રાજ્યમાં નારી સુરક્ષાને ધ્યાનમાં રાખતા ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે, તેમાંથી એક છે અભયમ સુરક્ષા સેવા.જેમાં તેનો મુખ્ય મહિલા હેલ્પલાઇન નંબર 181 છે. આ નંબર પર કોલ કરીને તમે તાત્કાલિક ધોરણે મદદ મેળવી શકો છો.
જો કોઈ મહિલા ઘરેલુ હિંસા, દહેજ પ્રથા, લૈંગિક શોષણ, ગેરવર્તન અથવા કોઈપણ પ્રકારના અત્યાચારનો શિકાર થઈ હોય, તો તે આ હેલ્પલાઇન પર ફોન કરી શકે છે. તેમાં અભયમ ટીમ દ્વારા તેઓને સલાહ અથવા તેઓની જરૂરત પ્રમાણે સહાય કરવામાં આવે છે.
આ સેવા રાજ્યભરમાં 24 કલાક ઉપલબ્ધ હોય છે, જેથી મહિલાઓ કોઈ પણ સમયે તેઓનો સંપર્ક કરી શકે. વધતા જતા અપરાધને કાબુમાં લેવા માટે આવી હેલ્પલાઇન બનાવવામાં આવે છે. જે મુખ્ય રીતે સ્ત્રીઓના સામાજિક હક્કો માટે કાર્ય કરે છે.
મહિલા હેલ્પલાઇન નંબર
કોઈ પણ યુવતી, કિશોરી, મહિલા અથવા વૃદ્ધા મુસીબતમાં ફસાઈ હોય તો આવા સમયે હેલ્પ લાઈન ઉપર કોલ જોડી શકે છે. મહિલાઓ માટે કાર્ય કરતી અભયં મહિલા હેલ્પલાઇનનો નંબર 181 છે.
કોલ કર્યા બાદ હેલ્પલાઇનની ટીમ પહેલા ફરિયાદીની સમસ્યા સાંભળે છે અને જરૂરી સલાહ આપે છે. જો આવશ્યક હોય તો પોલીસ, કાયદાકીય સહાય, મેડિકલ સપોર્ટ અથવા આશ્રયગૃહ સાથે જોડે છે.
ગુજરાત સરકાર દ્વારા આ સેવા મફતમાં પૂરી પાડવામાં આવે છે અને કોલ કરનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે. જેથી મહિલાઓ નિડરતાથી મદદ માંગી શકે. અત્યાર સુધી રાજ્યની અનેક મહિલાઓ આનો લાભ લઇ ચુકી છે.
અભયમ મહિલા હેલ્પલાઇન વિશે
આ હેલ્પલાઇન મહિલાઓ માટે ફક્ત એક ફોન કોલ જેટલી જ દૂર છે. આ હેલ્પલાઇન થકી મહિલા સશક્તિકરણ તરફ એક મહત્વનું પગલું છે. આના દ્વારા મહિલાઓ પોતાના મૂળભૂત અધિકારો માટે લડી શકે છે એ પણ સરકારની મદદ થકી.
મુખ્ય રીતે રાજ્યની સ્ત્રીઓને સહાય આપવા માટે બનાવેલી આ સુવિધા અંગેની જાણકારી તમે નીચે અનુસાર જોઈ શકો છો.
