કેસુડા ફૂલના 10 ફાયદા અને ઉપયોગ | Kesuda Na Phool In Gujarati

ફૂલ એ પ્રકૃતિનું એક અનોખું નિર્માણ છે. જે પોતાની મનમોહક સુગંધ અને સુંદરતા દ્વારા દરેક માણસના હૃદયમાં સ્થાન બનાવી લે છે. અગણિત ફાયદાઓથી ભરપૂર Kesuda Na Phool પણ આવા જ હોય છે. જે દેખાવમાં રૂપાળા અને સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે.

આ રૂપાળું ફૂલ ખાસ કરીને ભારતના દરેક ક્ષેત્રમાં ઉગે છે. જેના કારણે લોકો તેને વધારે ઓળખતા થયા છે. કેસૂડાંના ફૂલ જ નહિ પણ સાથે-સાથે તેનો છોડ પણ બહુ ગુણવત્તા યુક્ત હોય છે. જેના કારણે આપણે અનેક સ્વાસ્થ્ય લક્ષી સમસ્યાઓને દૂર કરી શકીએ છીએ.

કેસૂડાંના ફૂલ (Kesuda Na Phool In Gujarati)

ભારતના ઘણા હિસ્સામાં જોવા મળતા કેસરી રંગના અણીદાર ફૂલોને કેસૂડાંના ફૂલ કહેવામાં આવે છે. આ ફૂલ કબાસી નામના પરિવારથી સંબંધ રાખે છે. જેનું વૈજ્ઞાનિક નામ બ્યુટીયા મોનોસ્પર્મા (Butea Monosperma) છે. કેસૂડાંને અંગ્રેજીમાં Sacred Tree કહેવામાં આવે છે.

કેસૂડાં છોડની છાલ, બીજ, પાંદડા, મૂળિયાં, ડાળખી અને ફૂલનો ઉપયોગ વિભિન્ન પ્રકારની આયુર્વેદિક દવાઓમાં થાય છે. કેસૂડાંનો છોડ વળાંક વાળો અને 12 થી 15 મીટર જેટલી ઊંચાઈ વાળો હોય છે. વસંત ઋતુમાં આની ઉપર ફૂલ જોવા મળે છે.

આ ફૂલ સફેદ, પીળા, નારંગી અને કેસરી રંગના હોય છે. વસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની આસપાસ કેસૂડાંનો છોડ છે. તો તેમાં ભ્રમ્હા, વિષ્ણુ, મહેશ ત્રણેવનો વાસ હોય છે. આની અંદર રહેલ પોષક તત્વોના કારણે આ ફૂલ ઘણી બીમારીઓનો નાશ કરી શકે છે.

કેસૂડાં ફૂલના 10 ઔષધિય ફાયદા

સુંદરતાથી ભરપૂર કેસૂડાં ફૂલના ઘણા ચમત્કારી ફાયદા જોવા મળે છે. જેના કારણે આપણે અનેક સ્વાસ્થ્ય લક્ષી સમસ્યાઓનો નિકાલ કરી શકીએ છીએ. આમાં રહેલ ખાસ તત્વોના લીધે ફૂલ આયુર્વેદિક દ્રષ્ટિથી ઘણું ગુણકારી છે.

(1) નેત્ર રોગોમાં અસરકારક

આંખ શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે. આંખ દ્વારા આપણે આસપાસના જગતને નિહાળી શકીએ છીએ. પરંતુ ઘણી વાર નેત્ર વિકારની સમસ્યા ઉભી થાય છે. જેના કારણે દ્રષ્ટિ ધૂંધળી થવી, આંખ લાલ થવી, પાણી નીકળવું, દુખાવો થવો જેવા લક્ષણો દેખાય છે.

આને દૂર કરવામાં કેસૂડાંનું ફૂલ મદદગાર બને છે. આ ફૂલના લીધે આંખોમાં ઝાંઝવા પડવા, ફોડકી થવી, આંખો આવવી જેવા દ્રષ્ટિ વિકાર દૂર થાય છે. સાથ-સાથે મોતિયાની સમસ્યામાં પણ આ ફૂલ લાભકારક છે.

ઉપયોગ કરવાની રીત

 • તાજા કેસૂડાંના ફૂલનો રસ આંખમાં નાખવાથી તમામ પ્રકારની નેત્ર સમસ્યાઓ દૂર થાય છે.
 • કેસુડાના ફૂલનો લેપ આંખની આસપાસ લગાવવાથી આંખોને ઠંડક મળે છે.

