કોળાના બીજના ફાયદા અને નુકસાન | Pumpkin Seeds In Gujarati

પમ્પકીન સીડ્સને ગુજરાતીમાં (Pumpkin Seeds In Gujarati) કોળાના બીજ કહેવામાં આવે છે. કોળાના ફળની જેમ જ તેનું બીજ પણ સ્વાસ્થ્ય માટે ઘણું લાભકારક છે.

એન્ટી ઓક્સિડેન્ટ ગુણોથી ભરપૂર કોળાને ફળ અને શાકભાજી રૂપે ઉપયોગમાં લેવાય છે. કોળાં દ્વારા અનેક મજેદાર વાનગીઓનું નિર્માણ થઇ શકે છે.

આના બીજ તથા ફળ દ્વારા સ્વાદિષ્ટ માલપૂડા, શાક, મીઠાઈ, જ્યુસ અને હલવો બનાવી શકાય છે. સ્વાદની સાથે તમે તંદુરસ્તીને પણ સારી રાખવા માંગતા હોય. તો હેલ્થી ડાયેટમાં કોળાના બીજને જરૂર સ્થાન આપો.

કોળાના બીજ વિષે માહિતી (Pumpkin Seeds In Gujarati)

કદદુના નામે પુરા ભારતમાં લોકપ્રિય કોળા એક જાતના ફળ સ્વરૂપે ઉગે છે. સામાન્ય ફળોની તુલનામાં આનું કદ ઘણું મોટું હોય છે. કોળાનો છોડ ભારત સહીત દુનિયાભરની અનેક જગ્યાઓ ઉપર ઉગે છે.

લીલા તથા પીળા રંગમાં જોવા મળતા કોળાના ફળનો વજન લગભગ 4 થી 8 કિલો જેટલો હોય છે. ફળમાંથી મળતા બિયાને કોળાના બીજ કહેવામાં આવે છે.

શાકભાજી પ્રજાતિ કુકુરબિટાસી (Cucurbitaceae) થી કોળા સંબંધિત છે. તેનું વાનસ્પતિક અથવા વૈજ્ઞાનિક નામ કુકુરબીટા (Cucurbita) છે.

દુનિયાભરમાં લોકપ્રિય હૅલોવિન પર્વ દરમિયાન કોળાનો ઘણી અવનવી રીતે ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય આયુર્વેદ તથા ચિકિત્સકીય દ્રષ્ટિથી કોળુ અને તેના બીજ ઘણા ઉત્તમ છે.

કોળાના બીજના ફાયદા (Benefits Of Pumpkin Seeds In Gujarati)

સામાન્ય રીતે લોકો કોળાના ફળમાંથી બીજ કાઢીને નાખી દે છે. પરંતુ આ બીજની સુકવણી કરીને આને ઉપયોગમાં લઇ શકાય છે. જેના થકી ઘણા સ્વાસ્થ્યકીય લાભ મળી શકે છે.

(1) રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે

કમજોર રોગ પ્રતિરક્ષા પ્રણાલી હોવાના કારણે બહારનું સંક્રમણ આપણા શરીર પર સરળતાથી આક્રમણ કરી શકે છે. જેના કારણે આપણે બીમારીનો શિકાર બની શકીએ છીએ.

રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવા માટે તમે કોળાના બીજ ઉપયોગમાં લઇ શકો છો. આમાં ઝીંક, ફાઈબર અને મેગ્નીશિયમ નામના પોષક ગુણોની હાજરી છે. જે રોગ પ્રતિકારક ક્ષમતાને મજબૂત બનાવે છે.

(2) ડાયાબિટીસ નિયંત્રિત કરે

શરીરમાં રહેલ ગ્લુકોઝનું સ્તર વધવાથી ડાયાબિટીસ થાય છે. એટલા માટે હમેશા શરીરમાં શુગર લેવલ બેલેન્સમાં હોવું જોઈએ.

ટાઈપ 2 પ્રકારના ડાયાબિટીસ દર્દીઓ માટે કોળાના બીજ ઘણા મહત્વના છે. આમા રહેલ ફાઈબર મધુપ્રમેહને નિયંત્રિત કરવામાં સહાયરૂપ બને છે.

(3) હૃદય માટે સુરક્ષિત

અયોગ્ય જીવનશૈલી અને ગલત ખાન-પાનના કારણે લોકો હૃદય લક્ષી સમસ્યાઓના શિકાર બને છે. હૃદય સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે કોળાના બીજ ફાયદાકારક છે.

આ બીજની અંદર ફાઈબર પોષ્ટીક તત્વની પુષ્કળ માત્રા જોવા મળે છે. જે હૃદય સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવાનું કાર્ય કરે છે. બીજના કારણે કોલેસ્ટેરોલ સ્તરમાં પણ સુધારો આવે છે.

