વ્હાલી દીકરી યોજના 2023 (1 લાખની સહાય) Vahali Dikri Yojana 2023

વ્હાલી દીકરી યોજના 2023 (1 લાખની સહાય) Vahali Dikri Yojana 2023

સરકાર દ્વારા મહિલાઓ માટે ઘણી લાભકારી યોજનાઓ બનાવવામાં આવે છે. જેમાંથી એક છે વ્હાલી દીકરી યોજના 2023. જેમાં નવજાત શિશુ દીકરી હોય તો તેને રૂપિયા 1.10 લાખ સુધીની સહાય મળે છે.

Vahali Dikri Yojana નો હેતુ એ છે કે બાળકીઓના જન્મને વધારે પ્રોત્સાહન આપવું. પહેલાના જમાનામાં લોકો તેમના ઘરે દીકરીઓને જન્મ આપવા નહોતા માંગતા. હજી પણ ભારતના સહીત ગુજરાતના અમુક વિસ્તારોમાં આ કડવી વાસ્તવિકતા જોવા મળે છે.

જેના લીધે વ્હાલી દીકરી યોજના બનાવવામાં આવી છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે પુરુષનો બરાબરીમાં મહિલાઓની સંખ્યા પણ વધે. સાથે જ લોકો બાળકીઓના જન્મને સરળતાથી સ્વીકારી શકે.

વ્હાલી દીકરી યોજના શું છે

ગુજરાત રાજ્યમાં બાળકીઓનું જન્મ પ્રમાણ વધારવા માટે બનાવવામાં આવેલ સરકારી સહાયને વ્હાલી દીકરી યોજના કહેવામાં આવે છે. આ યોજનાનો લાભ ઘણા લાભાર્થીઓ લઇ પણ ચુક્યા છે.

રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગમાં વ્હાલી દીકરી યોજના આવે છે. જેના થકી રાજ્યની પ્રજામાં ઘણા સુધારાઓ અને પ્રગતિ થાય છે.

આ સહાય યોજનાને કુલ 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. જેમાં લાભાર્થી દીકરીઓને કુલ 3 હપ્તામાં 1,10,000 રૂપિયા મળે છે. યોજનાનો લાભ વર્ષ 2019 કે ત્યારબાદ જન્મેલ બાળકીઓને જ આપવામાં આવે છે.

જે લોકોની વાર્ષિક આવક રૂપિયા 2,00,000 થી ઓછી હોય, તેવા કુટુંબો આ સેવાનો લાભ મેળવી શકે છે. કોઈ કુટુંબમાં એક કે તેથી વધુ દીકરીઓ જન્મેલ હોય તો તેઓને આ સેવાનો લાભ મળી શકે છે.

વહાલી દીકરી યોજના વિષે જરૂરી જાણકારી

ગુજરાત રાજ્યના ગ્રામ્ય તથા શહેરી બંને વિસ્તારોમાં રહેતા લોકો આ યોજનાનો લાભ લઇ શકે છે. આ યોજના વિશેની અમુક વિશેષ માહિતી અમે નીચે દર્શાવેલ છે.

યોજનાનું નામ વ્હાલી દીકરી યોજના
લાભ કોણ લઇ શકે છે 02/08/2019 બાદ જન્મેલ બાળકીઓને
પાત્રતા શું હોવી જોઈએ વાર્ષિક આવક 2 લાખથી ઓછી હોવી જોઈએ
વિભાગ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ
સહાયની રકમ 1 લાખ 10 હજાર રૂપિયા
અરજી સમય મર્યાદા 1 વર્ષ સુધી
અધિકૃત વેબસાઈટ Wcd.gujarat.gov.in

વ્હાલી દીકરી યોજનાના 3 તબક્કા

તારીખ 2 ઓગસ્ટ 2019 ના રોજ સરકાર તરફથી આ લાભકારક સહાય યોજના બહાર પાડવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન જે પણ બાળકો જન્મેલ છે તેમને આ યોજનાનો ફાયદો મળી શકે છે.

Vahali Dikri Yojana ના મુખ્ય 3 તબક્કા નીચે મુજબ છે.

