Namo Tablet Yojana 2023 : ફકત 1 હજાર રૂપિયામાં નવું ટેબ્લેટ મળશે, ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના

Namo Tablet Yojana 2023 : ફકત 1 હજાર રૂપિયામાં નવું ટેબ્લેટ મળશે, ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના

વર્ષ 2023 માં જે વિદ્યાર્થીઓ 12મુ ધોરણ પાસ કરી કૉલેજમાં એડમિશન લેવાના છે. તેમને ફક્ત 1000 રૂપિયામાં નવું ટેબ્લેટ મળવાપાત્ર છે. નવા ટેબ્લેટની નોંધણી કરાવ્યા બાદ ફક્ત થોડા જ દિવસમાં ટેબ્લેટ તમને મળી જશે. આ Namo Tablet Yojana ગુજરાત સરકારના ડિજિટલાઇઝેશન એજ્યુકેશન અંતગર્ત આવે છે. જેના માટે તમારે અમુક અગત્યના ડોક્યુમેન્ટ સાથે વહેલી તકે રેજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આ સમગ્ર પ્રક્રિયા કેવી રીતે કરવાની છે? તેની સંપૂર્ણ માહિતી આ પોસ્ટમાં દર્શાવી છે.

Namo Tablet Yojana 2023

આજના ડિજિટલ યુગમાં દરેક વિદ્યાર્થીને વધારે સારા અભ્યાસ માટે ટેબ્લેટ અથવા લેપટોપની જરૂર હોય છે. પરંતુ આ ઉપકરણો કિંમતમાં ઘણા મોંઘા હોવાના કારણે વિદ્યાર્થીઓ તેને ખરીદી નથી શકતા. આપણી ગુજરાત સરકાર આ વાતને સારી રીતે સમજી અને Tablet Scheme બનાવી છે. આ યોજના નો લાભ લેતા પહેલા તેની ટૂંકી માહિતી સમજી લો.

યોજનાનું નામ નમો ઇ–ટેબ્લેટ યોજના 2023
મુખ્ય લાભ માત્ર 1000/- રૂપિયામાં ટેબલેટ મળશે
લાભાર્થીઓ કોલેજના નવા વિદ્યાર્થીઓ
યોજના સમયગાળો જૂન 2023 સુધી
યોજના કોની છે ગુજરાત સરકારની યોજના
મુખ્ય વેબસાઈટ digitalgujarat.gov.in

ગુજરાત નમો ઇ-ટેબ્લેટ કોને મળી શકશે

Namo Tablet Yojana અમુક ખાસ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. જેના માટે શું યોગ્યતા હોવી જોઈએ એ જાણી લો.

 • વિદ્યાર્થીની વાર્ષિક આવક 1 લાખ રૂપિયા કરતા ઓછી હોવી જોઈએ.
 • લાભ લેનાર વિદ્યાર્થી અને તેનો પરિવાર ગુજરાતના રહેવાસી હોવા જોઈએ.
 • આ યોજના ધોરણ 12 પાસ કરેલ નવા વિદ્યાર્થીઓ માટે છે.
 • વિદ્યાર્થીઓનો કૉલેજમાં નવો પ્રવેશ હોવો જરૂરી છે, એટલે કે પહેલું વર્ષ.
 • વિદ્યાર્થી પાસે યોજનાને લગતા જરૂરી ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ.

Namo Tablet Yojana માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

જો તમે ટેબ્લેટ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમારી પાસે નીચે બતાવેલ ડોક્યુમેન્ટ હોવા જોઈએ.

 • ધોરણ 12 પાસ કર્યાનું પ્રમાણપત્ર
 • ઓળખ માટે આધાર કાર્ડ
 • મૂળભૂત સરનામાનો પુરાવો
 • અભ્યાસક્રમમાં પ્રવેશનું પ્રમાણપત્ર
 • જાતિનું સર્ટિફિકેટ
 • ઓછી આવકનો દાખલો

નમો ઇ–ટેબ્લેટ યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા

અરજી માટેની પ્રક્રિયા ઘણી સરળ છે, જેના માટે તમારે જરૂરી ડોક્યુમેન્ટ સાથે પોતાની કૉલેજથી ઑફ્લાઇન ફોર્મ ભરવું પડશે.

