સામાન્ય રીતે સરકાર દ્વારા સમય સમયે પ્રજાના સારા ભવિષ્ય માટે અનેક યોજનાઓ બનાવવામાં આવે છે. તેમાંથી એક છે E Samaj Kalyan Yojana 2023. આ યોજના ખાસ કરીને સમાજના નીચલા જાતિ વર્ગને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.
આ યોજનાનો લાભ ગુજરાતમાં રહેતા તમામ નીચલી જાતિના લોકો લઈ શકે છે. તાજેતરમાં શરૂ થયેલ ઈ સમાજ કલ્યાણ પોર્ટલનો લાભ SC/ST/OBC ઉમેદવારો લઈ શકે છે.
આ યોજનાનો લાભ મેળવવા માટે તમે ઓનલાઇન અરજી કરી શકો છો. સમાજના પછાત અને આર્થિક રીતે નબળા લોકોને આ સરકારી સેવા દ્વારા ઘણી રાહત થાય છે.
ઈ સમાજ કલ્યાણ યોજના દ્વારા ફક્ત એક જ સહાય નહિ પણ અલગ-અલગ સહાય મળી શકે છે. જેમાં આર્થિક સહાયથી લઈને રોજગારની તકો સુધીના લાભ મેળવી શકાય છે.
E Samaj Kalyan Yojana શું છે
દર વર્ષે ભારત તથા ગુજરાત સરકાર દ્વારા અવનવી યોજનાનો બહાર પાડવામાં આવે છે. જેના થકી સમાજમાં રહેતા લોકોના જીવન ધોરણમાં સુધાર આવી શકે છે.
ઉપરોક્ત યોજના દ્વારા પણ ગરીબો અને વંચિતોને સહાય મળી શકે છે. અત્યારના સમયમાં દર વર્ષે કે મહિને નવી નવી યોજનાઓ બહાર પડે છે. પણ ઈ સમય કલ્યાણ યોજના દ્વારા આ બધું સરળતાથી એકમાં જ મળી શકે છે.
મુખ્ય રીતે વિકસતી જાતિને ધ્યાનમાં રાખીને આ યોજના ઘડવામાં આવી છે. જેના થકી ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા અનેક પછાત વર્ગના લોકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે છે.
કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના હેઠળ આ યોજના બનાવવામાં આવી છે. ઘણી બધી યોજનાઓનો લાભ એક રીતે મેળવવા માટે ઈ પોર્ટલનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ઈ સમાજ કલ્યાણ યોજનાની મહત્વપૂર્ણ જાણકારી
પછાત વર્ગો અને અનુસૂચિત જાતિઓ માટે આ કલ્યાણકારી યોજના બનાવવામાં આવી છે. જેના થકી અરજદારને એક કરતા વધારે યોજનાનો લાભ મળી શકે છે.
પોસ્ટનું નામ | ઈ સમાજ કલ્યાણ યોજના માહિતી |
પોર્ટલનું નામ | ઈ સમાજ કલ્યાણ પોર્ટલ |
વિભાગનું નામ | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ |
લાભ કોને મળે છે | પછાત જાતિ વર્ગોને |
અરજી પ્રક્રિયા | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://esamajkalyan.gujarat.gov.in/ |
ઈ સમાજ કલ્યાણ પોર્ટલમાં રહેલ યોજનાઓ
ગરીબો અને વંચિતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ હેઠળ ઘણી લાભકારી યોજનાઓ આવે છે. જેની સંપૂર્ણ માહિતી અમે નીચે આપેલ છે.
(1) કુંવરબાઈ નું મામેરું યોજના
- ગુજરાતમાં ઘણા લોકો એવા છે જે તેમની દીકરી અથવા દીકરાના લગ્ન માટે યોગ્ય ખર્ચ કરી શકતા નથી. આવા લોકો માટે કુંવરબાઈનું મામેરું યોજના લાભકારી છે.
- જેના થકી સરકાર સમાજના પછાત વર્ગો અને આર્થિક રીતે નબળા લોકોને સહાય કરી શકે છે.
- આ યોજના હેઠળ લાભાર્થીના બેંકના ખાતામાં રૂ. 10000 જમા કરાવવામાં આવે છે.
