Flax Seeds | ફ્લૅક્સ સીડ શું છે, તેના ફાયદા, નુકસાન અને ઉપયોગ

ગુજરાતી ભાષામાં ફ્લૅક્સ સીડને (Flax Seeds) અળસીના બીજ કહેવામાં આવે છે. આ એક દાણેદાર બીજ હોય છે. જેનો ઉપયોગ સામાન્ય રીતે આહાર અને દવાઓની બનાવટમાં થાય છે.

નિરોગી શરીર માટે અળસીના બીજ અને છોડ જડી-બુટી સમાન છે. પુરાતન કાળમાં નીલપુષ્પીના નામથી પ્રચલિત અળસી ઔષધિ આજે દુનિયાભરમાં લોકપ્રિય છે.

આયુર્વેદિક અને હોમિયોપૅથીક ચિકિત્સા પ્રણાલીમાં ફ્લેક્સ સીડનો ઘણો મહત્વનો ફાળો છે. ઘણી દવા, સીરપ, આયુર્વેદ પાવડર અને કેપ્સુલના નિર્માણ માટે અળસી બીજને ઉપયોગમાં લેવાય છે.

ફ્લૅક્સ સીડ શું છે (Flax Seeds In Gujarati)

ફ્લૅક્સ સીડ એક પ્રકારના ઔષધિય ગુણૉથી ભરપૂર બીજ છે. જે અળસી વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. ફ્લૅક્સ સીડ્સનો ગુજરાતી મીનિંગ અળસી બીજ થાય છે.

અન્ય ભાષાઓમાં ફ્લૅક્સ સીડને અળસી, તિસી, જવસ અને નીલ પુષ્પિકાના નામથી ઓળખવામાં આવે છે. ભારત સહીત અમેરિકા અને આર્જેન્ટિનામાં અળસી સિડ્સની ખેતી કરવામાં આવે છે.

સમશીતોષ્ણ કટિબંધીય એટલે કે જ્યાં ઠંડી અને ગરમી સરખા પ્રમાણમાં હોય તેવા વિસ્તારોમાં અળસી છોડનું ઉત્પાદન થાય છે. અળસીના છોડથી પાતળી દોરી, રસ્સી અને કાપડનું નિર્માણ થઇ શકે છે.

અળસીનું વૈજ્ઞાનિક નામ લિનમ યુસીટાટીસીમમ (Linum Usitatissimum) છે. જે સામાન્ય રીતે લીનેસી (Linaceae) પરિવારથી સંબંધ ધરાવે છે.

અળસીના પ્રકાર (Types Of Flax Seeds In Gujarati)

તુલસી, ચિયા, સબ્જા અને અળસી બીજ દેખાવમાં થોડા એકસમાન હોય છે. એટલા માટે તેના યોગ્ય પ્રકાર જાણીને તેની ખરીદી કરવી જોઈએ. મુખ્યત્વે ફ્લૅક્સ સીડ્સના 2 પ્રકાર જોવા મળે છે.

(1) ભૂરા અળસી બીજ (Brown Flax Seeds)

હલ્કા ભૂરાશ પડતા રંગમાં ઉપલબ્ધ અળસી બીજ સરળતાથી આસપાસની દુકાનો પર મળી જાય છે. આ અળસીનો સહુથી સામાન્ય અને જાણીતો પ્રકાર છે.

જે લોકો વજન ઘટાડવા માંગતા હોય, તેમની માટે ભૂરા અળસી બીજ વરદાન સમાન છે. યોગ્ય એક્સરસાઇઝની સાથે ડાયેટમાં અળસી બીજ લેવાથી જલ્દી વજન ઉતરે છે.

(2) પીળા અળસી બીજ (Yellow Flax Seeds)

સોનેરી અથવા પીળા કલરમાં જોવા મળતી અળસી ઘણી લાભકારક હોય છે. સ્વાદિષ્ટ તથા પૌષ્ટિક વાનગીઓની બનાવટમાં પીળા અળસી બીજ ઉપયોગમાં લેવાય છે.

અનેક આયુર્વેદિક દવા અને સ્વાસ્થ્યકીય ઉકાળામાં પીળા રંગના અળસી સીડને નાખવામાં આવે છે. આમાંથી ગુણકારી તેલ પણ નીકળે છે.

અળસી બીજના ફાયદા (Benefits Of Flax Seeds In Gujarati)

રોજની હેલ્થી ડાયેટમાં ફ્લૅક્સ સીડ્સને સમાવિષ્ટ કરવા જોઈએ. નાનકડા અળસીના બીજ મોટા સ્વાસ્થ્ય લક્ષી ફાયદાઓ આપી શકે છે. જેવી રીતે કે,

(1) વજન ઘટાડી શકાય

સ્થૂળતા અને ચરબી વધી ગયેલ હોય તો શરીર સપ્રમાણ તથા હેલ્થી નથી દેખાતું. વજનને ઘટાડવા માટે લોકો નિતનવા નુસ્ખા આજમાવે છે.

