ઓટસ્ શું છે, ઓટસ્ ના ફાયદા અને ઉપયોગ | Oats In Gujarati

ઓટસ્ ને ગુજરાતીમાં (Oats In Gujarati) જવના નામથી ઓળખવામાં આવે છે. જે એક પ્રકારનું અનાજ હોય છે. શાકાહારીઓ માટે ઓટસ્ પ્રોટીનનું ઉત્તમ સ્ત્રોત છે. સવારના હેલ્થી નાશ્તામાં ઓટસ્ હોય તો શરીરને આખો દિવસ ઉર્જા મળી રહે છે.

પહેલાના સમયમાં આનો ઉપયોગ વધારે કરીને જાનવરોને ખવડાવવા માટે થતો હતો. તેમાં પણ ખાસ કરીને ઘોડાને જવ વધારે ખાવા માટે અપાતું હતું. પરંતુ વૈજ્ઞાનિકો દ્વારા થયેલ એક રીસર્ચમાં એવું પરિણામ મળ્યું કે, ઓટસ્ નો ઉપયોગ માનવ પણ કરી શકે છે.

ઓટસ્ શું છે (What Is Oats In Gujarati)

સરળ ભાષામાં કહીયે તો ઓટસ્ અનાજની એક પ્રજાતિ છે, જેને ગુજરાતીમાં જવ કહેવામાં આવે છે. ઓટસ્ નું વૈજ્ઞાનિક નામ એવના સટાઈવા (Avena sativa) છે. જે સામાન્ય રીતે પોએસી (Poaceae) પરિવારથી સંબંધિત છે.

લગભગ સદીયો પહેલા ઓટસ્ ની શરૂઆતી ખેતી સ્કોટલેન્ડ નામના દેશમાં થઇ હતી. ત્યાં ઓટસ્ ને મુખ્ય આહારની રીતે ખાવામાં આવતું હતું. આજે દુનિયાના અનેક દેશમાં આની ખેતી તથા ઉપયોગ કરવામાં આવે છે.

ઘણા લોકો ઓટસ્ અને લાપસીને (દલિયા) એક જ સમજે છે. પરંતુ આ બંનેમાં ઘણું અંતર જોવા મળે છે. ઓટસ્ ને વિદેશથી મંગાવવામાં આવે છે. જયારે લાપસીને અહીંના લોકો ઘણા વર્ષોથી આહારમાં લેતા આવ્યા છે.

ઓટસ્ ના 10 ઉત્તમ ફાયદા (Benefits Of Oats In Gujarati)

સવાર તથા બપોરના નાશ્તા માટે ઓટસ્ ઉત્તમ છે. આના કારણે આપણું શરીર તંદુરસ્ત અને ઉર્જા વાળું બની રહે છે. આ સિવાય પણ ઓટસ્ ના અનેક ફાયદાઓ જોવા મળે છે. જેની સવિસ્તાર માહિતી નીચે જણાવેલ છે.

(1) કૅન્સરના ખતરાને ટાળે

કૅન્સર દુનિયાની સહુથી ખતરનાક બીમારીઓ માંથી એક છે. કૅન્સર શરીરના કોષોમાં થતા અસામાન્ય, અનિયંત્રિત ફેરફારોના કારણે થાય છે. કૅન્સર રોગના અનેક પ્રકાર હોય છે. સાથે જ કૅન્સર થવા પાછળ પણ ઘણા કારણો જવાબદાર હોય છે.

કેન્સરના ખતરાને ટાળવા માટે તમે ઓટસ્ નો પ્રયોગ કરી શકો છો. ઓટસ્ માં જોવા મળતા એંટી-ઇન્ફ્લેમેટરી અને એંટી-કૅન્સર ગુણ કેન્સરને હરાવી શકે છે. ઓટસ્ ના સેવનથી કૅન્સરને બઢાવો આપતી કોશિકાઓ નષ્ટ થાય છે.

ઉપયોગ કરવાની રીત

 • કૅન્સરના ડાયેટમાં તમે સવારના નાશ્તામાં ઓટસ્ ને ખાઈ શકો છો.
 • ઓટસ્ તથા અન્ય ગુણકારી વસ્તુઓ દ્વારા તૈયાર થયેલ સૂપ પણ પીવામાં લઇ શકાય છે.

