મનરેગા યોજના પગાર વિશે જાણકારી | Manrega Yojana In Gujarati

મનરેગા યોજના પગાર વિશે જાણકારી | Manrega Yojana In Gujarati

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી એક મહત્વની યોજના છે. ખાસ કરીને લોકો મનરેગા યોજના પગાર વિશે જાણવા માંગતા હોય છે. તેથી અમે આજની પોસ્ટમાં તેની સંપૂર્ણ માહિતી દર્શાવી છે.

ગ્રામીણ ક્ષેત્રમાં વસવાટ કરતા લોકોને સ્વરોજગારી આપવાના હેતુથી આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. જેનો પગાર આશરે 250 કે 260 રૂપિયાની આસપાસ આપવામાં આવતો હોય છે.

દૈનિક મજૂરી કરતા લોકો માટે આ યોજના ખુબ જ મહત્વની ગણાય છે. કારણ કે આનાથી એક વર્ષમાં કુલ 100 દિવસ મનરેગા યોજનાનો પગાર પૂરો પાડવામાં આવે છે. જે ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે આશાનું એક કિરણ સાબિત થાય છે.

મનરેગા યોજના પગાર વિશે જાણકારી

મનરેગા યોજનાનું પૂરું નામ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરંટી યોજના છે, જેને અમુક લોકો નરેગા યોજના તરીકે પણ ઓળખે છે. ભારત સહીત ગુજરાતમાં પણ વર્ષોથી આ સરકારી યોજના ઘણી લોકપ્રિય છે.

ભારત સરકાર દ્વારા જારી કરાયેલી નોટિફિકેશન અનુસાર 2024-25 ના વર્ષે મનરેગા અંતર્ગત દૈનિક મજૂરી દર ₹240 થી ₹350 વચ્ચે હોય શકે છે, જે રાજ્ય પર નિર્ભર છે. ગુજરાતમાં પગાર રૂપે 250 કે 260 રૂપિયા આપવામાં આવે છે.

જો કે યોજનાનો લાભ ફક્ત ગ્રામીણ વિસ્તારોમાં રહેતા અને ગરીબી રેખા નીચે જીવન વિતાવી રહેલા લોકો જ લઇ શકે છે. સરકારનો મુખ્ય એ જ ઉદ્દેશ્ય છે કે યોજના વધુ ને વધુ લક્ષ્યાંક વર્ગ સુધી પહોંચી શકે.

માહિતી
લોકોની આર્થિક સ્થિતિ સુધારવામાં આ યોજનાનો ઘણો મહત્વનો ફાળો રહેલો છે. દર વર્ષે હજારો લોકો આ યોજના હેઠળ રોજગારી મેળવીને પોતાનું ગુજરાન ચલાવે છે. જેઓને આમાં રોજગારી ના મળે તેઓને બેરોજગારી ભથ્થું પણ આપવાની વ્યવસ્થા કરાયેલ છે.

મનરેગા યોજના પગાર

ગ્રામીણ વિસ્તારોમાં રહેતા દરેક પુખ્ત વયના લોકોને આ યોજના હેઠળ રોજગારી આપવામાં આવે છે. મનરેગા હેઠળ મળતી મજૂરી સીધી કર્મચારીના આધાર સાથે જોડાયેલ બેંક ખાતામાં જમા થાય છે. સરકારનો નિયમ છે.

સંક્ષિપ્ત વિગતો

  • મજૂરી દર (2024-25): ₹260 પ્રતિ દિવસ
  • રોજગાર ગેરંટી: દર વર્ષે 100 દિવસની પગારદારી નોકરી
  • પેમેન્ટ: આધાર સાથે જોડાયેલા ખાતામાં DBT દ્વારા
  • ચુકવણી સમય: 15 દિવસમાં, મોડું થાય તો વ્યાજ સહિત
  • મહિલા સહભાગિતા: સમાન અવસર અને પગાર
  • કામનો પ્રકાર: તળાવ, રોડ, વૃક્ષારોપણ, જમીન સુધારણા
  • હેતુ: ગ્રામિણ રોજગાર, દારિદ્ર્ય નાબૂદી, ગામ વિકાસ

આ યોજના ગ્રામિણ પરિવારો માટે માત્ર રોજગાર પૂરું પાડતી નથી, પણ સાથે સાથે મહિલાઓને કામના અવસરો આપીને તેમને આત્મનિર્ભર બનાવે છે અને ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવે છે.

આ યોજના હેઠળ ગ્રામિણ વિસ્તારમાં રહેતા દરેક પુખ્ત નાગરિકને દર વર્ષે ઓછામાં ઓછા 100 દિવસ સુધીનો રોજગાર આપવામાં આવે છે.

જે લોકો કામ માટે નક્કી થાય છે તેમને ગામના વિકાસકારી કામો જેવી કે પાણીના તળાવો ખોદવાં, માર્ગ બનાવવાં, વૃક્ષારોપણ, કૂવો ઊંડો કરવો જેવા કામ આપવામાં આવે છે.