પરંતુ અળસી બીજના ઉપયોગ દ્વારા સરળતાથી વજન ઓછુ થઇ શકે છે. બીજની અંદર પુષ્કળ પ્રમાણમાં ફાઈબરની ઉપસ્થિતિ છે. જે શરીરમાં જામેલી અતિરિક્ત ચરબીને દૂર કરી શકે છે.

(2) બ્લડ પ્રેશર કમ કરે

જે લોકો બીપીની સમસ્યાથી પીડિત છે, તેઓ રક્તચાપને નિયંત્રણમાં રાખવા માટે અળસી બીજ ખાઈ શકે છે. આનાથી હૃદયનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

બીજની અંદર ઓમેગા-3 ફૅટી એસિડ, લૈંગેન્સ, સંયુક્ત ડાયેટરી ફાઈબર અને હાઇપરટેન્સિવ એટલે કે બ્લડ પ્રેશર કમ કરવાનો ગુણ રહેલ છે. જેથી રોજ બીજના સેવનથી બીપી કંટ્રોલમાં રહે છે.

(3) ઈન્સુલિનની માત્રા ઓછી કરે

ડાયાબિટીસ વધવા પાછળનું મુખ્ય કારણ શરીરમાં ઈન્સુલિનની અધિકતા હોય છે. પણ દરરોજ અળસી બીજ ખાવાથી ઈન્સુલિનની માત્રા નિયંત્રણમાં રહે છે.

શોધ અનુસાર અળસી બીજમાં રહેલ ફાઈબર ઇન્સુલિનના પ્રમાણને સંતુલિત રાખવામાં સક્ષમ છે. સાથે જ એન્ટી-ડાયાબિટીક ગુણના લીધે આનાથી ડાયાબિટીસ પ્રમાણમાં રહે છે.

(4) શરદી ખાંસી મટાડે

ઋતુઓમાં આવતા પરિવર્તનના કારણે શરદી, ખાંસી કે ઉધરસ થાય છે. આનો ઘરેલુ ઉપચાર કરવા માટે અળસીના બીયા ઘણા મહત્વના સાબિત થાય છે.

શરદી ખાંસી દરમિયાન અળસી બીજનો ઉકાળો પીવો જોઈએ. આમાં રહેલ પોષક ગુણો દ્વારા બ્રોન્કાઇટીસ એટલે કે ફેફસાના સોજા ઓછા થાય છે.

(5) હૃદય માટે ફાયદેમંદ

હૃદય શરીરનું એક અતિ મહત્વપૂર્ણ અંગ છે. હૃદય સ્વાસ્થ્યની સંભાળ માટે અળસી બીજ ઉપયોગી છે. હૃદય સબંધિત બીમારીથી પીડિત લોકો માટે ફ્લૅક્સ સીડ ઘણા સારા છે.

બીજથી શરીરમાં કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડનું સ્તર નિયંત્રણમાં રહે છે. જેના કારણે હૃદય વિકારોનું પ્રમાણ ઓછું થાય છે. આમ વ્યક્તિના જીવનકાળમાં પણ વધારો થાય છે.

(6) ગર્ભાવસ્થામાં ગુણકારી

પ્રેગનેંસીમાં માતા અને શિશુ બંનેના સ્વાસ્થ્ય માટે સારો હોય તેવો જ ખોરાક આહારરૂપે લેવો જોઈએ. શોધ અનુસાર એવું કહેવાય છે કે અળસીના બીજ પ્રેગનેંટ મહિલાઓ માટે ગુણકારી છે.

શિશુનો સામાન્ય વિકાસ તથા વજન માટે અળસીના બીજ ખાવા જોઈએ. બીજમાં પુષ્કળ પ્રમાણમાં રહેલ ઓમેગા-3 ફૅટી એસિડ બાળકના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.

(7) લીવર ડિસીઝમાં શ્રેષ્ઠ

સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર ફ્લૅક્સ સીડ્સને લીવર સ્વાસ્થ્ય માટે લાભકારી માનવામાં આવે છે. લીવર સબંધી મોટાભાગના વિકારો આ બીજથી દૂર થાય છે.

બીજમાં રહેલ આલ્ફા-લિનોલેનિક એસિડ અને લિનોલેનિક એસિડ લીવર ડિસીઝમાં શ્રેષ્ઠ હોય છે. આ બંને તત્વોના કારણે લીવર સ્વાસ્થ્ય સુરક્ષિત રહે છે.