વિભાગ | સેવાઓ/મદદ |
---|---|
હેલ્પલાઇન નંબર | 181 (24×7 મફત સેવા) |
ઇમરજન્સી હેલ્પ | ઘરેલુ હિંસા, શોષણ, દહેજ, અપહરણ કિસ્સાઓમાં તાત્કાલિક હસ્તક્ષેપ |
કાયદાકીય મદદ | પોલીસ ફરિયાદ, કોર્ટ કેસ, પરિવારકીય વિવાદોમાં સલાહ |
મેડિકલ સહાય | હિંસા/શોષણ પીડિતો માટે ડૉક્ટર, માનસિક સ્વાસ્થ્ય સહાય, મેડિકલ રિપોર્ટ |
સલામતી/રક્ષણ | જોખમી પરિસ્થિતિમાં સુરક્ષિત સ્થળે સ્થળાંતર (આશ્રયગૃહ સાથે જોડાણ) |
મનોસામાજિક સહાય | તણાવ, ડિપ્રેશન, ટ્રોમા માટે કાઉન્સેલિંગ |
આર્થિક સહાય | સરકારી યોજનાઓ (જેવી કે વિધવા પેન્શન, સ્વરોજગાર લોન)ની માહિતી |
ગુપ્તતા | કોલરની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે (Confidential) |
વૈકલ્પિક નંબર | 1090 (મહિલા પાવર હેલ્પલાઇન), 100 (પોલીસ), 1091 (મહિલા સુરક્ષા) |
ઓફિસિયલ વેબસાઇટ | https://wcd.gujarat.gov.in |
અભયમ હેલ્પલાઇન દ્વારા અપાતી સેવાઓ
ગુજરાત સરકાર દ્વારા મહિલાઓના હિતોને ધ્યાનમાં રાખીને આ યોજના બનાવવામાં આવી છે. જેમાં અનેક પ્રકારની સુવિધાઓ પ્રદાન કરવામાં આવે છે. આના દ્વારા મહિલાઓને બની શકે તેટલા જલ્દી મદદ આપવામાં આવે છે.
અભયમ હેલ્પલાઇન દ્વારા મહિલાઓને કઈ કઈ મદદ મળવા પાત્ર છે તેની તમામ જાણકારી અહીં દર્શાવવામાં આવી છે.
કાયદાકીય સહાયતા
- ઘરેલુ હિંસા, દહેજ-સંબંધિત પ્રશ્નો, ગેરકાયદે શોષણ વિરુદ્ધ કાયદાકીય સલાહ.
- મુકદ્દમો દાખલ કરવામાં અથવા પોલીસમાં ફરિયાદ કરવામાં મદદ.
મનોવૈજ્ઞાનિક સહાય
- હિંસા અથવા શોષણથી પીડિત મહિલાઓને કાઉન્સેલિંગ.
- સંસ્થા તરફથી રક્ષણ અને સલામતી આપવામાં આવે છે.
રહેવા માટે સ્થળ
- જો તમને ઘરમાં કે બહાર ખતરો હોય, તો તમને સલામત સ્થળે પહોંચાડવામાં મદદ.
- જરૂરિયાતમંદ મહિલાઓને સરકારી આશ્રયગૃહ (Shelter Home) સાથે જોડવામાં આવે છે.
મેડિકલ સહાય
- શારીરિક અથવા લૈંગિક હિંસાના શિકાર થયેલ મહિલાઓને દવાખાને રેફર કરવામાં આવે છે.
- સાથે જ બધી રીતે તેની મેડિકલ તપાસ પણ જે તે સંસ્થા દ્વારા કરવામાં આવતી હોય છે.
આર્થિક સહાય
- સરકારી યોજનાઓ (જેવી કે વિધવા પેન્શન, સ્વાવલંબન યોજનાઓ) વિશે માહિતી અપાય છે.
- મહિલાઓ પોતાની રીતે પગભર કેવી રીતે બની શકે છે જેની જાણકારી આપવામાં આવે છે.
24/7 હેલ્પલાઇન સુવિધા
- કોઈપણ સમયે ફોન કરી સલાહ અથવા ઇમરજન્સી મદદ મેળવી શકાય છે.
- ખાલી મહિલાઓએ પોતાના ફોન પરથી 181 મહિલા હેલ્પલાઇન ડાયલ કરવાનું રહેશે.
આ રીતે લોકોને મદદરૂપ બનતી આ હેલ્પલાઇન ખુબ જ સારું અને મહિલાઓના હિતોના રક્ષણનું કાર્ય કરી શકે છે. ગુજરાત રાજ્યના મોટા શહેરથી લઈને અંતરિયાળ ગામડાઓની મહિલાઓ આ હેલ્પલાઇન દ્વારા મદદ માંગી શકે છે.