(2) બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે

શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થવું ખૂબ જરૂરી છે. જો કોઇ કારણથી બ્લડ સર્ક્યુલેશન વધારે કે ઓછું થઇ જાય તો સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ વધી શકે છે. આમાંની જ એક સમસ્યા છે, બ્લડ પ્રેશર. હવે આ પરેશાની યુવાઓમાં પણ જોવા મળતી થઇ છે.

બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે તમે ઓટસ્ નું સેવન કરી શકો છો. જે હૃદય સ્વાસ્થ્ય માટે બહુ જ લાભકારી અનાજ છે. આની અંદર ધુલનશીલ ફાઈબરની વધારે માત્ર હોય છે. જે ઉચ્ચ રક્તચાપને નિયંત્રણમાં લઇ શરીર સ્વાસ્થ્ય સારું કરે છે.

કેવી રીતે ઉપયોગ કરવો

 • બ્લડ પ્રેશર પીડિતોએ રોજ સવારમાં શેકીને ભૂકો કરેલા ઓટસ્ ને નાશ્તામાં નાખીને ખાવા જોઈએ.
 • ક્રશ કરેલા ઓટસ્ ને પણ તમે દિવસભર ખાઈ શકો છો.

(3) તેજીથી વજન ઉતારવા માટે

વધી ગયેલા વજનના કારણે લોકો વધારે ને વધારે સ્થૂળ થતા જાય છે. આના કારણે તેઓ અનેક રોગોનો ભોગ પણ બની શકે છે. શરીરની અયોગ્ય ચરબી તથા વજનને ઘટાડવા માટે અનેક ડાયેટિશિયન ઓટસ્ ખાવાની સલાહ આપે છે.

જિમ કરવાની સાથે-સાથે જો તમે ઓટસ્ પણ આહારમાં લેતા હશો. તો આના કારણે વજન તેજીથી ઉતરવા લાગે છે. શોધ અનુસાર એવું જાણવા મળ્યું છે કે, આમાં રહેલ ગ્લુકોન ભોજનને પચાવવામાં અને તેને ઉર્જામાં રૂપાંતર કરવામાં સહાયક છે.

ઉપયોગ કરવાની રીત

 • સવારના નાશ્તામાં ઓટ્સ ખાવું જોઈએ. આના કારણે પૂરો દિવસ આપણી ભૂખ કંટ્રોલમાં રહે છે.
 • ફિટનેસ પ્રેમીઓ ઓટ્સનો હેલ્થી શેક બનાવીને પણ પી શકે છે.

(4) કબજિયાત દૂર કરવામાં

કબજિયાત એવી સ્થિતિ છે કે જેમાં મળ ત્યાગ દરમિયાન ઘણી કઠિનાઈઓ આવે છે. આમાશય (આંતરડા) માં આવેલા પરિવતર્નના કારણે આવું થાય છે. વધારે પડતું તીખું કે તેલ-મસાલા વાળું ભોજન ખાવાથી આ સમસ્યા ઉભી થાય છે.

આને મટાડવા માટે હેલ્થી ઓટસ્ ને ઉપયોગમાં લેવા જોઈએ. પાચનતંત્ર સંબંધિત ઘણી સમસ્યાઓમાં આનાથી રાહત મળે છે. આમાં ફાઈબરની વધારે માત્રા છે. જેથી ખોરાક સારી રીતે પાચન થઇ જાય છે અને મળ ત્યાગમાં પણ આસાની રહે છે.

કેવી રીતે ઉપયોગ કરવો

 • કબજિયાતને દૂર કરવા માટે તમે ઓટસ્ થી બનેલ કોઈ પણ હેલ્થી વાનગી ખાઈ શકો છો.

