અરડૂસી પાન (Ardusi Na Pan) એક આયુર્વેદિક જડી-બૂટી છે. જેના ઉપયોગથી ઘણી બધી સ્વાસ્થ્ય લક્ષી સમસ્યાઓ થી રાહત મળે છે. અરડૂસી ને અંગ્રેજીમાં Malabar Nut તરીકે ઓળખવામાં આવે છે.
દરેક માનવી પોતાની સ્વાસ્થકીય સમસ્યાઓનું નિરાકરણ કોઈ નુકસાન વગર ઈચ્છે છે. જેમાં સૌથી વધારે લાભદાયક પરિણામો આયુર્વેદિક ઔષધિ જ આપી શકે છે. જેમ કે અરડૂસી નટ અથવા અરડૂસી ના પાન.
અરડૂસી પાન ના ફાયદા અને ઉપયોગ
અરડૂસી માં મુખ્યત્વે નીચે બતાવેલા ઔષધીય ગુણ જોવા મળે છે.
- એંટી-એલર્જિક અને એંટીઓક્સિડંટ
- સોજો ઓછો કરવાના ગુણ (એંટી-ઇન્ફ્લેમેન્ટરી)
- ડાયાબિટીસ દૂર કરવામાં (એંટી-ડાયાબિટીસ)
- મોં ના છાલા માટે (એંટી-અલ્સર)
આ ગુણો ને આધારે Ardusi Na Pan દ્વારા નીચે દર્શાવેલા લાભ પ્રાપ્ત થાય છે.
(1) શરદી ઉધરસ માટે
મોટા ભાગના લોકો ને શિયાળામાં શરદી, ઉધરસ અથવા ખાંસી થઈ જાય છે. આ એક પ્રકારની એલર્જિક સ્થિતિ હોય છે. જેની સામે અરડૂસી એલર્જી દૂર કરવાનું કાર્ય કરે છે. અરડૂસી પત્તા નો ઉકાળો બનાવીને પીવાથી શરદી, ઉધરસ અને તાવ થી રાહત મળે છે.
ઉપયોગ
- તપેલી માં 1 ગ્લાસ પાણી લો અને તેને ઉકાળવા માટે મુકો.
- આ પાણી માં 5 થી 7 અરડૂસી ના પાંદડા ઉપર નાખી દો.
- તપેલી માં રહેલું પાણી 40% જેટલું ઓછું થઈ જાય ત્યાં સુધી ઉકાળો.
બસ આટલી સામાન્ય પ્રક્રિયા ના અંતે કાઢો તૈયાર થઇ જશે. જેને દિવસ માં એક વાર અથવા બે વાર પી શકો છો.
(2) ગળા સંબંધિત સમસ્યાઓ માં
ગળા માં સોજો આવ્યો હોય, બળતરા થતી હોય કે અવાજ બેસી ગયો હોય. આ સમગ્ર સ્થિતિ માં અરડૂસી પાન નો રસ પીવાથી લાભ પ્રાપ્ત થાય છે. જેમાં બેસી ગયેલ અવાજ અથવા બળતરા 4-5 કલાક માં મટે છે અને સોજો 2-3 દિવસ માં મટે છે.
ઉપયોગ
- થોડા અરડૂસી પાંદડાનો રસ એક વાટકી માં કાઠી લો.
- આ રસ સાથે એક ચમચ મધ મિલાવી લો.
આ રસ પીવાથી તમે ગળા માં રાહત અનુભવ કરશો. 12 વરસ થી ઉપરના બાળકો ને પણ આ રસ આપી શકાય છે.
(3) ડાયાબિટીસ ના ઈલાજ માં
લાભકારી ઔષધિ અરડૂસી માં એંટી-ડાયાબિટીસ ગુણ હોય છે. જેને રસ રૂપે પીવાથી લોહી માં શુગર નું પ્રમાણ ઓછું થાય છે.
જો આ રસ ડૉક્ટર ની સલાહ પ્રમાણે નિયમિત પીવામાં આવે તો દર્દી ને ડાયાબિટીસ થી ઘણી રાહત મળે છે.
ઉપયોગ
- ડાયાબિટીસ દર્દીઓએ ફકત અરડૂસી રસ પીવાનો છે.
- આ રસ સાથે બીજું કશું નથી મિલાવાનું.