(2) ઘરઘંટી સહાય યોજના
- રાજ્યના પછાત અને આર્થિક રીતે નબળાં લોકો સ્વ-રોજગારી મેળવી આત્મનિર્ભર બને તે માટે આ યોજના બનાવવામાં આવી છે.
- આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ઘરઘંટી આપવામાં આવે છે.
- જેથી લાભાર્થીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તાર કે નગર વિસ્તારમાં અનાજ દળવાનો ધંધો ચાલુ કરી શકે.
- રોજગાર મેળવવા માટે આ યોજના અતિ ઉપયોગી છે.
(3) માનવ ગરિમા યોજના
- નાનો ધંધો-રોજગાર કરવા ઇચ્છુક હોય તેવી વ્યક્તિઓ માટે આ યોજના ફાયદાકારી છે.
- આ યોજનામાં અરજદારની વય મર્યાદા ૧૮ થી ૬૦ વર્ષ હોવી જોઇએ.
- અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિ માટે આ યોજનામાં કોઇ આવક મર્યાદા નથી.
માનવ ગરિમા યોજના હેઠળ નીચે દર્શાવેલ વ્યવસાય માટે ટૂલ કિટ્સ આપવામાં આવે છે.
- કડીયાકામ
- સેન્ટીંગ કામ
- વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
- મોચીકામ
- દરજીકામ
- ભરતકામ
- કુંભારીકામ
- વિવિધ પ્રકારની ફેરી
- પ્લમ્બર
- બ્યુટી પાર્લર
- ઇલેક્ટ્રીક એપ્લાયન્સીસ રીપેરીંગ
- ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
- સુથારીકામ
- ધોબીકામ
- સાવરણી સુપડા બનાવનાર
- દુધ-દહી વેચનાર
- માછલી વેચનાર
- પાપડ બનાવટ
- અથાણા બનાવટ
- ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
- પંચર કીટ
- ફ્લોર મીલ
- મસાલા મીલ
- મોબાઇલ રીપેરીંગ
- હેર કટીંગ (વાળંદ કામ)
ગુજરાત ઈ સમાજ કલ્યાણ યોજના માટેના જરૂરી દસ્તાવેજો
- જાતિ પ્રમાણપત્ર
- ફોટોગ્રાફ
- રહેણાંક પ્રમાણપત્ર
- મોબાઇલ નંબર
- કોલેજ આઈડી પ્રૂફ
- ડોમિસાઇલ પ્રમાણપત્ર
- શૈક્ષણિક દસ્તાવેજો
- આધાર કાર્ડ
- મતદાર આઈડી કાર્ડ
- બેંક વિગતો અને પાસબુક
- BPL પ્રમાણપત્ર
ગુજરાત ઈ સમાજ કલ્યાણ માટેની અરજી પ્રક્રિયા
આજ કાલ ડિજીટલ સેવાઓ અને ટેકનોલોજી વધતી જાય છે. જેથી વધારે કરીને યોજનાઓના ફોર્મ ઓનલાઇન જ ભરવામાં આવે છે.
અનુસૂચિત તથા પછાત જાતિના લોકો માટે આ યોજના અતિ ઉપયોગી છે. નીચે અમે ઓનલાઇન ગુજરાત ઈ સમાજ કલ્યાણ યોજનાનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની માહિતી આપેલ છે.
(1) વેબસાઈટ URL
- સહુ પ્રથમ અરજદારે ઈ સમાજ કલ્યાણ યોજના માટે તેની સત્તાવાર વેબસાઈટ પર જવાનું છે.
- આના માટે https://esamajkalyan.gujarat.gov.in URL પર ક્લિક કરી શકો છો.
- ત્યારબાદ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટર થવા માટે Please Register Here પર ટચ કરવું.
(2) રજીસ્ટ્રેશન ડિટેઈલ્સ ભરવી
- E -Samaj Kalyan Gujarat Portal Registration માટે યુઝર રજીસ્ટ્રેશન ડિટેલ્સ પેજ પર જઈ શકાય છે.
- માહિત ભરતી વખતે યાદ રાખવું કે તમારી બધી જ માહિતી આધાર કાર્ડ પ્રમાણે યોગ્ય હોવી જોઈએ.
