ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ કૃષિ વિકાસને લગતી એક લોકપ્રિય સંસ્થા છે. જેના દ્વારા હાલમાં IFFCO Gujarat Bharti 2023 બહાર પાડેલ છે. દર વર્ષે ઇફકો દ્વારા ઘણા બધા પદ માટે ભરતી આવે છે. જેમાં લાયકાત ધરાવનાર દરેક વ્યક્તિ અરજી કરી શકે છે.
હમણાં 8 જૂન 2023 ના રોજ ઇફકો દ્વારા નવી ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં તમારી લાયકાત અનુસાર મહત્વના દસ્તાવેજો લઈને તમે સરળતાથી અરજી કરી શકો છો.
IFFCO Gujarat Bharti 2023
ઘણા લોકો ગુજરાતમાં એવા છે કે જે રોજગારની તકો શોધી રહ્યા છે. તેમની માટે આ ખુબ સારો મોકો છે. શેક્ષણિક લાયકાત ધરાવનાર લોકો ઇફકો ભરતી માટે ઓનલાઇન ફોર્મ ભરી શકે છે. આની શુરુઆતી પરીક્ષાઓ ઘરે બેઠા ઓનલાઇન આપી શકીએ છીએ.
આમ આ પરીક્ષામાં પાસ થનારને બીજી એક પરીક્ષા પણ આપવી પડે છે. આ પરીક્ષા અધિકારીક પરીક્ષા કેન્દ્ર પર લેવામાં આવે છે. આમ પાસ થનારને એક ઇન્ટરવ્યૂ પછી સંપૂર્ણપણે નોકરી આપવામાં આવે છે.
ઇફકો ભરતીની મહત્વની જાણકારી
આઝાદી પછી 60 દશકમાં બની ઇફકો સંસ્થા ખેડૂતોના લાભ માટે કાર્ય કરે છે. તમે ઇફકો અને તેની નવી ભરતી વિષે જાણવા માંગો છો તો નીચે દર્શાવેલ જાણકારી તમારા માટે ઉપયોગી છે.
સંસ્થાનું નામ | ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ |
પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ |
નોકરીનું સ્થળ | ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 08 જૂન 2023 |
ફોર્મ ભરવાની તારીખ | 08 જૂન 2023 |
છેલ્લી તારીખ | 16 જૂન 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ લિંક | https://www.iffcoyuva.in/en/ |
ઇફ્કો ભરતી માટેની મહત્વપૂર્ણ તારીખો
હાલમાં આવેલ આ ભરતી માટે તમે નીચેની મહત્વપૂર્ણ તારીખો જાણી લો.
સૂચના તારીખ | 08 જૂન 2023 |
ફોર્મ ભરવાની શરૂઆત | 08 જૂન 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 16 જૂન 2023 |
ઇફકો સંસ્થાએ કઈ ભરતી બહાર પાડેલ છે
આમ તો સમય ની સાથે સાથે ઇફકો સંસ્થા ઘણી ભરતી બહાર પાડે છે. જેમાં લોકો પોતાની લાયકાત અનુસાર અરજી કરે છે. અહીં નવી ભરતી માટેની જગ્યાઓના નામ જણાવ્યા છે.
- મિકેનિકલ એપ્રેન્ટિસ
- ઇલેક્ટ્રિકલ એપ્રેન્ટિસ
- કેમિકલ એપ્રેન્ટિસ
- સિવિલ એપ્રેન્ટિસ
- ઇન્સ્ટ્રુમેન્ટ એપ્રેન્ટિસ
ઇફકો ભરતી માટેના મહત્વપૂર્ણ દસ્તાવેજો
કોઈ પણ સરકારી, અર્ધસરકારી અથવા ખાનગી સંસ્થામાં પણ અરજી માટે મહત્વના દસ્તાવેજો જમા કરાવવા પડે છે. એવી જ રીતે ઇફકો ભરતી માટે તમે નીચે દર્શાવ્યા પ્રમાણે દસ્તાવેજો તૈયાર રાખો.
- આધાર કાર્ડ
- અભ્યાસ માર્કશીટ
- સિગ્નેચર (સહી)
- ડિગ્રી પ્રમાણપત્ર
- ફોટોગ્રાફ
- અનુભવ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
- જરૂરિયાત મુજબ અન્ય કોઈપણ સહાયક દસ્તાવેજો
IFFCO ગુજરાત રેક્યુએરમેન્ટ માટેની પાત્રતા
કોઈ પણ ભરતી માટેની પરીક્ષા આપવા માટે સહુથી પહેલા લાયકાત જાણવી જરૂરી છે. નોકરીની ની અલગ-અલગ જગ્યા માટે એ પ્રમાણે શેક્ષણિક લાયકાત હોવી પણ જરૂરી છે.