(5) તણાવ નિયંત્રણમાં સહાયક

સતત નકારાત્મક વિચારો અને ઓછા આત્મવિશ્વાસના કારણે વ્યક્તિ તણાવની સ્થિતિમાં પહોંચી જાય છે. તણાવ ઉભા કરતા રસાયણોને સ્ટ્રેસ હાર્મોન (Stress Hormones) કહેવાય છે. આ હાર્મોનના અસંતુલનના કારણે વ્યક્તિમાં તણાવ જોવા મળે છે.

આજ-કાલ ઝડપથી વધી રહેલ આ સમસ્યાના નિવારણમાં ઓટસ્ ઉપયોગી છે. ઓટસ્ માં ફોલેટ, વિટામિન બી-6 અને વિટામિન બી-12 સમૂહોની વધારે માત્રા હોય છે. જે તણાવને નિયંત્રણમાં લેવા માટે મુખ્યરૂપથી સહાયક છે.

ઉપયોગ કરવાની રીત

 • દરરોજ સવારે નાશ્તા સાથે એક ગ્લાસ ગરમ દૂધમાં ઓટસ્ નો પાવડર નાખીને પીવાથી માનસિક સ્વાસ્થ્યમાં સુધાર આવે છે.

(6) સારી નિંદ્રા લાવવામાં મદદગાર

સારી અને પૂરતી ઊંઘ લેવાથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય બંને સારું રહે છે. પરંતુ ઘણી વાર કોઈ બીમારી, તણાવ કે અન્ય કારણોસર રાત્રે આપણે પૂરતી ઊંઘ મેળવી શકતા નથી. પરિણામે લોકો ઘણા રોગોનો શિકાર બની શકે છે.

એક શોધ અનુસાર જાણવા મળ્યું કે, ઓટસ્ દ્વારા આપણે ગાઢ નિંદ્રા મેળવી શકીએ છીએ. આમાં રહેલ પોષક તત્વો સિરોટોનિન નામના કેમિકલ સ્ત્રાવમાં સુધાર કરે છે. જેનાથી મૂડ સુધાર, માનસિક શાંતિ અને રાહત થાય છે. જેથી આપણને સારી નિંદ્રા આવી શકે છે.

કેવી રીતે ઉપયોગ કરવો

 • રાત્રે સુતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધ સાથે શેકેલા ઓટ્સ પાવડરની ફૂંકી મારવી જોઈએ.

બિલિપત્રના 8 ફાયદા અને ઔષધીય ગુણની જાણકારી

(7) ચેહરાની રંગતમાં નિખાર લાવે

ગોરી, દાગ રહિત તથા ચળકતી ત્વચા દરેક માનુનીને પસંદ હોય છે. આના માટે તેઓ પાર્લર, ક્રિમ્સ તથા બ્યુટી પ્રોડક્ટ્સ પાછળ ઘણા રૂપિયા ખર્ચ કરી દેતી હોય છે. પરંતુ અમુક રસાયણ વાળા ઉત્પાદનોના કારણે ત્વચાનું સ્વાસ્થ્ય બગડી જાય છે.

કુદરતી રીતે ત્વચાને ગોરી તથા સુંદર બનાવવા માટે ઓટસ્ મદદગાર છે. શ્યામ ત્વચામાં મેલોનીન નામના તત્વ વધારે માત્રા હોય છે, ઓટસ્ આ માત્રાને ઓછી કરી દે છે. સાથે જ આમાં રહેલ વિટામિન સી ત્વચાની રંગત નિખારવામાં સહાય કરે છે.

ઉપયોગ કરવાની રીત

 • 2 ચમચી પીસેલા ઓટ્સ અને 1 ચમચી મધને ભેળવીને પેસ્ટ બનાવો.
 • આ પેસ્ટ 10 મિનિટ ત્વચા પર લગાવીને ચેહરો ધોઈ લો.
 • થોડાક જ સમયમાં આનાથી ઉત્તમ પરિણામો દેખાતા થાય છે.

(8) અછબડાનો શ્રેષ્ઠતમ ઈલાજ

અછબડા એક ચામડીની બીમારી છે. જેના કારણે પુરા શરીર પર લાલ અથવા મરૂન રંગની ઝીણી-ઝીણી નાની ફોડલીઓ ઉપસી આવે છે. આ એક સંક્રમણજન્ય રોગ છે. જે મુખ્ય રીતે વૈરીસેલા વાઇરસ (Varicella Virus) ના કારણે થાય છે.

