મુલેઠી (જેઠીમધ) ના ફાયદા, ઉપયોગ અને મીનિંગ | Mulethi In Gujarati

મુલેઠીને ગુજરાતીમાં (Mulethi In Gujarati) જેઠીમધ કહેવામાં આવે છે. આ એક પ્રકારનું ખાદ્ય પદાર્થ છે, જેનો દેખાવ લાકડી જેવો હોય છે. આયુર્વેદમાં મુલેઠીના છોડને ઘણો ગુણકારી માનવામાં આવે છે.

ભારતીય વાનગીમાં મસાલા રૂપે, સ્વાસ્થ્ય માટે જડીબુટી સ્વરૂપે અને ટૂથપેસ્ટ બનાવવા માટે જેઠીમધનો ઉપયોગ કરવામાં આવે છે.

ઔષધીય ગુણોથી ભરપૂર મુલેઠી વનસ્પતિ પહાડી વિસ્તારો ઉપર ખાસ જોવા મળે છે. છોડની ડાળખીઓને સૂકવીને તેને નાના ભાગમાં કાપવામાં આવે છે. આવી રીતે મુલેઠીનો મસાલો તૈયાર થાય છે.

મુલેઠી વિષે જાણકારી (Mulethi In Gujarati)

સામાન્ય ભાષામાં લોકો મુલેઠીને જેઠીમધ કહે છે. આહારમાં મસાલા અથવા પાવડર રૂપે આનો ઉપયોગ કરવામાં આવે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંત અનુસાર મુલેઠીનો પૂરો છોડ લાભકારક હોય છે.

અંગ્રેજી ભાષામાં મુલેઠીને લિકૉરિસ (Licorice) કહેવાય છે. જેનું વાનસ્પતિક નામ ગ્લાઈસિરાઇજા ગ્લબરા (Glycyrrhiza Glabra) છે. આયુર્વેદમાં મુલેઠીના પુરા છોડનો ચમત્કારી ઉપયોગ કરવામાં આવે છે.

મુલેઠીના પાંદડા, જડ, બીજ, ડાળખીઓ અને મૂળના વિવિધ રીતે લાભ મેળવી શકાય છે. બજારમાં આપણને જેઠીમધ સુકાયેલ જડ, પાવડર તથા કેપ્સુલ રૂપે મળી જાય છે.

આયુર્વેદિક દવાઓ તથા સ્વાસ્થયકારી ઉકાળાની બનાવટમાં મુલેઠીનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણી મીઠાઈઓ તથા વાનગીઓમાં પણ જેઠીમધને નાખીને તેની પૌષ્ટિકતામાં વધારો કરી શકાય છે.

મુલેઠીના ફાયદા (Benefits Of Mulethi In Gujarati)

કુદરતની ભેટ સ્વરૂપે મળેલ મુલેઠીના આખા છોડથી ઘણા-બધા ફાયદા પ્રાપ્ત કરી શકાય છે. એના કારણે જ મુલેઠીની દવા, કેપ્સુલ તથા કાઢો બનાવવામાં આવે છે.

(1) શરદી-ખાંસી મટાડે

ખાસ કરીને શરદી તથા ખાંસીને મટાડવા માટે મુલેઠીનો ઉપયોગ કરવામાં આવે છે. મુલેઠીનો રસ અથવા તેનો ઉકાળો પીવાથી શરદી-ખાંસીમાં બહુ જ જલ્દી આરામ મળે છે.

(2) લીવર સ્વાસ્થ્યને સાચવે

પ્રાકૃતિક એન્ટી ઓક્સિડેન્ટથી ભરપૂર હોવાના કારણે મુલેઠીથી લીવર સ્વાસ્થ્ય સારું રહે છે. તમે લીવરના રોગોથી પરેશાન છો? તો મુલેઠીનો રસ અથવા કેપ્સુલને સેવનમાં લઇ શકો છો.

(3) શ્વાસનતંત્ર સારું રહે છે

શ્વાસનતંત્રની સમસ્યાઓને મટાડવા માટે મુલેઠીને ઉપયોગમાં લેવું જોઈએ. આના એન્ટી-વાઇરલ ગુણ વાયુ માર્ગમાં આવેલ તમામ પ્રકારના વિકારોને સરળતાથી દૂર કરે છે.

(4) પાચન ક્રિયામાં સુધાર

રોજના આહારમાં મસાલા રૂપે જેઠીમધનો ઉપયોગ કરવામાં આવે તો પાચન ક્રિયા સારી રહે છે. પેટમાં આવેલ સોજા પણ આના કારણે સાજા થઇ જાય છે.