 • જે કૉલેજમાં તમે પહેલા વર્ષમાં પ્રવેશ લીધો છે ત્યાંની ઓફિસમાં સંપર્ક કરો.
 • તેમને જણાવો કે મારે Namo Tablet Yojana નું ફોર્મ ભરવું છે.
 • તમને એક ફોર્મ આપવામાં આવશે અને તેની સાથ જરૂરી દસ્તાવેજ જોડવાનું કહેવામાં આવશે.
 • સાથે જ ઓનલાઇન વેબસાઇટ https://www.Digitalgujarat.Gov.In પર રેજીસ્ટ્રેશન કરવામાં આવશે.
 • આ પ્રક્રિયા પૂર્ણ કાર્ય બાદ કાર્યાલયમાં 1000 રૂપિયાની ટેબ્લેટ ફી ચૂકવણી કરી દો.
 • બસ આટલી સામાન્ય પ્રક્રિયાના અંતે તમારા ટેબ્લેટની નોંધણી થઇ જશે.
 • થોડા દિવસમાં ટેબ્લેટ કૉલેજમાં આવશે અને તમને ઓફિસમાંથી જ મળી જશે.
 • આ પ્રક્રિયામાં યાદ રાખો કે ફોર્મ જૂન માસમાં જ વધારે ભરાય છે.

નમો ઈ-ટેબ્લેટ હેલ્પલાઈન નંબર

જો તમને Namo Tablet Yojana સંબંધિત કોઈ પ્રશ્ન હોય અથવા કોઈ સમસ્યા આવી રહી હોય. તો નીચે બતાવેલા હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી શકો છો.

 • 079 2656 6000

નમો ઇ-ટેબલેટ યોજનામાં કયું ટેબ્લેટ મળે છે

માત્ર 1000 રૂપિયામાં તમને એસર અથવા લેનોવો બ્રાન્ડનું ટેબ્લેટ મળે છે. આ ટેબ્લેટમાં એવા સ્પેસિફિકેશન હોય છે જે 5 થી 10 હજાર વાળા ટેબ્લેટમાં જોવા મળે છે. નીચે જે ટેબ્લેટ મળે છે તેની સંપૂર્ણ વિગત દર્શાવી છે.

ટેબ્લેટ બ્રાન્ડ એસર અથવા લેનોવો
ડિસ્પ્લે સાઈઝ 7 ઈંચ HD ડિસ્પ્લે
પ્રોસેસર ક્વાડ-કોર 1.3 GHz
ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ 11.0
રેમ 2 જીબી
સ્ટોરેજ 16 જીબી
બેટરી ક્ષમતા 3450 mAh
સિમ કાર્ડ 4G સિમ સપોર્ટ
રીઅર કેમેરા 5 MP
ફ્રન્ટ કેમેરા 2 MP

સવાલ જવાબ (FAQ)

નીચે નમો ઇ-ટેબલેટ યોજના ને લગતા મુખ્ય પ્રશ્નોનાં જવાબ આપ્યા છે.

(1) નમો ટેબ્લેટ આટલું સસ્તું કેમનું આપવામાં આવે છે?

આ ટેબ્લેટ મુખ્ય કંપની અને ગુજરાત સરકારના કોન્ટ્રાક્ટથી બનાવવામાં આવે છે. જેમાં આપણી સરકાર કંપનીને હજારો ટેબ્લેટ બનવાનો ઓર્ડર આપે છે. વધારે ટેબ્લેટ હોવાના કારણે સરકારને મુખ્ય કિંમત કરતા ઓછી કિંમત ચૂકવવી પડે છે. સાથે જ સરકાર જનતાના ટેક્સ નાણાંનો પણ આ યોજના માટે ઉપયોગ કરે છે.

(2) નમો ટેબ્લેટ કેટલા દિવસમાં મળે છે?

તમે ટેબ્લેટ માટેની વેબસાઇટ Digital Gujarat ખોલી શકો છો, પરંતુ ઘરેથી રેજીસ્ટ્રેશન કરવું સંભવ નથી. વેબસાઇટ પર જઈ ટેબ્લેટ માટેની અરજી ફક્ત કૉલેજ દ્વારા જ કરી શકાય છે.

(3) શું નમો ટેબ્લેટ માટે ઘરેથી ઓનલાઈન અરજી કરી શકાય?

તમે ટેબ્લેટ માટેની વેબસાઇટ Digital Gujarat ખોલી શકો છો, પરંતુ ઘરેથી રેજીસ્ટ્રેશન કરવું સંભવ નથી. વેબસાઇટ પર જઈ ટેબ્લેટ માટેની અરજી ફક્ત કૉલેજ દ્વારા જ કરી શકાય છે.

We will be happy to hear your thoughts

Leave a reply

Gujarat Gov
Logo