(8) અસ્થમામાં પ્રભાવી છે

ન્યુયોર્ક મેડિકલ રિસર્ચ યુનિવર્સિટીના સંશોધન અનુસાર અસ્થમાની બીમારીમાં અળસીના બીજ પ્રભાવકારી છે. તેથી અસ્થમા પીડિતોએ આ બીજનું પર્યાપ્ત માત્રામાં સેવન કરવું જોઈએ.

ગરમ પાણી સાથે અથવા અળસી બીજની ચા બનાવીને તમે એને ઉપયોગમાં લઇ શકો છો. આના કારણે શ્વાસ લેવામાં આવતા વિકાર પણ દૂર થાય છે.

(9) દાંતનું દર્દ ઓછુ કરે

ઓછા પૌષ્ટિક ખોરાક સેવનના કારણે શરીરને યોગ્ય રીતે કેલ્શિયમની પ્રાપ્તિ થતી નથી. પરિણામે લોકો દાંત સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓનો શિકાર બને છે.

દાંતમાં થતા દુખાવાનો શ્રેષ્ઠ ઉપાય અળસીના બીજ છે. બીજની અંદર અઢળક માત્રામાં કેલ્શિયમ પોષક તત્વની ઉપસ્થિતિ છે. જેથી દાંત લક્ષી સમસ્યાઓનું નિવારણ થાય છે.

(10) સારી પાચન ક્રિયા માટે

અયોગ્ય આહારશૈલીના કારણે ઘણા લોકો પાચન સમસ્યાઓનો ભોગ બનતા હોય છે. પરંતુ નિયમિત અળસીના બીજ ખાવાથી પાચન ક્રિયામાં સુધાર આવે છે.

આ માટે આખી રાત પાણીમાં પલાળેલા બીજને ઉપયોગમાં લઇ શકો છો. અથવા તુલસી, મધ, મંજીષ્ઠા અને અળસીથી તૈયાર થયેલ ઉકાળો પી શકો છો.

(11) ત્વચાને સુંવાળી બનાવે

રુક્ષ અને મૃત ચામડીની કોશિકાઓના કારણે ત્વચા ખરબચડી અને ખરાબ દેખાય છે. આને સુધારવા માટે લોકો અનેક જાતની ક્રીમ તથા લોશનનો ઉપયોગ કરે છે.

ત્વચાને જીવંત અને મુલાયમ બનાવવા માટે અળસીના બીજ ઉપયોગમાં લેવા જોઈએ. આનાથી તૈયાર થયેલ ફેસ પેકને પણ લગાવી શકાય છે.

(12) ખરતા વાળને રોકે છે

ભોજનમાં પૌષ્ટિક તત્વોની ઉણપના કારણે અનેક સ્વાસ્થ્ય લક્ષી સમસ્યાઓ સર્જાઈ શકે છે. જેમાંથી એક છે વાળ તૂટવા અને તેનું સ્વાસ્થ્ય બગડી જવું.

ખરતા વાળને રોકવામાં અળસી બીજ સહાયક છે. ખોરાકમાં ફ્લૅક્સ સીડને સમાવિષ્ટ કરવાથી પોષક તત્વોની કમી પુરી થાય છે. જેથી નવા વાળનો વિકાસ અને ખરતા વાળ ઓછા થાય છે.

અળસી બીજના નુકસાન (Side Effects of Flax Seeds In Gujarati)

સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અળસી બીજના સેવનથી અનેક ફાયદા પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ ઘણી વાર અળસીથી નુકસાન પણ પહોંચી શકે છે. જેની સવિસ્તાર માહિતી નીચે દર્શાવી છે.

 • પુષ્કળ માત્રામાં અળસી બીજ ખાવાથી પાચન રોગ કબજિયાત થવાની શક્યતા વધી જાય છે.
 • માસિક સ્ત્રાવ દરમિયાન મહિલાઓએ અળસીના સેવનથી બચવું જોઈએ. કારણ કે આનાથી બ્લડિંગ વધી શકે છે.
 • જે લોકો લોહી પાતળું કરવાની દવા લઇ રહ્યા છે. તેઓએ અળસી બીજનો ઉપયોગ નહિવત કરવો જોઈએ.
 • વધારે પડતા અળસી બીજના સેવનથી ઝાડા અથવા ડાયેરિયાની સમસ્યા થઇ શકે છે.
 • બહુ વધારે કાચા અળસી બીજ ખાવાથી શરીરમાં વિષાક્તતા ફેલાઈ શકે છે.
 • ડાયાબિટીસના દર્દીઓએ વધારે માત્રામાં અળસી બીજ ના ખાવા જોઈએ. અમુક વાર આનાથી શરીરમાં શુગર લેવલ વધી જાય છે.
 • કોઈ ટ્રીટમેન્ટ અથવા ગંભીર બીમારીની દવા લઇ રહ્યા છો. તો અળસીના સેવન પૂર્વે એક વાર ડોક્ટરની સલાહ જરૂર લેવી.
 • અત્યાધિક પ્રમાણમાં અળસીનું સેવન એલર્જી અથવા રિએક્શનનું કારણ બની શકે છે.
 • અળસીની અંદર ફાઈબરની પુષ્કળ માત્રા જોવા મળે છે. જેના કારણે અમુક વાર પાચન સંબંધી સમસ્યા સર્જાઈ શકે છે.