મનરેગા યોજના માહિતી ફરીયાદ

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ જો કોઈ શ્રમિકને યોગ્ય સમયસર કામ ન મળે, પગારમાં વિલંબ થાય, ઓછો પગાર મળે, અથવા અન્ય કોઈ મુશ્કેલી થાય, તો તે ફરિયાદ કરવાની પદ્ધતિ ઉપલબ્ધ છે.

જો તમને પણ મનરેગા યોજના માહિતી ફરિયાદ કરવી હોય તો અહીં ફરિયાદ કરવાની સરળ રીતો દર્શાવી છે.

ગ્રામ પંચાયત સ્તરે

  • સૌથી પહેલાં તમારી ગ્રામ પંચાયત (સરપંચ, ગ્રામરોજગાર સહાયક) સાથે વાત કરો.
  • ત્યાંથી જવાબ ન મળે તો આગળની કક્ષાએ જાઓ.

બ્લોક/તાલુકા વિકાસ અધિકારી (BDO)

  • તાલુકા પંચાયત કચેરી ખાતે જઈને અરજી આપી શકાય છે.
  • મનરેગા નોડલ અધિકારી અથવા તાલુકા વિકાસ અધિકારીને ફરીયાદ આપો.

એપ તથા વેબસાઈટ

  • Janmanrega App (Google Play Store માં ઉપલબ્ધ)
  • કામની માહિતી, પેમેન્ટ સ્ટેટસ અને ફરીયાદ નોંધાવવા માટે ઉપયોગી.

ઓફિશિયલ વેબસાઈટ

  • www.nrega.nic.in ની વેબસાઈટ ઉપર જાઓ.
  • “Grievance” વિભાગ પર ક્લિક કરો.
  • છેલ્લે ફોર્મ ભરીને ફરિયાદ મોકલો.

હેલ્પલાઇન નંબર

  • મનરેગા ટોલ ફ્રી હેલ્પલાઇન: 1800-111-555 (મફત કોલ કરવા માટે)

લિખિત અરજી

  • તમારું નામ, કામનું નામ/સ્થળ, કામનો સમયગાળો, શું સમસ્યા છે તેની વિગત અને તમારો સંપર્ક નંબર આપી લેખિત અરજી કરો.

RTI (માહિતીનો અધિકાર)

  • જો જવાબ ન મળે તો RTI દાખલ કરીને કામ અને પેમેન્ટ અંગેની માહિતી માગી શકો છો.

નોંધ: ફરીયાદ કરતા પહેલા તમારી નરેગા જૉબ કાર્ડ, કામનો રેકોર્ડ અને પેમેન્ટ સ્ટેટસની નકલ તમારી પાસે રાખવી જરૂરી છે.

સવાલ જવાબ (FAQ)

ઘણા લોકોને મનરેગા યોજના સહીત તેના વિશેની બધી જ વિગતો જાણવી હોય છે. આને લઈને તેઓના મનમાં ઘણા પ્રશ્નો હોય છે તેમાંથી મુખ્ય સવાલોના જવાબ અહીં આપવામાં આવેલા છે.

(1) મનરેગા સ્કીમ શું છે તેની માહિતી આપો?

મનરેગા એ ભારત સરકારની યોજના છે જે ગ્રામિણ વિસ્તારોના લોકો માટે દર વર્ષે ઓછામાં ઓછી 100 દિવસના દિનદીઠ કામની ગેરંટી આપે છે.

(2) મનરેગા યોજના પગાર કઈ રીતે મળે છે?

આ સરકારી યોજના હેઠળ પગાર સીધો આધાર લિંક કરેલા બેંક ખાતામાં DBT મારફતે જમા થાય છે.

(3) કામ માટે ક્યાંથી અરજી કરવી?

તમારા ગામના ગ્રામ પંચાયત (સરપંચ અથવા રોજગાર સહાયક) સાથે સંપર્ક કરીને અથવા તમારું મનરેગા જૉબ કાર્ડ દ્વારા અરજી કરી શકાય છે.

(4) જો પગાર ન મળે તો શું કરવું?

તમે સરપંચ, તાલુકા અધિકારી અથવા મનરેગાની હેલ્પલાઇન (1800-111-555) પર ફરિયાદ કરી શકો છો.

(5) જૉબ કાર્ડ શું છે અને કેમ જરૂરી છે?

જૉબ કાર્ડ એ સરકારી દસ્તાવેજ છે જે વ્યક્તિને મનરેગા હેઠળ કામ કરવા માટે હક આપે છે. વિના જૉબ કાર્ડ કામ આપવામાં આવતું નથી.

આશા કરુ છું મનરેગા યોજના પગાર વિશેની જાણકારી સારી રીતે આપી શકી છુ. પોસ્ટ પસંદ આવી હોય તો અન્ય લોકો સુધી પણ જરૂર પહોંચાડો.

We will be happy to hear your thoughts

Leave a reply

Gujarat Gov
Logo