ફણસ ખાવાના 10 મસ્ત ફાયદા | Jackfruit In Gujarati

જેકફ્રુટને ગુજરાતીમાં (Jackfruit In Gujarati) ફણસ કહેવાય છે. આ એક પ્રકારનું ફળ હોય છે, જે સ્વાસ્થ્ય માટે બહુ જ ગુણકારી છે. ભારત તથા દુનિયાના ઘણા દેશોમાં મોટા પાયે ફણસની ખેતી થાય છે. આને લોકો શાકભાજી તથા ફળ તરીકે ઉપયોગમાં લે છે.

એક શોધ અનુસાર તારણ મળ્યું કે, વિશ્વ તેમજ ભારતીય ઉપખંડમાં જોવા મળતું આ અલગ પ્રકારના દેખાવ વાળું એક ખાવાલાયક ફળ છે. આ  ફળનો સ્વાદ મીઠો તથા સ્વાદિષ્ટ હોય છે. આના દ્વારા હલવો, પુરણપોળી, શાક વેગેરે બનાવી શકાય છે.

ફણસ શું છે (Jackfruit In Gujarati)

ખાસ કરીને વિષુવવૃત્તીય જંગલોમાં જોવા મળતા મોટા કદ વાળા લીલા રંગના ફળને ફણસ કહેવામાં આવે છે. ફણસનું ઝાડ દેખાવમાં બહુ મોટું અને ઘટાદાર હોય છે. આના પાંદડા લંબગોળ તથા 4 થી 6 ઇંચ સુધીની લંબાઈ વાળા હોય છે.

વિશ્વના અનેક દેશોમાં આ ફ્રૂટની ખેતી થાય છે. બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા દેશોમાં ફણસને રાષ્ટ્રીય ફળનો દરજ્જો આપવામાં આવ્યો છે. ભારતના કેરળ, તામિલનાડુ, કર્ણાટક અને મહારાષ્ટ્ર રાજ્યમાં ફણસની ઉપજ વધારે થાય છે. દક્ષિણ ગુજરાતમાં પણ આ ફળની ખેતી જોવા મળે છે.

ફણસનું વાનસ્પતિક નામ ઐનતીઆરિસ ટૉક્સિકરીઆ (Antiaris Toxicaria) છે. ફણસને અંગ્રેજીમાં જેકફ્રુટ (Jackfruit) ના નામે ઓળખવામાં આવે છે. આનું વૃક્ષ બહુવર્ષીય હોય છે તથા આ ફળની ઉપર નાના-નાના કાંટા જોવા મળે છે.

ફણસ ખાવાના 10 મસ્ત ફાયદા (Benefits Of Jackfruit In Gujarati)

કદમાં મોટું અને સ્વાદિષ્ટ લાગતું આ ફળ સ્વાસ્થ્ય માટે બહુ જ ગુણકારી સાબિત થયું છે. આની અંદર વિવિધ પ્રકારના પોષક તત્વો ઉપલબ્ધ છે. જેના કારણે ફણસના સેવનથી આપણી તંદુરસ્તી સારી રહે છે.

(1) રોગ પ્રતિકારક શક્તિ વધારે

આજના જમાનામાં સમયની સાથે અનેક પ્રકારના સંક્રમણોનો ફેલાવો થઇ રહ્યો છે. જેના કારણે જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ કમજોર છે. એવા લોકો ઝડપથી સંક્રમણની જાળમાં ફસાઈ જાય છે.

રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવામાં ફણસ લાભકારી છે. વિટામિન સી અને એંટી ઓક્સિડેન્ટથી ભરપૂર આ ફળ સંક્રમણના જોખમને ઓછું કરી શકે છે. સાથે જ આ શરીરમાં લૈક્ટિક એસિડને પણ વધારે છે. જેના લીધે આપણને રોગોનો સામનો કરવાની તાકાત મળે છે.