ઓટસ્ અછબડાનો એક શ્રેષ્ઠતમ ઈલાજ છે. આમાં રહેલ એંટી-માઇક્રોબૅકટેરીઅલ ગુણ અછબડાને દૂર કરવામાં મુખ્ય ભૂમિકા નિભાવે છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા આનો ઉપયોગ કરી શકે છે. આનાથી કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી.

કેવી રીતે ઉપયોગ કરવો

 • 1 કપ ખાવાનો સોડા અને 1 કપ ઓટસ્ ને ગરમ પાણીમાં નાખીને સ્નાન કરો.
 • સ્નાન કાર્ય બાદ સ્વચ્છ રૂમાલથી હલકા હાથ દ્વારા શરીરને લૂછી લો.

(9) વાળને મજબૂત બનાવે

તડકા, ધૂળ તથા પ્રદૂષણના કારણે આપણા વાળને સતત નુકસાન થતુ રહે છે. જેથી વાળ તૂટવા અને ચમક ઓછી થવી જેવી ફરિયાદો ઉભી થાય છે. વાળને મજબૂત બનાવવા માટે તેને મિનરલ્સ અને વિટામિન્સનું પોષણ આપવું જરૂરી છે.

વાળને મૂળથી મજબૂત બનાવવા માટે તમે ઓટ્સને ઉપયોગમાં લઇ શકો છો. એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, ઓટસ્ ની અંદર સિલિકોન એસિડ જોવા મળે છે. જેના કારણે વાળ ખરતા બંદ થાય છે અને નવા વાળ ઉગે છે.

ઉપયોગ કરવાની રીત

 • 1 મોટા બાઉલમાં 3 ચમચી ઓટસ્, 1 કપ દૂધ, 1 ચમચી નારિયળ તેલ અને 1 ચમચી મધ નાખીને મિશ્રણ બનાવો.
 • આ મિશ્રણને વાળના મુળીયાથી લઈને નીચે સુધી લગાવો અને સુકાઈ ગયા બાદ તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

(10) કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદગાર

કોલેસ્ટ્રોલ દ્વારા હૃદય રોગ કે હૃદયનો હુમલો થવાની શક્યતા વધારે રહે છે. અયોગ્ય આહારશૈલીના કારણે કોલેસ્ટ્રોલ વધી જાય છે. આની પાછળ ધુમ્રપાન અને આનુવંશિક કારણો જવાબદાર હોય છે.

કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ઓટસ્ અતિ લાભકારી છે. આની અંદર ફાઈબરની પ્રચુર માત્રા જોવા મળે છે. ફાઈબરના કારણે શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં આવે છે. આ સાથે જ કોલેસ્ટ્રોલ દ્વારા થતા રોગોની શક્યતા ઘટી જાય છે.

કેવી રીતે ઉપયોગ કરવો

 • કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવા માટે રોજ સવારે નાશ્તામાં ઓટસ્ લેવા જોઈએ.

કેસુડા ફૂલના 10 ફાયદા અને ઉપયોગ

ઓટસ્ થી થતા નુકસાન (Side Effects Of Oats In Gujarati)

સામાન્ય રીતે ઓટસ્ ફાયદાઓ જ આપે છે. પરંતુ ઓટસ્ ના વધારે પડતા સેવનથી અથવા અયોગ્ય રીતે ઉપયોગમાં લેવાથી નુકસાન થવાની સંભાવનાઓ રહે છે.