(5) સંધિવા ઈલાજમાં મદદગાર

સંધિવાની સમસ્યાને ઠીક કરવામાં મુલેઠી સહાયરૂપ બને છે. મુલેઠી પાંદડાનો લેપ લગાવવાથી સંધિવાના દર્દમાં રાહત મળે છે. આ સિવાય વધારે લાભ માટે તમે મુલેઠી રસ પણ પી શકો છો.

(6) મોમાં થયેલ છાલા મટે

બહુ જ તીખા અથવા તેલ-મસાલા વાળા ખોરાકથી મોમાં છાલા પડે છે. આના નિવારણ માટે જેઠીમધના પાન ચૂસવા જોઈએ. સાથે જ મુલેઠી દ્વારા તૈયાર થયેલ ઉકાળો પીવો પણ લાભદાયી છે.

(7) વજન કંટ્રોલમાં રહે છે

વજનને નિયંત્રણમાં રાખવા માટે મુલેઠીનો ઉપયોગ કરવો જોઈએ. નિયમિત રીતે મુલેઠીનો ઉકાળો પીવાથી વજન કંટ્રોલમાં રહે છે. પેટની બિનજરૂરી ચરબી ઘટાડવા માટે જેઠીમધ સરળ અને સુરક્ષિત છે.

(8) જખમ ઠીક કરે છે

કશું વાગેલું હોય ત્યાં મુલેઠી પાંદડાનો લેપ લગાવવો જોઈએ. જેથીમધમાં રહેલ એન્ટી બેકટેરીઅલ ગુણ જખમને જલ્દી ઠીક કરવામાં મદદરૂપ બને છે.

(9) માસિકનો દુખાવો ઓછો થાય

ઘણી મહિલાઓને માસિક સ્ત્રાવ દરમિયાન ઘણો દુખાવો થાય છે. આ પ્રકારના દુખાવાને ઓછો કરવા માટે આ દિવસોમાં મુળેઠીથી બનેલ ગુણકારી ઉકાળો પીવો જોઈએ.

(10) વાળની સુંદરતા વધારે

એક સંશોધન અનુસાર એવું તારણ બહાર આવ્યું કે મુલેઠીના કારણે વાળની સુંદરતા વધે છે. મુલેઠી પાવડરનો લેપ માથામાં લગાવવાથી વાળનું સ્વાસ્થ્ય સારું રહે છે.

(11) સોજા ઉતરે છે

શરીરમાં કશું વાગવા અથવા કરડવાથી તે જગ્યા ઉપર સોજો થઇ જાય છે. સોજાને ઠીક કરવા માટે જેઠીમધનો લેપ લગાવવો જોઈએ. આ લેપના કારણે સોજો જલ્દી ઉતરે છે.

(12) ત્વચાને સ્વસ્થ બનાવે

સ્વસ્થ અને ચમકતી ત્વચા મેળવવા માટે લોગો અનેક મહેંગા ઉત્પાદનો વાપરે છે. પણ મુલેઠી છોડના પાંદડાનો લેપ લગાવવાથી ત્વચા કુદરતી રીતે જીવંત અને સુંદર બને છે.

(13) માનસિક સ્વાસ્થ્ય સારું રહે

આજના સમયમાં મષ્તિષ્ક રોગોનો ફેલાવો બહુ જ ઝડપથી થઇ રહ્યો છે. આને રોકવામાં મુલેઠી લાભદાયક છે. આને આહારમાં લેવાથી માનસિક તંદુરસ્તીમાં સકારાત્મક પરિણામ મળે છે.

(14) સારી ઊંઘ આવે છે

પૂરતી અને ગેહરી ઊંઘ લેવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. ગાઢ નિંદ્રા માટે રાત્રે સુવાની પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં મુલેઠી પાવડર નાખીને પીવો જોઈએ.

(15) હૃદય માટે લાભકારી

હૃદય લક્ષી સમસ્યાઓના નિવારણ માટે જેઠીમધનો ઉકાળો પીવો ગુણકારી છે. નિયમિત રીતે આ ઉકાળો પીવાથી હૃદય રોગનું જોખમ ઘટી જાય છે.

મુલેઠીના નુકસાન (Side Effects Of Mulethi In Gujarati)

સ્વાસ્થ્યને લઈને જાગૃત નાગરિકો મુલેઠીને એન્ટી ઓક્સિડેન્ટના પાવર હોઉસ તરીકે ઓળખે છે. જેનાથી નુકસાન બહુ જ કમ અથવા નહિવત થાય છે.

