Vidhva Sahay Yojana | ગુજરાત વિધવા સહાય યોજના 2023

Vidhva Sahay Yojana | ગુજરાત વિધવા સહાય યોજના 2023

જેમના પતિ મૃત્યુ પામ્યા હોય તેવા બહેનો માટે ઘણી યોજનાઓ બનાવવામાં આવેલ છે. જેમાંથી એક છે Vidhva Sahay Yojana, જેના થકી ગુજરાતમાં રહેતી લાખો વિધવા મહિલાઓ આર્થિક સહાય મેળવી શકે છે.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આ યોજના બનાવવામાં આવી છે. જેનો મુખ્ય ઉદ્દેશય તમામ વિધવાઓને આર્થિક ભંડોળ પૂરું પાડવાનો છે.

જે ગરીબ વિધવા મહિલાઓ ગરીબી રેખાની નીચે જીવન વિતાવતી હોય. તેમની પાસે રહેવા, જમવા તથા તેમના બાળકોને શિક્ષણ આપવા જેટલી પ્રાથમિક સુવિધાઓ ના હોય. એવા લોકો માટે આ સહાય યોજના લાભકારી છે.

આ યોજના ઘણા વર્ષોથી ગુજરાત રાજ્યમાં કાર્યરત છે. જેના કારણે રાજ્યની અનેક વિધવા મહિલાને આર્થિક સહાય પ્રાપ્ત થઇ છે. આ યોજનાની અરજી ઓનલાઇન અથવા ઓફલાઈન પણ કરી શકાય છે.

Vidhva Sahay Yojana ની જાણકારી

વિધવા સ્ત્રીઓને નાણાકીય રકમ આપવા માટે બનાવેલ યોજનાને વિધવા સહાય યોજનાનાં નામથી ઓળખવામાં આવે છે. નીચે અમે આ યોજનાની સંપૂર્ણ જાણકારી ટૂંકમાં સમજાવેલ છે.

યોજનાનું નામ વિધવા સહાય યોજના
વિભાગનું નામ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
લાભ કોણ લઇ શકે વિધવા મહિલાઓ
યોજનાનો ઉદ્દેશય વિધવા મહિલાઓનું જીવન ધોરણ સુધરે
સહાયની રકમ 1250 રૂપિયા (દર મહિને)
અધિકૃત વેબસાઈટ https://wcd.gujarat.gov.in/
હેલ્પલાઇન નંબર 155209
યોજનનું PDF ફોર્મ PDF ફોર્મ 2023

વિધવા સહાય યોજના શુ છે?

વિધવાઓને આર્થિક સહાય પ્રદાન કરતી યોજનાને વિધવા સહાય યોજના કહેવામાં આવે છે. સ્ત્રી સશક્તિકરણ માટે આ યોજના મહત્વપૂર્ણ છે. આના થકી ગુજરાતની અનેક વિધવાઓ પોતાનું ગુજરાન ચલાવી શકે છે.

આ યોજનાનો લાભ 18 વર્ષથી લઈને 60 વર્ષ સુધીની મહિલાઓ લઇ શકે છે. થોડા સમય પહેલા આ યોજનાનું નામ બદલીને ગંગા સ્વરૂપ કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્યમાં ચાલતી આ યોજના હેઠળ વિધવા મહિલાઓને રૂપિયા 1250 જેટલું પેન્શન આપવામાં આવે છે. આ રકમ સીધી લાભાર્થીના બેંક એકાઉન્ટમાં જમા થાય છે.

આ સહાય યોજના અંતર્ગત વિધવા મહિલાઓને પેંશનની સુવિધા આપવામાં આવે છે. અત્યાર સુધી ગુજરાત રાજ્યની અઢળક મહિલાઓ આ સેવાનો લાભ લઇ ચુકી છે.

યોજનાનો મુખ્ય ઉદ્દેશય એ જ છે કે જે વિધવા મહિલાઓ પાસે પૂરતા નાણાં નથી. જેમને સમાજમાં થોડા અનાદર થી જોવામાં આવે છે. તેવી મહિલાઓને તેમની રોજી રોટી માટે આર્થિક સહાય મળી શકે.

વિધવા સહાય યોજના મેળવવાં માટેની યોગ્ય લાયકાત

કોઈ પણ સરકારી અથવા અર્ધ સરકારી સહાય મેળવવા માટે તે માટેની પાત્રતા હોવી ખુબ જ જરૂરી છે. જેના દ્વારા જ તમે કોઈ પણ યોજના માટે અરજી કરી શકો છો.

  • અરજદાર મહિલાની ઉંમર 18 થી 60 વર્ષ હોવી જોઈએ.
  • ગુજરાતના મૂળ નાગરિક હોવા જોઈએ.
  • ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા કુટુંબની વાર્ષિક આવક 1 લાખ 20 હજાર કરતા વધુ ન હોવી જોઈએ.
  • શહેરી વિસ્તારોમાં રહેતા કુટુંબોની વાર્ષિક આવેલ 1 લાખ 50 હજાર કરતા વધુ ન હોવી જોઈએ.