(2) ડાયાબિટીસમાં ગુણકારી

લોહીમાં ગ્લુકોજનું પ્રમાણ વધી જવાથી ડાયાબિટીસની સમસ્યા થાય છે. આની પાછળ અપૂરતા ઇન્સ્યુલિનનો સ્ત્રાવ જવાબદાર હોય છે. મધુપ્રમેહ વધવાથી આના ઘણા નકારાત્મક પ્રભાવ પણ જોવા મળે છે.

આનાથી બચવા માટે તમે કેસૂડાંના ફૂલને ઉપયોગમાં લઇ શકો છો. આમાં જોવા મળતા એન્ટિહાઇપરગ્લિસેમિક (Antihyperglysemic) ગુણના કારણે મધુપ્રમેહને ઓછું કરી શકાય છે.

કેવી રીતે ઉપયોગ કરવો

 • 200 મિલીગ્રામ કેસૂડા ફૂલનો બારીક ભુક્કો 2 અઠવાડિયા સુધી ગરમ પાણીમાં નાખીને પીવાથી ડાયાબિટીસ નું પ્રમાણ ઓછું થાય છે.
 • રાત્રે કેસુડાના ફૂલને પાણીમાં પલાળીને તે પાણી સવારમાં પીવાથી ડાયાબિટીસમાં રાહત મળે છે.

(3) લોહીને ચોખ્ખું કરે છે

માનવ શરીરમાં લોહી ચોખ્ખું હોય તો તે અનેક સમસ્યાઓ સામે આપણને રક્ષણ આપે છે. સજીવ શરીરમાં રહેલ લાલ પ્રવાહી ઘટકને લોહીના નામથી ઓળખવામાં આવે છે. અયોગ્ય પદાર્થોના કારણે રક્તમાં ગંદકી ફેલાય છે.

લોહીને ચોખ્ખું કરવામાં કેસુડાના ફૂલ સહાય કરે છે. કોઈ અન્ય દવાના બદલે તમે કેસુડાના ફૂલને ઉપયોગમાં લેશો તો વધારે સારું રહેશે. આના કારણે થતા સાઈડ ફફેક્ટસ બહુ ઓછા છે. તમે નિશ્ચિતપણે કેસુડા ફૂલનો ઉપયોગ કરી શકો છો.

ઉપયોગ કરવાની રીત

 • લોહીનું શુદ્ધિકરણ કરવા માટે કેસુડાનો ઉકાળો પીવો જોઈએ.
 • સ્વચ્છ કેસુડાનું ચૂર્ણ ખાવાથી પણ લોહી શુદ્ધ થાય છે.

(4) પાચન શક્તિમાં સુધાર કરે

આપણે સેવન કરેલા ખોરાકને પચાવવામાં પાચનક્રિયા મદદ કરે છે. આ પ્રક્રિયા જઠર અને આંતરડામાં થાય છે. પરંતુ ઘણીવાર અયોગ્ય ખોરાકના કારણે પાચનતંત્ર સારી રીતે કાર્ય કરી શકતું નથી.

આના યોગ્ય ઉપચાર માટે તમે Kesuda Na Phool લઇ શકો છો. આમાં મુખ્યરૂપથી રહેલ એંટી-ઓક્સિડેટીવ અને એંટી-ઓક્સિડેન્ટ ગુણ ખોરાક પાચનમાં મદદ કરે છે. આના કારણે પાચન પ્રક્રિયામાં બહુ ઓછા સમયમાં સુધાર આવે છે.

કેવી રીતે ઉપયોગ કરવો

 • કેસુડા છોડ પરથી થોડા તાજા ફૂલ લઈને તેનો રસ કાઢી પીવાથી પાચન શક્તિ વધે છે.
 • નાગરવેલના પાંદડા સાથે કેસુડાના ફૂલ વાટીને ખાવાથી પાચન ક્રિયા સારી થાય છે.

(5) તાવ મટાડવામાં મદદરૂપ

શરીરનું તાપમાન જયારે સામાન્યથી વધુ થઇ જાય ત્યારે તાવ અથવા જ્વરની સ્થિતિ ઉત્પન્ન થાય છે. તાવ આવવા પાછળના ઘણા કારણો હોય છે. પણ સામાન્ય રીતે આ ગલત ખાનપાન અને બદલાતી જીવનશૈલીના કારણે થાય છે.