તમે ચાહો તો દરરોજ પીવા માટે તૈયાર Ardusa Juice લઇ શકો છો. જે તમને મેડિકલ શોપ અથવા ઓનલાઈન એમેઝોન પર મળી જશે.
(4) સોજો દૂર કરવા માટે
રીસર્ચ અનુસાર અરડૂસી માં એંટી-ઇન્ફ્લેમેન્ટરી ગુણ વાળું વાસિનીન હોય છે. જેના થકી શરીર માં આવેલ સોજો આસાની થી કમ થાય છે. સોજા ના કારણે થતો દુખાવો પણ અરડૂસી ની મદદ થી ઘટી જાય છે.
ઉપયોગ
- સૌથી સરળ રીત છે કે અરડૂસી પાન નો રસ પીય લો.
- અથવા અરડૂસી પાન નો લેપ બનાવી સોજા વાળી જગા પર લગાવી શકો છો.
સામાન્ય રીતે લોકો ચામડી પર આવેલ સોજો અને ગળા ના સોજા માં અરડૂસી નો ઉપયોગ કરે છે.
(5) અલ્સર માં લાભકારક
બેક્ટેરિયા, તણાવ, અલકોહોલ નું સેવન, મસાલા વાળું ખાવાનું અથવા બીજા કારણોસર પેટ માં અલ્સર થઈ શકે છે. આવી સ્થિતિ માં પોતાનો બચાવ કરવા માટે Ardusi Na Pan સૌથી શ્રેષ્ઠ છે. આ પાન વગર કોઈ નુકસાને પુરા લાભ આપે છે.
ઉપયોગ
- અલ્સર માટે અમુક લોકો અરડૂસી ના પાંદડા ખાય છે.
- અથવા તો અરડૂસી નો રસ પીવાનું પસંદ કરે છે.
રસ પીવાથી પેપ્ટીક અને ગેસ્ટ્રીક બંને પ્રકાર ના અલ્સર માં લાભ મળે છે. જો અલ્સર ની કોઈ દવા ચાલી રહી હોય તો, રસ પિતા પહેલા ડૉક્ટર ની સલાહ લો.
(6) સ્વસ્થ લીવર માટે
લીવર શરીરના સૌથી જરૂરી અંગો માંથી એક છે. જેને વ્યક્તિ જાણે-અજાણે ખોટા ખાનપાન દ્વારા નુકસાન પહોચાવે છે. આવામાં પોતાના લીવર સ્વાસ્થ્ય માટે અરડૂસી નું સેવન કરી શકો છો. અરડૂસી માં રહેલ ઇથાઇલ ઇસીટેટ લીવર માટે સારું છે.
ઉપયોગ
- નિયમિત Adusa Juice પીવાથી લીવર ને લાભ મળી શકે છે.
- પોતાની ઈચ્છા અનુસાર ઘરે જૂસ બનાવી શકો છો.
- અથવા માર્કેટમાં થી તૈયાર જૂસ લાવી પી શકો છો.
અરડૂસી માં મુખ્ય ઘટક રૂપે હીપેટોપ્રોટેકટીવ હોય છે, આ ઘટક લીવર ને મજબૂત બનાવે છે.
(7) ત્વચા માટે લાભકારી
અરડૂસી ના પાનથી ત્વચા સંબંધિત સમસ્યાઓમાં ફાયદો થાય છે. જેમ કે અરડૂસીનાં પાંદડાનો પેસ્ટ ઘાવ માટે સારો છે. અરડૂસી પાન નો ઉકાળો ખંજવાળ અથવા ચેપી ત્વચા રોગ સામે લડે છે. રસ ત્વચા ને સ્વસ્થ બનાવામાં મદદ કરે છે.
ઉપયોગ
- શરીર પર ઘાવ થયો હોય તો અરડૂસી પેસ્ટ બનાવી લગાવી લો.
- ખંજવાળ આવતી હોય તો અરડૂસી નો ઉકાળો પીવો.
- સંપૂર્ણ ત્વાચાકીય લાભ માટે રોજ અરડૂસી નો રસ પીવો જોઈએ.
પહેલા ના જમાના માં ઘણા લોકો નિયમિત અરડૂસીનો રસ પીને પોતાની ત્વચા સુંદર રાખતા.
(8) દાંત ની સમસ્યા માં
દાંત માંથી લોહી નીકળતું હોય, દુખાવો હોય કે દુર્ગંધ આવતી હોય. આ સમગ્ર સમસ્યા માં અરડૂસી પાંદડાનો પેસ્ટ લગાવાથી રાહત મળે છે. અરડૂસી માં રહેલ એંટી-બેક્ટેરિયલ પ્રોપર્ટી આ સમસ્યા માં લડત આપવાનું કામ કરે છે.