(2) એનિમિયાથી બચાવ કરે

આપણા શરીરમાં જયારે લાલ રક્તકણો અથવા હિમોગ્લોબીનની ઉણપ સર્જાય ત્યારે એનિમિયા રોગ થાય છે. ભારતમાં પુરુષોની તુલનામાં ખાસ કરીને સ્ત્રીઓને આ રોગ વધારે થાય છે. ડૉક્ટર આનાથી બચવા પોષ્ટીક આહાર લેવાની સલાહ આપે છે.

લાલ રક્તકણોનું પ્રમાણ વધારવામાં ફણસ મદદગાર છે. આ ફળમાં આયર્નની ભરપૂર માત્રા જોવા મળે છે. જે શરીરમાંથી એનિમિયા રોગને દૂર કરી શકે છે. તમે એનિમિયાથી પીડિત છો તો તમારી ડાયેટમાં ફણસને જરૂર સમાવિષ્ટ કરો.

(3) હાડકા મજબૂત બનાવે

હાડકાંના કારણે આપણું પૂરું શરીર મજબૂત રહે છે. પણ અમુક વાર અયોગ્ય ખાન-પાનના કારણે હાડકા કમજોર થઇ જાય છે. હાડકાની સમસ્યાના કારણે લોકો પગ, પીઠ અને કમર વગેરે દુખાવાની ફરિયાદ કરે છે.

હાડકાંની મજબૂતી માટે કેલ્શિયમ વાળા આહાર લેવા જોઈએ. એક સંશોધન અનુસાર એવું તારણ નીકળ્યું છે કે ફણસની અંદર કેલ્શિયમની વધારે માત્ર હોય છે. જેના કારણે હાડકાની મજબૂતી સારી થાય છે.

(4) વજન ઘટાડવામાં મદદગાર

આજના સમયમાં વધારે પડતા બહારના જંકફૂડસ અને અનહેલ્થી આહારના સેવનથી લોકો સ્થૂળતા તરફ વળી જાય છે. સ્થૂળતાના કારણે શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ પણ પ્રવેશ કરે છે.

વજન ઘટાડવામાં ફણસ બહુ જ ઉપયોગી છે. આ ફળમાં ફાઇબર, કેલ્શિયમ. મેગ્નેશિયમ, આયર્ન, પોટેશિયમ, વિટામિન એ અને સી હોય છે. સાથે જ કૈલરીની માત્રા બહુ જ ઓછી હોય છે. જેના કારણે ફળ વજન ઉતારવાની દવા સમાન કાર્ય કરે છે.

(5) માથાના દુખાવામાં રાહત

માથાનો દુખાવો બહુ જ સામાન્ય સમસ્યા છે, જે દરેક વ્યક્તિમાં જોવા મળે છે. પણ ક્યારેક કોઈ સ્થિતિમાં આ સામાન્ય લાગતી સમસ્યા પણ વધી જાય છે. અમુક વાર સતત માથાનો દુખાવો કોઈ ગંભીર બીમારીનો સંકેત પણ હોઈ શકે છે.

સામાન્ય માથાના દુખાવા માટે ફણસનું સેવન બહુ ગુણકારી છે. ફણસના ઝાડના પાનનો માથા ઉપર લેપ કરવાથી માથામાં રાહત મળે છે. સાથે જ આ ફળનો રસ પીવો પણ ગુણકારી છે.

(6) સોજા ઉતારવામાં સહાયક

અમુક વાર કશુંક વાગવાના કારણે કોઈ ઘાવ અથવા સોજા આવે છે. સામાન્ય રીતે સોજા 2-3 દિવસમાં આપમેળે જ ઠીક થઇ જાય છે. પણ સોજા વધારે વખત રહે તો શેક અથવા માલિશ જેવા ઘરેલુ ઉપચાર કરવા જોઈએ.

એક શોધ અનુસાર એવું કહેવામાં આવ્યું છે કે, સોજા ઉતારવામાં ફણસ લાભકારી છે. ફણસ વૃક્ષના પાંદડાનો લેપ સોજા વાળી જગ્યા પર લગાડવાથી સોજો મટે છે. આના સિવાય તમે ફણસ ખાઈ પણ શકો છો. આમાં રહેલ ફ્લેવોનોઈડ એંટી ઇન્ફ્લેમેટરી ગુણના કારણે જલ્દી જ સોજામાં રાહત થાય છે.