(4) અનિંદ્રાથી છુટકારો મળે

ઘણા લોકોમાં પૂરતી ઊંઘ ન લેવાથી અનિંદ્રાની સમસ્યા ઉભી થાય છે. આને હલ કરવા માટે કોળાના બીજ શ્રેષ્ઠ છે. જેના થકી તમે ગાઢ અને સારી નિંદ્રા પ્રાપ્ત કરી શકો છો.

રાત્રે સુતા પહેલા 1 ગ્લાસ ગરમ દૂધમાં કોળાના બીજ પીસી નાખીને પીવા જોઈએ. આમ કરવાથી પુરી રાત એક આરામ વાળી ગાઢ નિંદ્રા મળે છે.

(5) વિટામિન-સી થી ભરપૂર

શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય માટે વિટામિન-સી ઘણું જ મહત્વનું છે. આના દ્વારા અગણિત સ્વાસ્થ્ય સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે.

કોળું પણ વિટામિન-સી થી ભરપૂર હોય છે. નિયમિત રીતે કોળાના બીજ ખાવાથી શરીરને સારી માત્રામાં વિટામિન-સી ની પ્રાપ્તિ થાય છે.

(6) તણાવ ઓછો કરે

આજની ભાગ-દૌડ વાળી જિંદગીમાં અનેક લોકો તણાવની પરિસ્થિતિમાં ચાલ્યા જાય છે. પણ પૌષ્ટિક આહારશૈલીના કારણે આ સમસ્યાને આસાનીથી રોકી શકાય છે.

કોળાના બીજમાં રહેલ વિટામિન-સી મગજમાં ન્યુરોટ્રાન્સમીટર નામનાં બ્રેઈન કેમિકલનું નિર્માણ કરે છે. જે મષ્તિષ્ક ગતિવિધિઓ અને મૂડ પર સકારાત્મક પ્રભાવ પાડે છે.

(7) ઘૂંટણનો દુખાવો ઓછો કરે

વધારે પડતો શ્રમ લેવાથી અથવા ચાલવાથી ઘૂંટણમાં દુખાવો ઉપડી શકે છે. મોટી ઉંમરના લોકોમાં આ પરેશાની વધારે જોવા મળે છે.

આના ઉપચાર માટે કોળાના બીજ ઘણા ગુણકારી છે. આમાં કેલ્શિયમ અને ઓમેગા-3 ફૅટી એસિડની સારી માત્રા છે. જેના કારણે ઘૂંટણનો દુખાવો ઓછો થઇ શકે છે.

(8) પથરીમાં રાહત આપે

પથરી મુખ્યત્વે કિડની, મૂત્રવાહિની કે મૂત્રાશયમાં અને ક્યારેક મૂત્રનળીમાં પણ જોવા મળે છે. પથરીને ખતમ કરવામાં કોળાના બીજ મદદરૂપ થાય છે.

કોળા બીજની અંદર ફાસફારોસની પર્યાપ્ત માત્રા જોવા મળે છે. જેના લીધે પથરીનું નિર્માણ થતું અટકે છે. પથરીની પરેશાની દૂર કરવા માટે તમે કોળાના બીજ સેવનમાં લઇ શકો છો.

(9) પાચન ક્રિયામાં સુધાર થાય

અમુક વાર અયોગ્ય આહાર લેવાના કારણે પાચન પ્રક્રિયા પર ખરાબ પ્રભાવ પડે છે. આના લીધે પેટમાં દુખાવો, ગેસ, એસીડીટી, ખાટી ડકાર અને આહાર પાચનમાં મુશ્કેલીઓ ઉભી થાય છે.

આ બધી પાચન ક્રિયામાં સુધાર કરવા માટે કોળાના બીજ ગુણકારી છે. કોળાના બીજનો ઉકાળો પીવાથી ઘણા પાચન વિકારો સરળતાથી દૂર થઇ જાય છે.

(10) એનિમિયા દૂર કરવામાં

શરીરમાં લોહીની કમીના કારણે એનિમિયાની સમસ્યા ઉત્પન્ન થાય છે. ભારતમાં પુરુષોની તુલનામાં સ્ત્રીઓ પર આ બીમારીનો ખતરો વધુ રહે છે.

નિયમિત રીતે કોળાના બીજ ઉપયોગમાં લેવાથી એનીમિયાને દૂર કરી શકાય છે. કોળાના ફળ તથા બીજની અંદર પુષ્કળ માત્રામાં આયર્નની ઉપસ્થિતિ છે. જેનાથી શરીરમાં લાલ રક્ત કોશિકાઓનો વિકાસ થાય છે.