ઉપયોગ
- સૌથી પહેલા અરડૂસી પાન નો પેસ્ટ બનાવી લો.
- પછી દાંત માં જ્યાં સમસ્યા હોય ત્યાં પેસ્ટ લગાવો.
આમ કરવાથી લોહી નીકળતું બંધ થશે અને દુર્ગંધ પણ ઓછી થઈ જશે. સંપૂર્ણ અસર દેખાવામાં 2 થી 3 દિવસ નો સમય લાગી શકે છે.
(9) અસ્થમા માં ફાયદો
અરડૂસી ના પાંદડામાં રહેલ વિશિષ્ટ ગુણ અસ્થમા નો ઈલાજ કરવાની ક્ષમતા ધરાવે છે. અરડૂસી પાન નો રસ પીવાથી શ્વસન માર્ગ અને ફેંફસા માં થયેલ સોજા મટે છે. આ રસ ખાસ કરીને વૃદ્ધ વ્યક્તિઓ માટે વધુ ફાયદાકારક છે.
ઉપયોગ
- સૌપ્રથમ અરડૂસી પાન નો રસ બનાવી લેવાનો છે.
- ત્યારબાદ રસ માં થોડું મધ નાખવાનું છે.
- આ મિશ્રણ માં આદુનો રસ પણ નાખી શકાય છે.
ત્રણેય સામગ્રી ની મદદ થી તૈયાર થયેલ રસ અસ્થમાં ના ઈલાજ માં લાભકારી પરિણામ આપે છે.
(10) સારા પાચન માટે
ખોટા ખોરાક ને કારણે પાચન સંબંધિત ઘણી સમસ્યાઓ થાય છે. જેમ કે ખાવાનું બરાબર હજમ ન થવું, પેટ ફૂલી જવું, પેટ માં દુખાવો, ગેસ ની સમસ્યા. આ તમામ આપત્તીજનક પરિસ્થિતિથી છુટકારો જોઈતો હોય તો અરડૂસી ની મદદ લેવી.
ઉપયોગ
- પહેલા 2 ચમચી અરડૂસી ના પાંદડાનો પેસ્ટ બનાવી લેવો.
- પછી આ પેસ્ટ ને સામાન્ય ગરમ પાણીમાં મિલાવી લેવું.
- ત્યારબાદ પાણીમાં અડધી ચમચી આદુ નો રસ મિલાવી દેવો.
- દિવસ માં 2 વાર આ સંપૂર્ણ મિશ્રણ ને પીવાનું છે.
આ એક રામબાણ ઈલાજ સમાન રસ છે, જેનો લાભ દરેક ઉમર ના વ્યક્તિ લઇ શકે છે.
અરડૂસી પાન ના નુકસાન
અમુક સંજોગો માં તમને અરડૂસી ના ગેરલાભ જોવા મળી શકે છે. જો તમે આનાથી બચવા માંગતા હોય તો તે સંજોગો ને સમજી લો.
- ડાયાબિટીસ દર્દીઓએ વધારે માત્રા માં અરડૂસી નો રસ ન પીવો જોઈએ.
- વધારે રસ પીવાથી શુગર લેવલ બહુજ નિમ્ન સ્તરે જઈ શકે છે.
- નાના બાળકો માટે અરડૂસી નું સેવન કરવું યોગ્ય નથી.
- વધુ પડતો અરડૂસી નો રસ પીવાથી ઉલ્ટી થઇ શકે છે.
- ગર્ભવતી અથવા સ્તનપાન કરાવતી મહિલાઓ એ અરડૂસી નો ઉપયોગ ન કરવો.
- અમુક લોકો ને અરડૂસી નો સ્વાદ બેકાર લાગી શકે છે.
અમને આશા છે કે તમને અમારા દ્વારા લખાયેલ જાણકારી સારી લાગી હશે. પાછા મળીશું એક નવા લેખ સાથે, ત્યાં સુધી ખુશ રહો અને સ્વાસ્થ્ય ની સંભાળ રાખો.
કેટલો સમય સુધી અરડૂસી નો રસ પી શકાય?
વધુ સમય ચાલુ રાખવાથી નુકશાન થાય ?
Nice n thank u