આમ તો મુલેઠીના ઉપયોગથી કોઈ જ નુકસાન નથી થતા. પરંતુ અમુક પરિસ્થિતિમાં અથવા વધારે માત્રામાં લેવાથી નુકસાન થઇ શકે છે. જેની વિસ્તૃત જાણકારી નીચે છે.

 • ગર્ભાવસ્થા દરમિયાન જેઠીમધનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. આના કારણે અમુક લોકોમાં સાઈડ ઈફેક્ટસ જોવા મળ્યા છે.
 • મુલેઠીમાં ગ્લાઈસિરિજીનીક એસિડ (Glycyrrhizinic Acid) ની વધારે માત્રા હોય છે. અમુક દવા સાથે આને લેવાથી નુકસાન થઇ શકે છે.
 • વધારે પડતા મુલેઠીના સેવનથી પોટેશિયમ સ્તરમાં કમી આવે છે. જેના કારણે હૃદય સ્વાસ્થ્ય પાર દુષ્પ્રભાવ પડી શકે છે.
 • મુલેઠીને વધારે ખાવાથી હાઈ બ્લડ પ્રેશરનો ખતરો વધી શકે છે.
 • અમુક લોકોને મુલેઠીના કારણે એલર્જી પણ થાય છે.

મુલેઠીના ઉપયોગ (Mulethi Uses In Gujarati)

મુળેઠીની વનસ્પતિ બહુ લાભકારક હોય છે. અનેક રીતે લોકો તેને ઉપયોગમાં લે છે. આના ઉપયોગથી ઘણી સ્વાસ્થ્ય લક્ષી સમસ્યા ઉપર નિયંત્રણ મેળવી શકાય છે.

 • મુલેઠીના બીજની દવા અથવા કેપ્સુલ બનાવવામાં આવે છે.
 • જેઠીમધ વનસ્પતિની છાલ દ્વારા મસાલો તૈયાર થાય છે.
 • દાંતને સુરક્ષિત રાખવા માટે લોકો મુલેઠીનો પાવડર ઘસે છે.
 • ટૂથપેસ્ટ બનાવવામાં મુલેઠીનો ઉપયોગ કરવામાં આવે છે.
 • ઘણા પ્રકારની સ્વાદિષ્ટ મીઠાઈઓમાં જેઠીમધને નાખવામાં આવે છે.
 • મુલેઠીના પાંદડા દ્વારા લેપ તૈયાર કરવામાં આવે છે.
 • તાજી મુલેઠીની વનસ્પતિના બીજ તથા પાંદડાથી ઉકાળો બનાવાય છે.
 • સીરપ અથવા દ્રવ્ય દવાની બનાવટમાં મુલેઠી ઉપયોગી છે.
 • વાનગીઓનો સ્વાદ વધારવા માટે મુળેઠીને મસાલા રૂપે નાખવામાં આવે છે.
 • મુલેઠી પાંદડાનો રસ બનાવી પી શકાય છે.

કેસુડા ફૂલના 10 ફાયદા અને ઉપયોગ

મુલેઠીના પોષક ગુણ (Mulethi Nutritional Value)

પ્રતિ 100 ગ્રામ મુલેઠીમાં રહેલ પોષક તત્વોની જાણકારી નીચે દર્શાવી છે.

 1. પાણી – 6.3 g
 2. ઉર્જા – 375 kcal
 3. ટોટલ લિપિડ – 0.05 g
 4. કાર્બોહાઇડ્રેટ – 93.55 g
 5. ડાયેટરી ફાઈબર – 0.2 g
 6. શુગર – 70 g
 7. કેલ્શિયમ – 3 mg
 8. આયર્ન – 0.13 mg
 9. મેગ્નીશિયમ – 2 mg
 10. ફસફારોસ – 4 mg
 11. પોટેશિયમ – 37 mg
 12. સોડિયમ – 50 mg
 13. ઝીંક – 0.05 mg
 14. કોપર – 0.028 mg
 15. સેલેનિયમ – 1.1 μg
 16. થાયમીન – 0.004 mg
 17. રાઇબોફ્લેવિન – 0.011 mg
 18. નિયાસિન – 0.008 mg
 19. વિટામિન બી 6 – 0.004 mg

આશા કરું છુ મુલેઠી (જેઠીમધ) ની સંપૂર્ણ જાણકારી આપી શકી છુ. પોસ્ટ પસંદ આવી હોય તો મિત્રો સાથે જરૂર શેયર કરો.

Leave a Comment