કોળાના બીજના નુકસાન (Side Effects Of Pumpkin Seeds In Gujarati)

આમ તો કોળાના ફળની જેમ જ તેના બીજના અગણિત ફાયદાઓ છે. પરંતુ અમુક પરિસ્થિતિમાં વધારે પડતા બીજના સેવનથી સ્વાસ્થ્યને નુકસાન પહુંચી શકે છે.

 • કોળાના બીજની અંદર ફાઈબર પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. જેના કારણે વધુ માત્રામાં બીજના સેવનથી પાચન લક્ષી સમસ્યાઓ થઇ શકે છે.
 • અમુક વાર કોળાના કારણે પેટમાં દુખાવો ઉપડી શકે છે.
 • કોળાના બીજમાં કેલ્શિયમ નામના પોષક તત્વનું ઘણું પ્રમાણ રહેલ છે. જેના લીધે પેટમાં ગેસ અથવા સોજો આવવાની સંભાવના રહે છે.
 • પમ્પકીન સિડ્સની અંદર પોટેશિયમ વિશાળ માત્રામાં ઉપસ્થિત છે. જેનું વધારે પડતું સેવન હાઈપરક્લેમિયા ઉત્પન્ન કરી શકે છે.
 • હાઇપરક્લેમિયાના કારણે શ્વાસ લેવામાં તકલીફ અને હૃદયમાં દુખાવો જેવી તકલીફ થઇ શકે છે.
 • આના લીધે અમુક વાર કબજિયાતની સમસ્યા થઇ શકે છે.
 • અમુક લોકોમાં આના કારણે એલર્જી થવાની શક્યતા રહે છે.

કોળાના બીજના ઉપયોગ (Uses Of Pumpkin Seeds In Gujarati)

પુષ્કળ પોષક તત્વો તથા મજેદાર સ્વાદથી ભરપૂર કોળાના બીજને ઘણી રીતે ઉપયોગમાં લઇ શકાય છે. જેની વિસ્તૃત જાણકારી નીચે દર્શાવી છે.

 • કોળાના બીજને સુકાઈને એમ જ ખાઈ શકાય છે.
 • આને તળી અથવા શેકીને ખાવામાં લઇ શકાય છે.
 • કદદુના બીજને બાફીને આહારમાં લેવામાં આવે છે.
 • આ બીજને સલાડની ઉપર પણ નાખી શકાય છે.
 • મસ્ટર્ડ સીડ વડે સ્વાદિષ્ટ સૂપ બનાવી શકાય છે.
 • પાસ્તા, મેગી અથવા મીઠા પકવાનોની ઉપર કોળાના બીજ નાખી શકાય છે.
 • હેલ્થી સ્મુધીમાં કોળાના બીજ પીસીને નાખવામાં આવે છે.
 • વાળ તથા ચેહરા માટે કોળાના બીજથી ફેસ અને હેર પેક બનાવી શકાય છે.
 • આને પૂડિંગ અથવા ગ્રેવીની ઉપર છંટકાવ કરાય છે.
 • ઓટમીલમાં નાખીને ખાઈ શકાય છે.

પોષક તત્વોની જાણકારી (Pumpkin Seeds Nutritional Value)

પ્રતિ 100 ગ્રામ કોળાના બીજમાં રહેલ પોષક ગુણોની માહિતી અહીં દર્શાવી છે.

 1. પાણી – 4.50g
 2. ઉર્જા – 446 kacl
 3. પ્રોટીન – 18.55 g
 4. કુલ લિપિડ – 19.40 g
 5. ડાયેટરી ફાઈબર – 18.4 g
 6. કેલ્શિયમ – 55 mg
 7. આયર્ન – 3.31 mg
 8. મેગ્નેશિયમ – 262 mg
 9. ફાસફારોસ – 92 mg
 10. પોટેશિયમ – 919 mg
 11. સોડિયમ – 18 mg
 12. ઝીંક – 10.30 mg
 13. વિટામિન સી – 0.3 mg
 14. થિયામીન – 0.034 mg
 15. રાઇબોફ્લેવિન – 0.052 mg
 16. નિયાસિન – 0.
 17. વિટામિન બી 6 – 0.037mg
 18. ફોલેટ – 9µg
 19. વિટામિન બી 12 – 0.00µg
 20. વિટામિન એ – 0IU
 21. ફેટી એસિડ – 3.370g

ફણસ ખાવાના 10 મસ્ત ફાયદા

આશા કરું છૂ કોળાના બીજના ફાયદા, નુકસાન અને ઉપયોગની માહિતી આપવામાં સફળ રહી છું. પોસ્ટ પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરો.

Leave a Comment