 • માર્કેટમાં પેકેટ રૂપે મળતા ઓટ્સની બનાવટમાં પ્રિઝર્વેટિવ્સ કેમિકલનો ઉપયોગ થયેલ હોય છે. જે ઘણી પરિસ્થતિમાં સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
 • હમેશા સારી રીતે પાકેલા ઓટ્સ જ ઉપયોગમાં લેવા જોઈએ. અર્ધ પાકેલા ઓટ્સથી પેટ સંબંધિત સમસ્યાઓ ઉભી થઇ શકે છે.
 • સંશોધન અનુસાર એવું કહેવામાં આવે છે કે, ઓટ્સની અંદર ફાઈબરની વધારે માત્રા હોય છે. જેના કારણે પેટમાં દુખાઓ થઇ શકે છે.
 • વધારે માત્રામાં ઓટ્સના સેવનથી પાચનલક્ષી વિકારો થવાની શક્યતા રહે છે.

ઓટસ્ ના પોષક ગુણ (Oats Nutritional Value In Gujarati)

અનેક રીતે ઓટસ્ સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. જેની પાછળ તેમાં રહેલ પોષક તત્વ જવાબદાર હોય છે. ઓટ્સ ખાવાથી આપણને ઘણા લાભ પ્રાપ્ત થાય છે. તો આવો જાણીએ પ્રતિ 100 ગ્રામ ઓટ્સમાં કેટલા પોષક તત્વો કેટલી માત્રામાં હોય છે.

 1. પાણી – 8.22 g
 2. ઉર્જા -389 kcal
 3. પ્રોટીન – 16.89 g
 4. ટોટલ લિપિડ – 6.90 g
 5. કાર્બોહાઇડ્રેટ – 66.27 g
 6. ફાઈબર – 10.6 g
 7. કેલ્શિયમ – 54 gm
 8. આયર્ન – 4.72 mg
 9. મેગ્નીશિયમ – 177 mg
 10. ફાસફારોસ – 523 mg
 11. પોટેશિયમ – 429 mg
 12. સોડિયમ – 2 mg
 13. ઝીંક – 3.97 mg
 14. વિટામિન સી – 0.0 mg
 15. થાયમીન – 0. 763 mg
 16. રાઇબોફ્લેવિન – 0. 139 mg
 17. નિયાસિન – 0.961 mg
 18. વિટામિન બી 6 – 0. 119 mg
 19. ફોલેટ – 56 µg
 20. વિટામિન બી 12 – 0 ।U
 21. વિટામિન એ – 0. 0 µg
 22. વિટામિન ડી – 0 ।U
 23. ફેટી એસિડ (ટોટલ સેચુરેટેડ) – 1.217 g
 24. ફેટી એસિડ (ટોટલ મોનોસેચુરેટેડ) – 2.178 g
 25. ફેટી એસિડ (ટોટલ પોલિઅનસેચુરેટેડ) – 2.535 g
 26. કોલેસ્ટ્રોલ – 0 mg

ઓટ્સથી બનતી વાનગીઓ (Oats Recipe In Gujarati)

ઓટ્સ દ્વારા ઘણી બધી હેલ્થી અને ટેસ્ટી વાનગીઓ તૈયાર થઇ શકે છે. જેને બનાવવું પણ ઘણું સરળ હોય છે. આવી ઓટ્સની સહુથી લોકપ્રિય વાનગીઓના નામ નીચે દર્શાવ્યા છે.

 1. મસાલા ઓટ્સ
 2. ઓટ્સ ઉપમા
 3. ઓટ્સ મસાલા ઈડલી
 4. ભુરજી ઓટ્સ
 5. ઓટમીલ કૂકીઝ
 6. ઓટ્સના ઢોસા
 7. ટેસ્ટી ઓટ્સ કેક
 8. દહીં ઓટ્સ
 9. ઓટ્સના પરાઠા
 10. ઓટ્સ ની સ્મૂદી
 11. ઓટ્સ મેગી
 12. ઓટ્સ બર્ગર
 13. ચોકોલેટ ઓટ રોલ્સ
 14. ઓટ્સની ટિક્કી
 15. ઓટ્સ હેલ્થી સલાડ

20 Best Weight Gain Foods List

આશા કરું છું ઓટસ્ શું છે, ઓટસના ફાયદા અને ઉપયોગ (Oats In Gujarati) ની પુરી માહિતી આપવામાં સફળ રહી છું. પોસ્ટ પસંદ આવી હોય તો મિત્રો સાથે જરૂર શેયર કરો.

Leave a Comment