Fennel Seeds | વરિયાળીનું પાણી અને વરિયાળી બીજના ગજબ ફાયદા

ફેનેલ સીડ્સને ગુજરાતીમાં (Fennel Seeds In Gujarati) વરિયાળીના નામથી ઓળખવામાં આવે છે. આ એક પ્રકારનો સુગંધિત મસાલો અને મુખવાસ છે. જેનો ઉપયોગ મોમાં તાજગી લાવવા માટે થાય છે.

બીજની જેમ જ વરિયાળીનું પાણી પણ સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદેકારી છે. આના કારણે પાચન શક્તિ મજબૂત થાય છે. સાથે જ શરીરમાંથી કુદરતી રીતે વિષાક્ત પદાર્થો દૂર થઇ જાય છે.

ઘણા લોકો વજન ઘટાડવા માટે એક્સરસાઇઝની સાથે નિયમિત વરિયાળીનું પાણી પીવે છે. જેના કારણે શરીરની અયોગ્ય ચરબી દૂર થાય છે. આ સાથે અનેક પ્રકારના સ્વાસ્થ્યકીય લાભ પણ મળે છે.

વરિયાળીની જાણકારી (Fennel Seeds In Gujarati)

ઔષધીય ગુણોથી યુક્ત વરિયાળી એક મસાલો છે. જેને ઘણા-બધા લોકો માઉથ ફ્રેશનરના રૂપે જાણે છે. આના બીજોને ચાવવાથી મોંની દુર્ગંધ અસરકારક રૂપથી દૂર જાય છે.

ગુજરાતીમાં વરિયાળીના નામથી લોકપ્રિય આ મસાલાને લોકો સૌંફ, મધુરિકા અને ઇન્ડિયન સ્વીટ ફેનેલના નામે પણ ઓળખે છે. ભારત સહીત દુનિયાભરના લોકો વરિયાળી બીજ અને તેના પાણીને ઉપયોગમાં લે છે.

આયુર્વેદની દ્રષ્ટિથી વરિયાળીનો છોડ ઘણો ગુણકારી છે. આ વનસ્પતિ લગભગ 1 મીટર જેટલી ઊંચી અને સુગંધિત હોય છે. વરિયાળી ઔષધિના પાંદડાને લોકો શાકભાજી તરીકે બનાવે છે.

ભારતની ઘણી જગ્યાઓ પર વરિયાળીનો છોડ ઉગે છે. આનું વૈજ્ઞાનિક નામ ફિનિકુલમ વલ્ગેરી (Foeniculum Vulgare) છે. જે એપીએસી (Apiaceae) કુળથી સંબંધ ધરાવે છે.

વરિયાળીની તાસીર ઠંડી હોય છે. જેના ઉપયોગથી શરીરમાં રહેલ વધારાની ગરમી દૂર થાય છે અને શરીરને શીતળતા મળે છે.

વરિયાળીનું પાણી બનાવવાની રીત (How To Make Fennel Water)

ગુજરાતમાં વરિયાળી શરબત અને રસ બન્ને ઘણા લોકપ્રિય છે. ઘરે પર સરળતાથી તમે વરિયાળીનું પાણી તૈયાર કરી શકો છો.

સહુથી પહેલા તમારે અહીં દર્શાવેલ સામગ્રી એકઠી કરવાની છે.

સામગ્રી

 1. 2 ગ્લાસ તાજું પાણી
 2. 1 તપેલી
 3. 2 ચમચી વરિયાળી બીજ
 4. 3-4 તુલસીના પાંદડા
 5. 1 ચમચી (બનાવટ માટે)

બનાવવાની રીત

 • 1 સ્વચ્છ તપેલીને ગેસ ઉપર મુકો.
 • તેની અંદર 2 ગ્લાસ તાજું અને સ્વચ્છ પાણી રેડી દો.
 • પાણીને થોડી વાર સુધી ગરમ થવા દો.
 • થોડી વાર પછી તેમાં વરિયાળીના ચોખ્ખા બીજને નાખો.
 • આને વધારે સ્વાસ્થયકારી બનાવવા માટે તુલસીના પાંદડા નાખી શકો છો.
 • 1 ચમચી દ્વારા પાણીને હલાવીને ગાઢું કરો.
 • એક વાર ઉકાળો આવ્યા પછી પાણીને નીચે ઉતારી લો.

10 થી 15 મિનિટની અંદર તમે આ ગુણવત્તા યુક્ત વરિયાળીનું પાણી તૈયાર કરી શકો છો. પુરા 1 દિવસ દરમિયાન આ પાણીનો ઉપયોગ થઇ શકે છે.