અહીં ધોરણ 10 અથવા 12 પાસ થી લઈને ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીની ભરતી બહાર પાડવામાં આવે છે. પરંતુ ઇફકો દ્વારા બહાર પાડવામાં આવેલ આ ભરતી માટે કેવી શેક્ષિણક લાયકાત જોઈએ તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.
ઇફકો ભરતીનું પગાર ધોરણ
પર્યાવરણ અને કૃષિ સેવાને લગતું કાર્ય કરતી આ સંસ્થા સંપૂર્ણપણે સરકારી છે. જેના કારણે આમાં કામ કરતા દરેક લોકોને તેમના કામ અનુસાર યોગ્ય પગાર પણ આપવામાં આવે છે.
આ ભરતીમાં સ્પષ્ટ નથી કરવામાં આવ્યું કે કુલ કેટલો પગાર આપવામાં આવશે. પણ નવી ભરતીની પોસ્ટના આધારે જાણી શકાય છે કે, વાર્ષિક પગાર રૂપિયા 12 લાખ સુધી છે.
આનો સીધો અર્થ એ થાય છે કે, આમાં નોકરી પ્રાપ્ત કરીને તમે પાત્રતા અનુસાર મહિને 60 હજારથી લઈને રૂપિયા 1 લાખ સુધીનો પગાર મેળવી શકો છે.
ઇફ્કોમાં ઉમેદવારોનું મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવે છે
સહકારી સંસ્થા ઇફકોમાં ઉમેદવારોનું મૂલ્યાંકન સહુથી પહેલા તેમની શેક્ષણિક લાયકાત અનુસાર થાય છે. ત્યારબાદ ઘરે બેઠા એક ઓનલાઇન પરીક્ષા આપવી પડે છે.
ત્યાર પછી પરીક્ષા કેન્દ્ર પર જઈને ઉમ્મેદવારો પરીક્ષા આપી છે. આ પરીક્ષામાં પાસ થનાર વ્યક્તિનો ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. ઇન્ટરવ્યૂમાં પસંદગી પામેલ વ્યક્તિ સરળતાથી નોકરી મેળવી શકે છે.
ઇફ્કો ભરતી માટેની અરજી પ્રક્રિયા
તમે આ ભરતીમાં રુચિ ધરાવતા હોય તો નીચે દર્શાવેલ પ્રક્રિયા દ્વારા ઘણી સરળતાથી અરજી કરી શકાય છે. અહીં તમે
- ઓનલાઇન અથવા ઓફલાઈન પણ ફોર્મ ભરી શકો છો.
- સહુથી પહેલા તમારી લાયકાત ચકાસી લો અને તે પ્રમાણેની પોસ્ટ પસંદ કરો.
- ઈફ્ફકોની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
- બાયોડેટા ફોર્મ ડાઉનલોડ કરીને તેને પ્રિન્ટ આઉટ કરી લો.
- ફોર્મમાં દર્શાવેલ તમામ જરૂરી વિગતો ભરી લો.
- ફોર્મની સાથે તમે જરૂરી હોય એવા તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો જોડી લો.
- આ ફોર્મને ઓનલાઇન તથા ઑફલાઇન બંને રીતે ભરી શકાય છે.
- આ ફોર્મ ને IFFCO – મીણબત્તી (કચ્છ), ગુજરાત – 370 210 ના સરનામે મોકલો.
મહત્વના પ્રશ્નો (FAQ)
અહીં ઇફકો ભરતી સબંધી મહત્વપૂર્ણ સવાલોનાં જવાબ આપવામાં આવ્યા છે.
(1) ઇફ્કોની ભરતી ક્યારે બહાર પડી હતી?
ઇફ્કોની ભરતી હાલ તારીખ 08 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.
(2) ઇફ્કોનું ફોર્મ કઈ રીતે ભરી શકાય છે?
ઇફ્કોનું ફોર્મ તમે ઓનલાઇન અથવા ઓફલાઈન બંને રીતે ભરી શકો છો. વધારે માહિતી માટે તમે અહીં દર્શાવેલ ઇફકો ભરતી માટેની અરજી પ્રક્રિયા વાંચી શકો છો.
(3) ઇફ્કો માટેના અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે?
ઇફ્કો માટેના અરજી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 16 જૂન 2023 છે.