- આમાં તમે નીચે પ્રમાણે માહિતી ભરી શકો છો.
રજિસ્ટ્રેશનની માહિતી
- અરજદારનું નામ :
- અરજદારનું લિંગ :
- જન્મ તારીખ :
- આધાર કાર્ડ નંબર :
- ઈમેલ આઈડી :
- અરજદારની જાતિ :
- મોબાઈલ નંબર :
- ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર લોગીન થવા માટે પોતાનો પાસવર્ડ :
- ફરીથી પાસવર્ડ લખો :
- બધી માહિતી ચકાસ્યા બાદ રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કરો.
(3) વેબસાઈટ પર લોગીન કરો
- આ ત્રીજું અને સહુથી મહત્વપૂર્ણ પગલું છે.
- ઈ-સમાજકલ્યાણ પોર્ટલ પર લોગીન કરવા માટે તમારું યુઝર આઈડી નાખો.
- ત્યારબાદ તમે જે પાસવર્ડ સેટ કર્યો હોય તે નાખો.
- અંતમાં લોગીન બટન પર ક્લિક કરવું ફરજીયાત છે.
(4) યુઝર પ્રોફાઈલમાં સુધારા વધારા કરો
પ્રથમ વખત લોગીન થયા બાદ અરજદારે પોતાની તમામ વિગતો ભરવી જરૂરી છે.
નીચે બધી જ માહિતી વિગતવાર દર્શાવી છે.
- અરજદારનું પૂરું નામ :
- પૂરું નામ ગુજરાતીમાં :
- આધાર કાર્ડ નંબર :
- પિતા/પતિ નું નામ :
- જન્મ તારીખ :
- મોબાઈલ નંબર :
- જાતિ :
- પેટા જાતિ :
- અરજદારનું લિંગ :
- શારીરિક વિકલાંગતા :
- ઈમેલ આઈડી :
- ફોન નંબર :
- અરજદારનો ફોટો અપલોડ કરવો
- વિકલાંગતા પ્રકાર :
- વિકલાંગતા ટકાવારી :
- હાલનું સરનામું :
- કાયમી સરનામું :
- બધી વિગતો ભરીને અપડેટ બટન પર ક્લિક કરો.
આમાં દર્શાવેલ 1, 3, 5, 7, 9 નંબર સિવાયની માહિતી તમે ગમે ત્યારે મેનુમાં જઈ બદલી શકાય છે.
(5) હોમ પેજ પર જઈ યોજનાઓ ચકાસો
અરજદારે જે પ્રમાણે લોગીન ડિટેઈલ્સ ભરી હશે તેના આધારે તમને જાતિવાર યોજનાઓ દેખાશે, નીચે મુજબની યોજના આવે છે.
- કુંવર બાઇનું મામેરું યોજના
- વિદેશ અભ્યાસ લોન યોજના
- માનવ ગરિમા યોજના
- પાલક માતા-પિતા યોજના
- માઇ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમૂહ લગ્ન યોજના
(6) ઈ સમાજ યોજના કલ્યાણ અરજી પેજ નંબર 1
- આ પેજમાં માહિતી વેગેરે પહેલેથી જ લખેલી હશે.
- તમારે ચકાસણી કરવાની હોય છે કે આ માહિતી યોગ્ય છે કે નહિ.
- આમાં 1, 2, 3, 4, 5, 6 નંબરની માહિતી બદલી શકાશે.
- આ બધી માહિતી યોગ્ય હોય તો સેવ એન્ડ નેક્સટ બટન પર ક્લિક કરો.
- આ ફોર્મ આ સામે ન ભરવા માંગતા હોય તો લાલ કલરના કેન્સલ બટન ઉપર ક્લિક કરી શકો છો.
(7) ઈ સમાજ યોજના કલ્યાણ અરજી પેજ નંબર 2
- પેજ પર આપેલ તમામ માહિતી ભરવાની રહેશે.
- આમાં જે માહિતી પર માર્ક કરેલી હોય તેને ફરજીયાત ભરવી પડે છે.
- આ માહિતી ભર્યા બાદ સેવ એન્ડ નેક્સટ બટન પર ટચ કરો.
(8) ઈ સમાજ યોજના કલ્યાણ અરજી પેજ નંબર 3
- પેજમાં દર્શાવેલ તમામ વિગતોને ભરવાની રહેશે.