સામાન્ય તાવને સાજો કરવા માટે કેસુડાના ફૂલ લાભકારી છે. એક શોધ અનુસાર એવું કહેવામાં આવ્યું છે, કે શરીરના કોઈ પણ પ્રકારના સંક્ર્મણને કેસુડાના ફૂલ દૂર કરી શકે છે. આમ તમે પણ તાવની સ્થિતિમાં કેસૂડાંને અજમાવી શકો છો.

ઉપયોગ કરવાની રીત

 • આયુર્વેદિક પદ્ધતિથી બનેલા ઉકાળામાં આ ફૂલનો રસ નાખીને પીવાથી રાહત થાય છે.
 • તાવ દરમિયાન બહુજ માથું દુખતું હોય તો ઠંડક માટે ફૂલનો લેપ માથા પર લગાવી શકો છો.

(6) રક્તપિતમાં બચાવ કરે

રક્તપિત એક લાંબા સમયગાળા સુધી ચાલતો ચેપી રોગ છે. જે માયોબેક્ટેરીયમ લેપ્રે નામના બેકટેરિઆ દ્વારા ઝડપથી ફેલાવો કરે છે. આ ખુબ જ ચેપી રોગ છે, જે ખાંસી કે ઉધરસ મારફતે અનેક લોકોની ઉપર આક્રમણ કરે છે.

આ ખતરનાક બીમારીમાં યોગ્ય સારવાર કરાવવી બહુ જરૂરી છે. સાથે-સાથે તમે આ રોગમાં ગુણકારી કેસુડાના ફૂલનો ઉપયોગ કરી શકો છો. આમાં જોવા મળતા માઈક્રો બેકટેરીઅલ ગુણ સંક્રમણમાં અમુક હદ સુધી બચાવ કરી શકે છે.

ઉપયોગ કરવાની રીત

 • આ પ્રકારના રોગમાં કેસુડાના ફૂલનો રસ પીવો લાભકારક છે.
 • રોગના કારણે શરીર પર થયેલ ફોડલામાં કેસૂડાંનો લેપ લગાવવો જોઈએ.

(7) પાઈલ્સ/હરસ નો ઉપચાર

વ્યક્તિને બહુ પરેશાન કરતી આ બીમારીને ઘણા બધા લોગો અંગત ગણીને છુપાવે છે. આ બીમારી કોઈને કહેવાય નહિ અને સહેવાય પણ નહિ જેવી પરિસ્થતિ ઉભી કરે છે. આમાં વ્યક્તિને મસામાં બહુ લોહી વહેતુ હોય છે. જેના કારણે તેને અસહ્ય દુખાવો પણ થાય છે.

આ પ્રકારના મસાના ઈલાજ માટે તમે કેસુડા ફૂલનો કુદરતી ઉપાય કરી શકો છો. NCBI ના એક રિપોર્ટ અનુસાર કેસુડા ફૂલના ભુક્કામાં મૈગનીજ નામનું ખનીજ તત્વ રહેલ છે. જે પાઈલ્સ/હરસ નો યોગ્ય ઉપચાર કરે છે.

કેવી રીતે ઉપયોગ કરવો

 • આ ગંભીર સમસ્યામાં વ્યક્તિએ કેસૂડાનો ઉકાળો પીવો જોઈએ.

(8) યૌન શક્તિ વધારે

યૌન ઉર્જાને વધારવા માટે યુગલો ઘણા બધા ઈલાજ કરે છે. તેમાં દવાથી લઈને પ્રોડક્ટ જેવું ઘણું બધું હોય છે. પરંતુ આના કારણે ઘણીવાર શારીરિક સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ પણ પડી શકે છે.

પ્રાકૃતિક રૂપથી યૌન શક્તિ વધારવા માટે તમે કેસુડાના ફૂલ ઉપયોગમાં લઇ શકો છો. આની અંદર જોવા મળતા ઓક્સિડેટીવ ગુણ પુરુષોની યૌન શક્તિ વધારવામાં મદદ કરે છે. આ સાથે સંપૂર્ણ શરીર સ્વાસ્થ્ય પર પણ સારી અસર જોવા મળે છે.

ઉપયોગ કરવાની રીત

 • ગુણકારી ફૂલથી તૈયાર થયેલ આયુર્વેદિક કાઢાને પીવાથી યૌન રોગોમાં આરામ પ્રાપ્ત થાય છે.

(9) વાળ માટે ફાયદાકારક

સ્વસ્થ અને ભરાવદાર વાળ દરેક વ્યક્તિને પસંદ હોય છે. આની માટે લોકો ઘણી બધી મોટી-મોટી બ્રાન્ડ્સના શેમ્પુ તથા તેલ વાપરે છે. પરંતુ આનાથી જોઈએ એવો સુધારો નથી આવી શકતો.