(7) ત્વચાને સ્વસ્થ બનાવે

અયોગ્ય ખાન-પાન ના કારણે શરીર સ્વાસ્થ્યની સાથે ત્વચા સ્વાસ્થ્યને પણ નુકસાન પહુંચે છે. ત્વચા કુદરતી રૂપથી જ સ્વસ્થ હોય તો તેને ક્રીમ કે લોશનની વધારે જરૂર નથી પડતી. આના માટે ડૉક્ટર વધારે કરીને ફળ ખાવાની સલાહ આપે છે.

ત્વચાને હેલ્થી રાખવા માટે તમે ફણસને ઉપયોગમાં લઇ શકો છો. આ ફળનો લેપ ચેહરા પર લગાવવાથી ત્વચા સુંદર અને ચમકદાર બને છે. રોજ આ ફળના સેવનથી ત્વચા સ્વસ્થ રહે છે.

(8) આંખો માટે લાભદાયી

આંખ શરીરનું એક બહુ જ જરૂરી અને મહત્વપૂર્ણ અંગ છે. આંખ દ્વારા આપણે આસપાસના જગતને નિહાળી શકીએ છીએ. પણ ઘણી વાર સંક્રમણ અથવા અન્ય કોઈ કારણોસર આંખોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે

દ્રષ્ટિ સુધાર માટે તમે ફણસ ખાઈ શકો છો. આમાં વિટામિન એ સારી માત્રામાં ઉપલબ્ધ છે. જે આંખોની દ્રષ્ટિને સુધારવામાં મદદગાર છે. મોતિયો તથા આંખોમાં ધૂંધળું દેખાવું જેવી સમસ્યાથી પીડિત છો તો આને જરૂર ઉપયોગમાં લો.

(9) રક્તચાપમાં સુધાર લાવે

રક્તવાહિનીઓની દીવાલો પર લોહીના પરિભ્રમણના કારણે સર્જાતા દબાણને રક્તચાપ કહેવામાં આવે છે. મુખ્ય રૂપથી આના 2 પ્રકાર જોવા મળે છે, એક ઉચ્ચ અને બીજું નીચું રક્તચાપ. આ સમસ્યા થવા પાછળ ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે.

રક્તચાપમાં સુધાર લાવવા માટે ફણસ ફળ મદદરૂપ બને છે. આની અંદર પોટેશિયમની વધારે માત્રા હોય છે. જેના કારણે શરીરમાંથી સોડિયમની માત્રા ઓછી થાય છે અને રક્તચાપમાં નિયંત્રણ થયેલ જોવા મળે છે.

(10) વાળને ચમકદાર બનાવે

વાળ આપણા સૌંદર્ય માટે વિશિષ્ટ છે. લાંબા, ચમકદાર તથા ભરાવદાર વાળ મહિલાઓની સુંદરતા વધારવામાં મદદગાર છે. પણ કોઈક કારણોસર વાળનું સ્વાસ્થ્ય લથડતું જાય છે. અને વાળ ખરવા, તેની ચમક ઓછી થવી જેવી સમસ્યાઓ ઉભી થાય છે.

આ સમસ્યાનો નિકાલ લાવવામાં ફણસ ફળ લાભકારક છે. આ ફળમાં થાયમીન, રાઇબોફ્લેવિન જેવા વિટામિન બી ના સ્વરૂપો જોવા મળે છે. જે મુખ્યરૂપથી નવા વાળ ઉગાડવા અને ખરતા વાળ અટકાવવામાં ઉપયોગી છે.

ફણસથી થતા નુકસાન (Side Effects Of Jackfruit In Gujarati)

ગુણકારી ફળ ફણસ અનેક ફાયદાઓથી ભરપૂર છે. પરંતુ આનાથી અમુક નુકસાન પણ થઇ શકે છે. જેથી હમેશા તાજું અને સ્વસ્થ ફણસ સેવન તથા ઉપયોગમાં લેવું જોઈએ.