- અહીં પેજ પર આપેલ તમામ જરૂરી દસ્તાવેજો જોડવાના રહેશે.
- જે ડૉક્યુમેન્ટના નંબર હોય તે પણ લખવાના રહેશે.
- તમામ માહિતીને યોગ્ય રીતે ભર્યા બાદ સેવ એન્ડ નેક્સટ બટન પર ક્લિક કરી લો.
(9) ઈ સમાજ યોજના કલ્યાણ અરજી પેજ નંબર 4
- યોજનાની અરજી માટે નિયમો અને શરતોને વાંચી સારી રીતે ચકાસણી કરી લો.
- શરતો વાંચીને નંબર પર ક્લિક કરો.
- ત્યારબાદ સેવ એપ્લિકેશન બટન પર ક્લિક કરો.
- કોઈ કારણોસર તમે આ ફોર્મ અત્યારે ભરવા ઇચ્છતા ન હોય તો લાલ કલરના કેન્સલ બટન પર ક્લિક કરી શકો છો.
- આ પ્રક્રિયા બાદ એક નવું પેજ ખુલશે.
- આ પેજમાં તમારો યોજનાનો અરજી નંબર હશે.
- આગળની કાર્યવાહી માતે અરજી નંબર નોંધી રાખવો જરૂરી છે.
- જો તમે અરજી પ્રક્રિયાની પ્રિન્ટ કઢાવવા ઇચ્છતા હોય તો પ્રિન્ટ ના ઓપ્શન ઉપર ક્લિક કરો.
(10) યોજનાની અરજી પ્રિન્ટ
- ઈ-સમાજ કલ્યાણ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કર્યા બાદ પ્રિન્ટ કાઢી શકાશે.
- અરજી યોજનાની પ્રિન્ટ કઢાવ્યા બાદ તેને સાચવીને રાખો.
(11) ઈ સમાજ કલ્યાણ વેબ પોર્ટલ અરજીઓની યાદી
- તમારી અરજીઓની વિગતો જોવા માટે તમે વ્યુવ એપ્લિકેશન પર ક્લિક કરો.
- અરજી પ્રિન્ટ કરવા માટે એપ્લિકેશન પ્રિન્ટ પર ક્લિક કરો.
- કોઈ સુધારા વધારા કરવા હોય તો તે કરી લેવા.
(12) ઈ સમાજ કલ્યાણ એપ્લિકેશન સ્ટેટ્સ
- આ યોજનાની અરજી સ્થિતિ જાણવા માટે યોર એપ્લિકેશન સ્ટેટ્સ પર ક્લિક કરો.
- તમારી જન્મ તારીખની વિગતો ભરી દો.
- તમારી અરજી સ્થિતિ જોવા માટે તમામ વિગતો ભર્યા બાદ વ્યુ સ્ટેટ્સ પર ક્લિક કરો.
- વ્યુ સ્ટેટ્સ બટન પર ક્લિક કરવાથી અરજીની સ્થિતિ જાણી શકાશે.
- બીજી યોજનાની સ્થિતિ જાણવા માંગતા હોય તો ક્લિયર બટન પર ક્લિક કરો.
Must Read – Solar Rooftop Yojana
સવાલ જવાબ (FAQ)
ઈ સમાજ કલ્યાણ યોજનાને લઈને લોકોમાં ઘણા પ્રશ્નો છે. જેમાંથી મોટાભાગના સવાલોના જવાબ અમે અહીં દર્શાવેલ છે.
(1) ઈ સમાજ કલ્યાણ યોજનાંની અધિકૃત વેબસાઈટ કઈ છે?
ઈ સમાજ કલ્યાણ યોજનાની અધિકૃત વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ છે.
(2) ઈ સમાજ કલ્યાણ યોજના કોના દ્વારા બહાર પાડેલ છે?
ઈ સમાજ કલ્યાણ યોજના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ છે.
(3) ઈ સમાજ કલ્યાણ યોજનાનું ફોર્મ કઈ રીતે ભરી શકાય છે?
ઈ સમાજ કલ્યાણ યોજનાનું ફોર્મ ઓનલાઇન ભરવામાં આવે છે.