(1) પ્રથમ તબક્કો

જયારે દીકરી અભ્યાસ ક્ષેત્રના પ્રથમ પગથિયે એટલે કે પહેલા ધોરણમાં આવે, ત્યારે જે તે લાભાર્થીને તે વર્ષ દરમિયાન રૂપિયા 4 હજારની સહાય પ્રાપ્ત થાય છે.

(2) દ્રિતીય તબક્કો

જયારે દીકરી નવમાં ધોરણમાં આવે છે ત્યારે યોજનાનો બીજો તબક્કો શરૂ થાય છે. આ તબક્કામાં લાભાર્થીને રૂપિયા 6000 આપવામાં આવે છે.

(3) તૃતીય તબક્કો

જયારે બાળકી સંપૂર્ણ રીતે અભ્યાસ પૂર્ણ કરી લે અથવા તે 18 વર્ષની થઇ જાય ત્યારે તેને આ ત્રીજી અને સહુથી મોટી સહાય મળે છે. આમ લાભાર્થીને કુલ રૂપિયા 1 લાખ આપવામાં આવે છે.

વ્હાલી દીકરી યોજનાનો લાભ કોને મળી શકે છે

સામાન્ય રીતે ઓછી વાર્ષિક આવક ધરાવતા લોકો માટે આ ઘણી જ સારી યોજના છે. જો તમે નીચે દર્શાવેલ બાબતોમાં ખરા ઉતરો છો તો, વ્હાલી દીકરી યોજનાનો લાભ મેળવી શકો છો.

  • વાર્ષિક આવક રૂપિયા 2,00,000 સુધીની કે તેથી ઓછી હોવી જોઈએ.
  • જે લોકોની દિકરીનો જન્મ 02/08/2019 બાદ થયો હશે તે લોકો યોજનાનો લાભ લઈ શકે છે.
  • કોઈ એક કુટુંબમાં ત્રણ જેટલી બાળકીઓનો જન્મ થયો હોય તો તે પણ આ સહાય યોજના સાથે જોડાઈ શકે છે.

યોજના માટે ક્યાં ક્યાં દસ્તાવેજોની જરૂર પડે છે

દરેક પ્રકારની સરકારી સહાય મેળવવા માટે અમુક પ્રકારના દસ્તાવેજોની જરૂર પડે છે. તેવી જ રીતે વ્હાલી દીકરી યોજનાનો લાભ પ્રાપ્ત કરવા માટે પણ તમને નીચેના દસ્તાવેજો જરૂરી છે.

  • દીકરીના જન્મનું પ્રમાણપત્ર
  • દીકરીનો આધારકાર્ડ નંબર (જો હોય તો)
  • લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્નનું સર્ટિફિકેટ(પ્રમાણપત્ર)
  • માતા પિતા સહીત હયાત તમામ બાળકોના જન્મના દાખલા
  • રેશન કાર્ડની નકલ
  • દંપતીનું સોગંદનામું
  • માતા-પિતાના આધારકાર્ડ
  • માતા-પિતાનું જન્મનું પ્રમાણપત્ર


વ્હાલી દીકરી યોજના માટેનું ફોર્મ ક્યાંથી મેળવવું

ઘણા લોકોને પ્રશ્ન હોય છે સરકારી યોજનાનું ફોર્મ ક્યાંથી મેળળવું? તો નીચેની જાણકારી દ્વારા આને સરળતાથી સમજી શકાય છે.

  • ગ્રામ્ય સ્તરે રહેતા લોકો માટે આ ફોર્મ નજીકની આંગણવાડીમાં ઉપલબ્ધ હોય છે.
  • આ સિવાય ગ્રામ્ય પંચાયતમાંથી પણ આ ફોર્મને વિના મુલ્યે લઇ શકાય છે.
  • Digital Gujarat Portal ની કામગીરી કરતા અધિકારીઓ પાસેથી પણ આ ફોર્મ લઈ શકાય છે.
  • તાલુકા સ્તરે સંકલિત બાળ વિકાસ યોજના કચેરીમાંથી આ ફોર્મ મેળવી શકાય છે.
  • જિલ્લા સ્તરે મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે વ્હાલી દીકરી યોજનાનું અરજી ફોર્મ લઇ શકીએ છીએ.