 • ફણસ વધારે માત્રમાં ખાવાથી પાચનલક્ષી સમસ્યાઓ ઉભી થઇ શકે છે.
 • સંવેદનશીલ પ્રકૃતિ વાળા લોકોમાં આના કારણે એલર્જી પણ થઇ શકે છે.
 • વધારે પડતું આ ફળનું સેવન રોગ પ્રતિરક્ષા પ્રણાલીને બગાડી શકે છે.
 • ફળમાં ફાઈબરની અત્યાધિક માત્રા જોવા મળે છે. જેના કારણે પેટ સંબંધિત સમસ્યાઓ થવાની શક્યતા રહે છે.
 • આ ફળના વધારે સેવનથી શરીરમાં ગ્લૂકોજનું પ્રમાણ વધી શકે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ યોગ્ય પ્રમાણમાં આ ફળ ખાવું જોઈએ.

ટૂંકમાં કહીયે તો ફળને બહુ વધારે માત્રામાં ન ખાવું. તથા જો તમને કોઈ બીમારી હોય તો ફણસ ખાતા પહેલા ડોક્ટરની સલાહ લો.

ફણસના ઉપયોગ (Jackfruit Uses In Gujarati)

અનેક ફાયદાઓથી ભરપૂર ફણસના ઘણા ઉપયોગ થઇ શકે છે. સામાન્ય રીતે આને કાપીને અથવા તેનો રસ કાઢીને પીવામાં આવે છે. આના સિવાય તમે ઘણા ઘરગથ્થુ ઉપચાર પણ કરી શકો છો.

 • મોઢામાં ચાંદા પડ્યા હોય તો ફણસના બીજને ઘસવાથી તે મટી જાય છે.
 • ફણસ અને આંબાની છાલનો રસ કાઢીને તેમાં ચુનાનું પાણી મેળવી પીવાથી રકતઅતિસાર અને કોલેરામાં રાહત થાય છે.
 • પેટ ખરાબી સાથે ઝાડા વધુ થયા હોય તો કાચું ફણસ ખાવાથી ઝાડા મટે છે.
 • ફણસની ડાળી, ફળ અને પાંદડાનો લેપ બનાવીને મોઢામાં રાખવાથી મોં માંથી દુર્ગંધ દૂર થાય છે.
 • સ્વચ્છ અને તાજા ફણસનો રસ પીવાથી ગળાના રોગમાં ફાયદો થાય છે.

ફણસના પોષક ગુણ

 1. પાણી – 73.5 g
 2. ઉર્જા – 95 kcal
 3. પ્રોટીન – 1.72 g
 4. ફેટ – 0.65 g
 5. કાર્બોહાઇડ્રેટ – 23.25 g
 6. ફાઈબર – 1.5 g
 7. શુગર – 19.08 g
 8. કેલ્શિયમ – 24 mg
 9. આયર્ન – 0.23 mg
 10. મેગ્નેશિયમ – 29 mg
 11. ફાસફારોસ – 21 mg
 12. પોટેશિયમ – 448 mg
 13. સોડિયમ – 2 mg
 14. ઝીંક – 0.13 mg
 15. વિટામિન સી – 13.7 mg
 16. થાયમીન – 0.115 mg
 17. રાઇબોફ્લેવિન – 55 mg
 18. નિયાસિન – 0.920 mg
 19. વિટામિન બી 6 – 0.329 mg
 20. ફોલેટ – 24 mg
 21. વિટામિન એ – 110 iu
 22. ફેટી એસિડ – 0.155 g

જોયું તમે? ફણસમાં 20 થી પણ વધુ પોષક ગુણોનો ભંડાર છે. આ માટેજ અમુક સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખનાર લોકો ફણસ ખાવાનું પસંદ કરે છે.

આશા કરું છું ફણસ ખાવાના 10 મસ્ત ફાયદા (Jackfruit In Gujarati) ની સારી જાણકારી આપી શકી છું. પોસ્ટ પસંદ આવી હોય તો દોસ્તો સાથે જરૂર શેયર કરો.

Leave a Comment