આનાથી બચવા Kesuda Na Phool ને હર્બલ ઔષધિ તરીકે ઉપયોગમાં લઇ શકો છો. શોધ અનુસાર કેસુડામાં એંટી-ઓઈક્સિડેન્ટ ગુણ જોવા મળે છે. જેના કારણે ખરતા વાળની સમસ્યા દૂર થાય છે અને નવા વાળ પણ ઉગવાના શરૂ થાય છે.

કેવી રીતે ઉપયોગ કરવો

 • કેસુડા ફૂલનો લેપ માથા ઉપર લગાવવાથી હેર ફૉલ ઘણા પ્રમાણમાં ઓછું થાય છે.

(10) દાદની અસર ઓછી કરે

દાદ એક પ્રકારની ત્વચા લક્ષી સમસ્યા છે. જે મુખ્ય રૂપથી ફંગલ સંક્રમણના કારણે થાય છે. આના લીધે ચામડી પર બળતરા અને ખંજવાળ આવે છે. આ સમસ્યા ત્વચા ઉપર તેજીથી ફેલાય છે. એટલા માટે આનો જલ્દી જ ઉપચાર કરવો જોઈએ.

દાદ સંક્રમણની અસરને ઓછી કરવામાં કેસૂડાનું ફૂલ ઉપયોગી છે. આમાં રહેલ એંટી-ફંગલ ગુણ ત્વચા પર થતો દાદ રોગનો ફેલાવો અટકાવે છે. જેના કારણે ફંગલ ઇન્ફેકશનમાં આપણને રાહત પ્રાપ્ત થાય છે.

ઉપયોગ કરવાની રીત

 • સૌપ્રથમ કેસૂડાની છાલ અને તેના ફૂલને વાટીને લેપ બનાઓ.
 • આ લેપ શરીર પર લગાવવાથી દાદનો પ્રભાવ ઓછો થાય છે.

નગોડ પાનના ફાયદા અને નુકસાનની જાણકારી

કેસુડા ફૂલથી થતા નુકસાન

સામાન્ય રીતે કેસુડા ફૂલના અનેક લાજવાબ ફાયદા જોવા મળે છે. પણ અમુક પરિસ્થિતિમાં આ નુકસાન પણ કરી શકે છે. તેથી તેનો ઉપયોગ હમેશા યોગ્ય રીતે જ કરવો જોઈએ.

 • એક શોધ અનુસાર એવું તારણ નીકળ્યું છે, કે કેસુડાના ફૂલ ગર્ભનિરોધક તરીકે કાર્ય કરે છે. જેથી ગર્ભવસ્થા દરમિયાન આ ફૂલના બીજનો ઉપયોગ ના કરવો.
 • ફૂલના ઉપયોગથી શુક્રાણુનો પ્રભાવ ઓછો થઇ શકે છે. એટલે હમેશા આના ઉપયોગ પહેલા ડોક્ટરી સલાહ જરૂર લેવી.
 • સંવેદનશીલ પ્રકૃતિ વાળા લોકોએ આના સેવનથી બચવું જોઈએ. આના કારણે અમુક લોકોમાં એલર્જીની સમસ્યા સર્જાઈ શકે છે.

કેસુડા ફૂલના ઉપયોગ પહેલા આ સાવધાની રાખો

કેસુડાના ફૂલથી થતા અમુક નુકસાનોને અટકાવવા માટે થોડી સાવધાની રાખવી જોઈએ. જેની સંપૂર્ણ માહિતી અમે નીચે દર્શાવી છે.

 • ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓએ કેસુડાના ફૂલ ઉપયોગમાં લેતા પહેલા ડોક્ટરી સલાહ લેવી.
 • ફૂલને ઉપયોગમાં લેતા પહેલા હમેશા સ્વચ્છ ગરમ પાણીથી તેને ધોઈ લેવા જોઈએ.
 • તમે કોઈ ગંભીર બીમારીથી પીડિત છો. તો તેની દવા સાથે કેસૂડાંને ના લેવો જોઈએ.

આશા કરું છું કેસુડા ફૂલના 10 ફાયદા અને ઉપયોગ (Kesuda Na Phool In Gujarati) ની જાણકારી આપવામાં સફળ રહી છું. મળીએ આપણી બીજી પોસ્ટમાં ત્યાં સુધી ટેક કેયર.

Leave a Comment