GSRTC Bharti 2023 : GSRTC માં ઉચ્ચ પગારે કાયમી નોકરી મેળવવની તક

GSRTC Bharti 2023 : GSRTC માં ઉચ્ચ પગારે કાયમી નોકરી મેળવવની તક

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન જેને આપણે GSRTC તરીકે ઓળખીએ છીએ. તે ગુજરાતની એક જાણીતી પરિવહન નિગમ સંસ્થા છે. 2023 માં નવી GSRTC Bharti આવી છે. જેમાં તમે નોકરી મેળવીને ઉચ્ચ પગાર લઈ શકો છો.

ઘણા લોકોનું સપનું હોય છે તેઓને સરકારી નોકરી મળી જાય. આ માટે સરકાર તરફથી સમયાંતરે નવી-નવી ભરતી બહાર પાડવામાં આવે છે. હાલમાં ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા નવી ભરતી જાહેર કરવામાં આવી છે.

જેમાં 10 અથવા 12 પાસ લોકો પણ અરજી કરી શકે છે. તમે પણ કોઈ યોગ્ય સરકારી નોકરીની શોધમાં છો તો આ તમારા માટે ઘણી સારી તક છે. આમ તમને કાયમી અને ઉચ્ચ પગાર વાળી નોકરી સરળતાથી મળી શકે છે.

GSRTC Bharti 2023 વિશે મુખ્ય જાણકારી

જો તમે પણ નોકરીની શોધમાં હોય તો GSRTC Bharti વિશે જરૂર જાણકારી મેળવી લો. સાથે-સાથે આ જાણકારી તમારા સાગા સબંધી અથવા મિત્ર મંડળને પણ શેયર કરી લો.

સંસ્થાનું નામ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન
ભરતીનું નામ GSRTC ભરતી 2023
ભરતી પોસ્ટનું નામ વિવિધ
કેટેગરી લેટેસ્ટ જોબ
અરજી કરવાની છેલ્લી તારીખ 28 જૂન 2023
વેબસાઇટની લિંક https://gsrtc.in/site/index.html

GSRTC Bharti માટે કઈ જગ્યાઓ ખાલી છે

10 અથવા 12 ધોરણ પાસ હોય તેવા લોકો માટે આ ભરતી ખુબ સારી છે. આ GSRTC એપ્રેન્ટિસ ભરતીમાં કઈ કઈ પોસ્ટ ખાલી છે. તેના નામ અમે નીચે દર્શાવ્યા છે, એ પ્રમાણે તમે એ પોસ્ટ માટે અરજી કરી શકો છો.

  • વેલ્ડર
  • ઇલેક્ટ્રિશિયન
  • મશીનિસ્ટ
  • M. V. B. B
  • હેલ્થ સેનેટરી ઈન્સ્પેક્ટર
  • ચિત્રકાર શીટ
  • મેટલ વર્કર

GSRTC Bharti માટે જરૂરી દસ્તાવેજોના નામ

વિવિધ પ્રકારની સરકારી અથવા અર્ધ સરકારી ભરતી માટે અમુક મહત્વપૂર્ણ દસ્તાવેજોની જરૂર પડે છે. એ દસ્તાવેજો લઈને તમે ફોર્મ બહુ સરળતાથી સબમિટ કરાવી શકો છો.

  • ધોરણ 10 અને 12 ની માર્કશીટ
  • પાસપોર્ટ સાઈઝના ફોટા
  • અનુભવ પ્રમાણપત્ર
  • સિગ્નેચર (સહી)
  • આધાર કાર્ડ

GSRTC Bharti માટેની અરજી પ્રક્રિયા

આ ભરતી માટે ઇચ્છુક અને શેક્ષિણક લાયકાત ધરાવનાર ઉમેદવારો અરજી કરી શકે છે. આ માટે તમે નીચે દર્શાવેલ પગલાં લઈ શકો છો.

  • GSRTC Bharti માટે તમારી આની સત્તાવાર સરકારી વેબસાઇટની મુલાકાત લેવાની છે.
  • આના માટે www.apprenticeshipindia.gov.in or https://gsrtc.in/site/downloads/innerPages/recruitment.html વેબસાઈટ પર જઈને નોંધણી કરવાની હોય છે.
  • ત્યારબાદ ફોર્મમાં જરૂરી વિગતો ભરીને તેને પ્રિન્ટઆઉટ કરી લો.

GSRTC Bharti ની અરજી ક્યાં જમા કરાવવી

  • સરનામું : ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની મધ્યસ્થ કચેરી, નરોડા પાટિયા, અમદાવાદ, ગુજરાત, ભારત.

GSRTC Bharti માટેની પસંદગી પ્રક્રિયા

શેક્ષણિક લાયકાત ધરાવનાર તમામ વ્યક્તિ આ ભરતી માટે સરળતાથી અરજી કરી શકે છે. અરજી સ્વીકાર થયા બાદ ઉમેદવારને એક ઇન્ટરવ્યૂ આપવા જવું પડે છે.

ઇન્ટરવ્યૂ આપ્યા બાદ યોગ્ય ઉમેદવારોને પસંદ કરવામાં આવે છે. પસંદગી પામેલ ઉમેદવારોને કાયમી ધોરણે GSRTC માં સરકારી નોકરી મળે છે.

GSRTC Bharti માટેની મહત્વપૂર્ણ તારીખો

તમે પણ GSRTC Bharti માં રુચિ ધરાવતા હોય તો નીચે દર્શાવેલ તારીખો ધ્યાનમાં રાખો.

  • 28 જૂન 2023 સુધી જમા કરાવવાનું રહેશે.

સવાલ જવાબ (FAQ)

જે લોકો GSRTC એપ્રેન્ટિસ ભરતી માટે ઇચ્છુક છે. તેમના મનમાં ઘણા પ્રશ્નો હોય છે. આમાંના કેટલાક મુખ્ય પ્રશ્નોના જવાબ અમે અહીં દર્શાવેલ છે.

(1) GSRTC એપ્રેન્ટિસ ભરતી 2023 માટે શું શેક્ષણિક લાયકાત જોઈએ?

ઉમેદવારો માટે ધોરણ 10 અથવા 12 પાસની શેક્ષણિક લાયકાત હોવી જરૂરી છે.

(2) GSRTC Apprentice Bharti 2023 માટે કેવી રીતે અરજી કરવી જોઈએ?

તમે GSRTC Apprentice Bharti 2023 માટે અરજી કરવા માંગતા હોય તો. તેનું ફોર્મ ભરીને યોગ્ય સરનામાં પર મોકલી શકો છો. વધારે જાણકારી માટે તમે પોસ્ટમાં દર્શાવેલ માહિતી વાંચી શકો છો

(3) GSRTC એપ્રેન્ટિસ ભરતી 2023 માટેની મહત્વની તારીખો જણાવો?

આ ભરતી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 28 જૂન 2023 છે.

We will be happy to hear your thoughts

Leave a reply

Gujarat Gov
Logo