વરિયાળીનું પાણી અને બીજના ફાયદા (Benefits Of Fennel Seeds In Gujarati)

કદમાં વરિયાળી ભલે ઝીણી હોય છે. પરંતુ આનાથી ઘણા મોટા સ્વાસ્થ્ય લક્ષી લાભ પ્રાપ્ત થાય છે. તેથી જમ્યા પછી વરિયાળીનું અચૂક સેવન કરવું જોઈએ. આના દ્વારા મોંનો સ્વાદ અને શારીરિક તંદુરસ્તી સારી રહે છે.

(1) પાચન રોગ દૂર થાય

ઘણી વાર અયોગ્ય આહારશૈલીના કારણે શરીરમાં પાચન લક્ષી વિકાર થાય છે. જેને દૂર કરવામાં તમે વરિયાળી બીજ અને પાણીને સહાયરૂપે લઇ શકો છો.

વરિયાળીની અંદર એન્ટી-સ્પાઝમોડીક અને કાર્મીનેટિવ ગુણોની ઉપસ્થિતિ છે. જેના કારણે ઇરીટેબલ બોઉલ સિન્ડ્રોમ જેવી ગંભીર પાચન બીમારીમાં રાહત મેળવી શકાય છે.

(2) આંખોની દ્રષ્ટિ સારી થાય

અત્યારના લોકો ટીવી, કમ્પ્યુટર, લેપટોપ અને મોબાઈલ સ્ક્રીન સામે કલાકો વિતાવે છે. જેના કારણે તેઓની આંખો પર બ્લુ લાઈટનો નકારાત્મક પ્રભાવ પડે છે.

આંખનું દ્રષ્ટિ સ્વાસ્થ્ય જાળવવા માટે રોજ વરિયાળીનું પાણી પીવું જોઈએ. આંખમાં ખંજવાળ અથવા બળતરા થતા હોય તો વરિયાળી છોડના પાંદડા વાટીને તેનો લેપ તૈયાર કરી આંખોમાં લગાવવો જોઈએ.

(3) વજન ઓછું કરવા માટે

શરીરમાં વધારાની ચરબી જમા થઇ જાય ત્યારે માણસ જાડાપણાનો શિકાર બને છે. આના કારણે જ અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ થવાની સંભાવના વધી જાય છે.

વજન ઉતારવા માટે રોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ વરિયાળીથી બનેલ પાણી પીવું જોઈએ. આ શરીરમાં બનતા અતિરિક્ત ફેટના નિર્માણને રોકી શકે છે.

(4) શ્વસન રોગમાં લાભકારક

ઉંમર વધવાની સાથે વ્યક્તિમાં ઘણી સ્વાસ્થ્ય લક્ષી પરેશાનીઓ ઉત્પન્ન થાય છે. તેમાંથી જ એક છે શ્વસન રોગ. પણ યોગ્ય તકેદારી રાખવાથી શ્વસન રોગને દૂર રાખી શકાય છે.

શોધ અનુસાર વરિયાળીમાં રહેલ પાઇથૉન્યુટ્રીએંટ્સ તત્વ શ્વસન સ્વાસ્થ્ય માટે ઘણું મહત્વનું છે. જે શ્વસન માર્ગમાં આવેલ તમામ પ્રકારના વિકારોને સરળતાથી દૂર કરી શકે છે.

(5) મોમાં તાજગી અનુભવાય

ઘણા ભારતીય ઘરોમાં ભોજન બાદ વરિયાળીને મુખવાસ રૂપે લેવામાં આવે છે. વરિયાળીથી મોંની દુર્ગંધ દૂર થાય છે અને મોમાં એક તાજગીભર્યો અનુભવ થાય છે.

વરિયાળીને મોમાં રાખી ચાવવાથી મોઢામાં રહેલ કીટાણુઓ આસાનીથી દૂર થઇ જાય છે. સાથે જ આ આપણને મોના સંક્રમણથી પણ દૂર રાખે છે.

(6) કફથી છુટકારો મળે

શિયાળાના દિવસો દરમિયાન કફની સમસ્યા ઘણા લોકોમાં થાય છે. પરંતુ વરિયાળીનું ઉકાળેલ ગરમ પાણી પીવાથી કફમાં ઘણી હદ સુધી રાહત મેળવી શકાય છે.

કફ થયા હોય તો વરિયાળી મોમાં રાખી ચાવવી જોઈએ. વરિયાળી રસમાં રહેલ એન્ટી બેકટેરીઅલ ગુણ શરીરમાં ઉતરીને કફને છુટા પાડવાનું કાર્ય કરે છે.