અળસી બીજના ઉપયોગ (Uses Of Flax Seeds In Gujarati)

આયુર્વેદિક દવાઓથી લઈને રસ્સી તથા કાપડની બનાવટમાં અળસી ઉપયોગમાં લેવાય છે. અળસી બીજનો ઉપયોગ સામાન્ય રીતે આહારના રૂપમાં થાય છે.

 • અળસી બીજને સીધા કાચા ખાઈ શકાય છે.
 • અળસી દ્વારા હેલ્થી સ્મુધી બનાવી શકાય છે.
 • પાણીમાં ભીંજવેલ ફુગેલા અળસી બીજનું સેવન કરવામાં આવે છે.
 • ગરમ દૂધમાં નાખીને પી શકાય છે.
 • સલાડ અથવા સૂપમાં ફ્લૅક્સ સીડને નાખવામાં આવે છે.
 • અળસીનો પાવડર બનાવીને તેને ઉપયોગમાં લઇ શકાય છે.
 • અળસી બીજ અને પાવડરને દહીંમાં નાખીને સેવનમાં લેવાય છે.
 • સવારના હેલ્થી નાશ્તામાં અળસીને નાખી શકાય છે.
 • અળસીના બીજો દ્વારા સ્વાદિષ્ટ લાડવાનું નિર્માણ થઇ શકે છે.
 • સોજી તથા અળસી બીજનો ટેસ્ટી હલવો બને છે.
 • ઠંડા પીણાંની ઉપર અળસી બીજનો છંટકાવ કરી શકાય છે.

સવાલ-જવાબ (FAQ)

આરોગ્ય માટે ઉત્તમ ગણાતા અળસી બીજ સુપર ફૂડની શ્રેણીમાં સમાવિષ્ટ છે. જેને લઈને લોકોના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો આવે છે. જેમાંના મુખ્ય સવાલોના જવાબ અહીં દર્શાવેલ છે.

(1) શું અળસી બીજને ચિયા બીજના વિકલ્પ રૂપે ખાઈ શકાય?

હા, અળસી બીજને ચિયા બીજના વિકલ્પ રૂપે ખાઈ શકાય છે. કારણ કે બંનેમાં ઘણા પોષક ગુણોની માત્રા એકસમાન છે.

(2) અળસી બીજની તાસીર કેવી છે?

અળસી બીજની તાસીર ગરમ હોય છે. જે શિયાળાની ઋતુ દરમિયાન ઘણા લાભ આપે છે.

(3) કાચા અળસીના બીજ ખાઈ શકાય?

હા, કાચા અળસીના બીજ ખાઈ શકાય છે. પરંતુ સરખી રીતે પાકી ગયેલ અથવા પલાળીને ફુગાયેલ અળસીના બીજ વધારે અસરદાર હોય છે.

(4) શું શેકેલી અળસી વધારે ગુણકારી હોય છે?

આમ તો કાચી, પાવડર રૂપે અને શેકેલી ત્રણેવ અળસી લાભકારી હોય છે. પરંતુ શેક્યા બાદ અળસીમાંથી સાઇનાઇડ નામનું હાનિકારક તત્વ દૂર થઇ જાય છે. જેથી શેકેલી અળસી વધારે ગુણકારી હોય છે.

(5) અળસી દ્વારા પેટની ચરબી ઓછી કરી શકાય છે?

હા, કારણ કે અળસીમાં રહેલ ડાયેટરી ફાઈબર પાચન ક્રિયામાં સુધાર લાવે છે. જેના કારણે પેટ પર જામેલી વધારાની ચરબી ઓછી થાય છે.

આશા કરું છુ Flax Seeds શું છે અને તેના ફાયદા વિષે સારી જાણકારી આપી શકી છુ. મળીએ હવે નવી પોસ્ટમાં ત્યાં સુધી ટેક કેયર.

Leave a Comment