વિધવા સહાય યોજના માટેના મુખ્ય દસ્તાવેજો

મુખ્ય રીતે મોટાભાગની સરકારી યોજનાઓ અથવા લાભો મેળવવા માટે અમુક જરૂરી દસ્તાવેજોની જરૂર પડે છે. એવી જ રીતે વિધવા સહાય યોજનાનો લાભ લેવા માટે નીચે દર્શાવેલ દસ્તાવેજો મહત્વના છે.

  1. વિધવા લાભાર્થીના પતિના મરણનો દાખલો
  2. અરજદારનું આધારકાર્ડ
  3. રેશન કાર્ડની નકલ
  4. જન્મનું પ્રમાણપત્ર
  5. બેંકની વિગતો તથા પાસબુક
  6. નિવાસસ્થાનનું પ્રમાણપત્ર
  7. સ્કુલ લિવીંગ સર્ટીફીકેટ
  8. અરજદારના શૈક્ષણિક લાયકાતના અંગેના પ્રમાણપત્રો
  9. વરસદારોનું પેઢીનામું
  10. તલાટી શ્રી નો બાંહેધરી પત્ર
  11. પુનઃ લગ્ન કરેલ નથી તે બદલનું પ્રમાણપત્ર
  12. અરજદાર માનસિક રીતે અસ્થિર અથવા વિકલાંગ હોય તો તેનો પુરાવો
  13. મેટ્રિક પ્રમાણપત્ર
  14. શિક્ષણ પ્રમાણપત્ર

વિધવા સહાય યોજનાની અરજી ફી

વધારે કરીંને અમુક સરકારી ફોર્મ ભરવા માટે નજીવા દરે ફોર્મ ખરીદવું પડે છે.

  • અરજી ફી : 20 રૂપિયા

Must Read: E-Samaj Kalyan Yojana 2023

વિધવા સહાય યોજના માટેની અરજી પ્રક્રિયા

જે પણ લોકો વિધવા સહાય યોજનામાં રુચિ ધરાવતા હોય. તેઓ નીચે દર્શાવેલ પ્રક્રિયા દ્વારા સરળતાથી અરજી કરી શકે છે.

  • સહુથી પહેલા તમે આ યોજના માટે ઉપયોગી તમામ દસ્તાવેજોને એકઠા કરી લો.
  • ત્યારબાદ તમે જેની કોમ્પ્યુટર ઓપરેટર પાસે અરજી કરાવવા જઈ શકો છો.
  • તમને આવડતું હોય તો આ ફોર્મને જાતે પણ ભરી શકાય છે.
  • આના માટે સહુથી પહેલા તમારે ગુજરાત ગોવરમેન્ટ વિધવા સહાય યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની છે.
  • ત્યારબાદ ત્યાં દર્શાવેલ ફોર્મને ડાઉનલોડ કરવાનું છે.
  • ફોર્મમાં દર્શાવેલ તમામ જરૂરી વિગતોને ફરજીયાત ભરવાની રહેશે.
  • એ પછી ઉપર દર્શાવેલ તમામ જરૂરી દસ્તાવેજોને જોડી દો.
  • આ પછી વિગતો ભર્યા બાદ તલાટીશ્રીના સહી-સિક્કા કરાવવાના હોય છે.
  • ત્યારબાદ તમારી ઓનલાઇન અરજી સબમિટ થઇ શકે છે.
  • ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કન્ફોર્મ કર્યા બાદ અરજદારને એક પાવતી આપવામાં આવે છે.
  • અરજીના ક્રમાંક મુજબ તમે આને NSAP Portal પર જઈ ચેક કરી શકો છો.

યોજના ચાલુ રાખવા માટેની શરતો

જો તમે લાંબા સમય ગાળા સુધી આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો નીચે દર્શાવેલ શરતોનું પાલન કરવું આવશ્યક છે.

  • વિધવાએ દર વર્ષના જુલાઈ મહિનામાં તેને પુનઃ લગ્ન કર્યા નથી તેનું પ્રમાણપત્ર મામલતદાર કચેરીમાં જમા કરાવવાનું રહેશે.
  • દર વર્ષે કુટુંબની આવક અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.

Also Read: Mafat Plot Yojana

સવાલ જવાબ (FAQ)

ગુજરાત સરકાર તરફથી આપવામાં આવતી વિધવા સહાય યોજના અંગે લોકોમાં ઘણા પ્રશ્નો છે. જેમાંથી મુખ્ય સવાલોના જવાબ અમે અહીં દર્શાવેલ છે.

(1) વિધવા સહાય યોજના ક્યા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?

વિધવા સહાય યોજના ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે.

(2) વિધવા સહાય યોજનાનો હેલ્પલાઇન નંબર શું છે?

વિધવા સહાય યોજના અંગેનો હેલ્પલાઇન નંબર 18002335500 છે. આ સિવાય તમે 155209 નંબર પર પણ કોલ કરી શકો છો.

(3) વિધવા સહાય યોજના માટેની અધિકૃત વેબસાઈટ કઈ છે?

વિધવા સહાય યોજના અંગેની અધિકૃત વેબસાઈટ https://wcd.gujarat.gov.in/ છે.

We will be happy to hear your thoughts

Leave a reply

Gujarat Gov
Logo