(7) માનસિક સ્વાસ્થ્યમાં સુધાર

વધારે પડતા તણાવના કારણે વ્યક્તિની માનસિક સ્થિતિ કથળી થઇ જાય છે. મસ્તિષ્ક સ્થિતિને સારી રાખવા માટે પોષ્ટીક આહાર અને વરિયાળીથી તૈયાર થયેલ પાણી પીવું જોઈએ.

વિટામિન બી, સી અને એન્ટી ઓક્સિડેટીવ ગુણોના કારણે વરિયાળી માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ છે. વરિયાળીના બીજ ખાવાથી માનસિક સંતુલન પણ સારું રહે છે.

(8) કબજિયાત દૂર કરે

કબજિયાત એક પ્રકારની પાચન સંબંધિત સમસ્યા છે. જેને દૂર કરવા માટે વરિયાળી બીજ તથા પાણી ગજબના લાભ આપે છે. એટલા માટે જમ્યા પછી વરિયાળીને જરૂર સેવનમાં લો.

વરિયાળીનું પાણી અથવા આયુર્વેદિક ઉકાળો પીવાથી કબજિયાતની પરેશાની સરળતાથી મટી જાય છે. આના સિવાય તમે વરિયાળી બીજને પણ ચાવીને ખાઈ શકો છો.

(9) સ્તનપાન કરાવતી મહિલાઓ માટે

નવજાત શિશુને સ્તનપાન કરાવતી મહિલાઓને વરિયાળી ચમત્કારી ફાયદા આપે છે. વરિયાળીની અંદર એથનોલ નામનું તત્વ જોવા મળે છે. જે સ્ત્રીઓમાં દૂધ બનાવતી ક્ષમતાને સારી બનાવે છે.

જેથી સ્તનપાન કરાવતી મહિલાઓએ નિયમિત વરિયાળી બીજ અને પાણી પીવું જોઈએ. નવજાત બાળક તથા માતા બંનેના સ્વાસ્થ્ય માટે વરિયાળી ઉત્તમ છે.

(10) લીવર સ્વાસ્થ્ય સારું રાખે

લીવર શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે. જેના થકી ભોજનનું પાચન સારું રહે છે. સાથે જ વધારાના વિષાક્ત પદાર્થો શરીરમાંથી બહાર ફેંકાઈ જાય છે.

લીવરની સંભાળ માટે રોજ વરિયાળીનું પાણી પીવું જોઈએ. આમાં એન્ટી ઓક્સિડેન્ટ, મિનરલ્સ અને સેલેનિયમ પુષ્કળ માત્રામાં છે. જેના કારણે લિવરનું સ્વાસ્થ્ય સુરક્ષિત રહે છે.

(11) રક્તચાપ નીયંત્રણ કરે

હાઈ અથવા લૉ બ્લડ પ્રેશરની સમસ્યા દરમિયાન વરિયાળી તમને ઘણી મદદરૂપ બની શકે છે. ફેનેલ સિડ્સની અંદર પોટેશિયમની સારી એવી માત્રામાં ઉપસ્થિતિ છે.

પોટેશિયમ રક્તમાં સોડિયમની માત્રા નિયંત્રિત કરીને તેને દુષ્પ્રભાવોથી બચાવે છે. બીજમાં રહેલ નાઇટ્રેટ નામનું તત્વ રક્તચાપ નિયંત્રણ કરવામાં મદદગાર છે.

(12) ગાઢ ઊંઘ માટે સહાયરૂપ

મેન્ટલ સ્ટ્રેસ અથવા શારીરિક વિકારોના કારણે આજ-કાલ લોકોમાં અનિંદ્રાની સમસ્યા વધુ જોવા મળે છે. અનિંદ્રાના લીધે આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને પર દુષ્પ્રભાવ પડે છે.

આના બચાવ માટે વરિયાળી શ્રેષ્ઠ છે. રાત્રે સુતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં વરિયાળી નાખીને પી જવું જોઈએ. આનાથી પુરી રાત એક શાંતિ વાળી ગાઢ નિંદ્રા પ્રાપ્ત થાય છે.

વરિયાળીના નુકસાન (Side Effects Of Fennel Seeds In Gujarati)

કુદરતની ભેટ સમાન મળેલ વરિયાળી સ્વાસ્થ્ય માટે ઘણી ઉત્તમ છે. પણ અમુક પરિસ્થતિ અથવા અત્યાધિક માત્રામાં વરિયાળીનું સેવન નુકસાનદાયક છે.

