થાય છે.

આશા કરું છુ જીરુંના ફાયદા અને ઉપયોગની સારી માહિતી આપી શકી છુ. પોસ્ટ પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરો.

Leave a Comment