વ્હાલી દીકરી યોજના માટે અરજી કેવી રીતે કરવી

જે લોકોને બાળકી જન્મી હોય અને તેઓ વ્હાલી દીકરી યોજનામાં રુચિ ધરાવતા હોય. તેમની માટે અરજી પ્રક્રિયા જાણવી બહુ જ મહત્વની હોય છે.

  • સહુથી પહેલા તમારે Wcd.gujarat.gov.in વેબસાઇટની મુલાકાત લેવાની છે.
  • ત્યારબાદ વ્હાલી દીકરી યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી લો.
  • જો તમે વ્હાલી દીકરી યોજના વિશેની પાત્રતા ધરાવતા હોય તો આ અરજી કરી શકો છો.
  • આ માટેનું ફોર્મ તમે ઉપરોક્ત માહિતી અનુસાર કોઈ પણ જગ્યાએથી લઇ શકો છો.
  • ઉપર જણાવ્યા અનુસાર તમે ફોર્મ સાથે તમામ જરૂરી દસ્તાવેજોને જોડી લો.
  • ત્યાર પછી ફોર્મમાં દર્શાવ્યા મુજબ તમારી બધી વિગતો ભરી દો.
  • તમે ડિજિટલ ગુજરાત પોર્ટલમાં આ ફોર્મ જમા કરાવી દો.

વ્હાલી દીકરી યોજનાથી ક્યાં ક્યાં લાભ થઇ શકે છે

ભારત સહીત ગુજરાતમાં દીકરીઓ માટે બનાવવામાં આવેલ આ યોજના સામાન્ય, ગરીબ તથા મધ્યમવર્ગીય કુટુંબો માટે ખાસ છે. જેના થકી આપણે નીચે મુજબના ફાયદાઓ મેળવી શકીએ છીએ.

  • આ યોજના દ્વારા મહિલાઓની જન્મ સંખ્યામાં વધારો થઇ શકે છે. જેથી પુરુષ અને મહિલા જન્મદર સરખું રહી શકે.
  • બાળ લગ્નો અટકાવવા માટે આ યોજના સહાયરૂપ થઇ શકે છે.
  • મહિલાઓનું શિક્ષણ સ્તર વધી શકે છે.
  • જે લોકો આર્થિક રીતે નબળા હોય તેમને સહાય મળે છે.
  • યોજના દ્વારા લગ્ન માટેની ઉંમર વધારી શકાય છે.
  • રાજ્યમાં મહિલા વિકાસના કાર્યને પ્રોત્સાહન મળે છે.

સવાલ જવાબ (FAQ)

ઘણા લોકો એવા છે જે વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માંગે છે, પરંતુ તેમની પાસે પૂરતી માહિતી નથી. આવા લોકોના પ્રશ્નોના ઉત્તર અમે અહીં દર્શાવ્યા છે.

(1) વ્હાલી દીકરી યોજના શા માટે બનાવવામાં આવી છે?

આ યોજના બનાવવાનો મુખ્ય હેતુ એ છે લોકો દીકરીના જન્મને સરળતાથી વધારી શકે. સાથે જ મહિલાઓના જન્મ તથા શિક્ષણ દરમાં પણ વધારો થાય.

(2) વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ ક્યાંથી લઇ શકીએ, શું તે મફતમાં મળે છે?

વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ તમે કોઈ પણ નજદીકી સરકારી કચેરી, આંગણવાડી અથવા ગ્રામ્ય પંચાયત પાસેથી લઇ શકો છો. જે તમને મફતમાં મળી જશે.

(3) વ્હાલી દિકરી યોજનાની અરજી ક્યાં કરવાની હોય છે?

સરકારી મામલતદાર કચેરીમાં જઈ ઓપરેટર પાસે અરજી કરી શકાય છે.

(4) વ્હાલી દીકરી યોજના હેઠળ કેટલો લાભ મળે છે?

વ્હાલી દીકરી યોજના હેઠળ ત્રણ હપ્તામાં કુલ 1,10,000 રૂપિયા જેટલો લાભ મેળવી શકાય છે.

(5) એક કુટુંબની વધારેમાં વધારે કેટલી દીકરીઓને આ યોજનાનો લાભ મળી શકે છે?

એક પરિવારની ત્રણ દીકરીઓને આ સહાય યોજનાનો લાભ મળી શકે છે.

We will be happy to hear your thoughts

Leave a reply

Gujarat Gov
Logo