 • નવજાત શિશુને સ્તનપાન કરાવતી મહિલાઓએ વધારે માત્રામાં વરિયાળીનું સેવન ન કરવું જોઈએ. આના કારણે બાળકના સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે.
 • વધારે પડતી વરિયાળી ખાવાથી ત્વચાની સંવેદનશીલતા વધી જાય છે. જેથી તડકામાં બહાર નીકળવું મુશ્કેલ થઇ જાય છે.
 • ઘણા લોકોમાં વરિયાળીના વધારે સેવનથી એલર્જી પણ જોવા મળે છે.
 • તમે કોઈ ગંભીર બીમારીની સારવાર લઇ રહ્યા છો. તો પર્યાપ્ત માત્રામાં વરિયાળીનો ઉપયોગ કરવો જોઈએ.
 • પેહલાથી જ કોઈ દવા લઇ રહ્યા છો. તો ડોક્ટરની સલાહ અનુસાર વરિયાળી આહારમાં લો.
 • તમને વારંવાર છીંક આવવાની સમસ્યા છે. તો વરિયાળીનું સેવન ન કરવું જોઈએ.
 • વરિયાળીના કારણે અમુક લોકોની ત્વચા પર ખંજવાળ અને બળતરાની સમસ્યા સર્જાઈ શકે છે.

વરિયાળીનો ઉપયોગ (Uses Of Fennel Seeds In Gujarati)

સ્વાદિષ્ટ અને સેહતમંદ ગુણોથી યુક્ત વરિયાળીને લોકો ઘણી રીતે ઉપયોગમાં લે છે. નીચે વરિયાળીના મુખ્ય ઉપયોગની સંપૂર્ણ માહિતી દર્શાવી છે.

(1) વરિયાળીની ચા

એક તાજગીભર્યા દિવસની શુરુઆત તમે વરિયાળીની ચા થી કરી શકો છો. રોજ સવારે આવી ચા પીવાથી થોડા દિવસમાં વજન ઓછું કરી શકાય છે.

વરિયાળીની ચા બનાવવા માટે 1 તપેલીમાં ગરમ પાણી કરો. તેની અંદર થોડી ખાંડ તથા વરિયાળીના બીજ નાખીને ઉકાળી લો. આવી પોષ્ટીક ચા તમને દિવસભર ફ્રેશનેસ આપે છે.

(2) વરિયાળીનો મુખવાસ

આહાર બાદ મોંની દુર્ગંધ દૂર કરવા તથા તાજગી માટે વરિયાળીને ઉપયોગમાં લેવાય છે. આના કારણે ઘણી પાચન સમસ્યા આપણાંથી દૂર રહે છે.

મુખવાસ બનાવવા માટે કાચી વરિયાળી, સુવા, કાળા-સફેદ તલ, અળસી, અજમો, કોળાના બીજ, ધાણા દાળ, સૂરજમુખી બીજ અને સૂકી ખજૂરના ટુકડા ઉપયોગમાં લેવાય છે.

(3) શેકેલી વરિયાળી

આમ તો લોકો વરિયાળીને તેની રીતે જ કાચી ચાવવાનું વધારે પસંદ કરે છે. પણ વરિયાળીને તમે શેકીને ઉપયોગમાં લઇ શકો છો.

આના માટે એક ગરમ તવા ઉપર વરિયાળીના બીજ નાખીને શેકવા જોઈએ. નીચે ઉતારી અંદર ખાંડ નાખીને પણ શેકેલી વરિયાળીને ખાઈ શકાય છે.

(4) વરિયાળીનું પાણી

વરિયાળીનું ઉકાળેલ પાણી સ્વાસ્થ્ય સમસ્યાઓ તો દૂર કરી જ શકે છે. સાથે-સાથે સૌંદર્ય પરેશાનીઓને દૂર કરવામાં પણ સહાય કરે છે.

રોજ વરિયાળીના પાણીથી ચેહરો ધોવાથી સુંદરતા વધે છે. આના કારણે ત્વચા લીસી, ચમકદાર અને દાગ રહિત બને છે.

(5) વરિયાળીનો ફેસપેક

કુદરતી રીતે ત્વચાની સમસ્યાઓ દૂર કરવા માટે વરિયાળી ફેસપેક લગાવવો જોઈએ. બરાબર પાકી ગયેલ વરિયાળી ચેહરાની સુંદરતા વધારી શકે છે.

ફેસપેક બનાવવા માટે મલાઈ, હળદર, મધ અને વાટેલી વરિયાળીનું મિશ્રણ બનાવો. અઠવાડિયામાં 2 થી 3 વખત આ ફેસપેક લગાડવાથી ચેહરો ખીલી ઉઠે છે.

આશા કરું છુ વરિયાળીનું પાણી અને વરિયાળી બીજના ફાયદા સારી રીતે જણાવી શકી છુ. મળીએ નવી પોસ્ટમાં, ત્યાં સુધી ટેક કેયર.

Leave a Comment