અન્ય ઉપયોગી હેલ્પલાઇન નંબર
કોઈ પણ સમયે આફત આવી શકે છે, તેથી જો અમુક હેલ્પલાઇન નંબર તમારી પાસે હશે તો ત્યાં ફોન કરી શકો છો. અહીં નીચે અમે આવા જ કેટલાક ઉપયોગી તમામ હેલ્પલાઇન નંબરની જાણકારી તથા તેના દ્વારા અપાતી સુવિધાઓ અંગેની વાત કરી છે.
રાષ્ટ્રીય મહિલા હેલ્પલાઇન નંબર
- નંબર: 181 (24×7 મફત સેવા)
- સેવાઓ: ઘરેલુ હિંસા, દહેજ, લૈંગિક શોષણ, કાયદાકીય સલાહ, મેડિકલ સહાય, આશ્રયગૃહ સેવાઓ.
પોલીસ ઇમરજન્સી નંબર
- નંબર: 100
- સેવાઓ: કોઈપણ જરૂરી સ્થિતિમાં પોલીસ સહાય.
મહિલા પાવર હેલ્પલાઇન
- નંબર: 1090
- સેવાઓ: મહિલાઓ સામેના ગુનાઓ, સ્ટોકિંગ, શોષણ વગેરે માટે વિશેષ સહાય
મહિલા સુરક્ષા સેલ
- નંબર: 1091
- સેવાઓ: મહિલા સુરક્ષા સંબંધિત ફરિયાદો
ચાઇલ્ડ હેલ્પલાઇન
- નંબર: 1098
- સેવાઓ: બાળકો સાથે જોડાયેલી સમસ્યાઓ અને શોષણ
સ્વાસ્થ્ય હેલ્પલાઇન
- નંબર: 104
- સેવાઓ: આરોગ્ય સંબંધિત સલાહ અને માર્ગદર્શન
સવાલ જવાબ (FAQS)
ઘણા લોકો મહિલા હેલ્પલાઇન વિશે જાણવા માંગતા હોય છે, તેઓના મનમાં પણ આને લઈને અનેક સવાલો હોય છે. તેમાંથી મુખ્ય સવાલોના જવાબોને અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
(1) મહિલા હેલ્પલાઇન નંબર કયો છે?
ખાસ કરીને મહિલાઓને સુરક્ષા પુરી પાડતો અભયમ હેલ્પલાઇન નંબર 181 છે. જેના પર કોલ કરીને તમે મદદ માંગી શકો છો.
(2) મહિલા હેલ્પલાઇન નંબર 181 પર ક્યારે કોલ કરવો?
જો તમે ઘરેલુ હિંસા, દહેજ દબાણ, લૈંગિક શોષણ, ગેરવર્તન, અથવા કોઈપણ અન્યાયનો શિકાર થયાં હોવ, તો તમે 181 પર કોલ કરી શકો છો.
(3) શું આ સેવા ગુજરાતના બધા જિલ્લાઓમાં ઉપલબ્ધ છે?
હા, 181 હેલ્પલાઇન ગુજરાતના તમામ શહેરો અને ગામડાઓમાં કામ કરે છે. તમે જ્યાં રહેતા હોય ત્યાંથી મદદ માંગી શકો છો.
(4) જો 181 નંબર કામ ન કરે તો શું કરવું?
તમે 1090 (મહિલા પાવર હેલ્પલાઇન), 100 (પોલીસ), અથવા 1091 (મહિલા સુરક્ષા સેલ) પર સંપર્ક કરી શકો છો.
(5) શું કોઈ બીજા માટે ફરિયાદ કરી શકાય છે?
હા, જો તમે કોઈ શોષણ અથવા હિંસાનો શિકાર થયેલ વ્યક્તિને જાણો છો, તો તમે તેમના માટે પણ મદદ માંગી શકો છો.
આશા કરુ છુ મહિલા હેલ્પલાઇન નંબર વિશેની તમામ માહિતી સારી રીતે આપી શકી છુ. પોસ્ટ પસંદ આવી હોય તો અન્ય લોકો સુધી પહોંચાડવા પણ નમ્ર વિનંતી.