Solar Rooftop Yojana 2023: ગુજરાત સરકાર દ્વારા મળશે 25 વર્ષ સુધી મફત વીજળી

Solar Rooftop Yojana 2023: ગુજરાત સરકાર દ્વારા મળશે 25 વર્ષ સુધી મફત વીજળી

વીજળી બચાવવાં માટે લોકો આજ-કાલ સોલાર પૅનલ નો ઉપયોગ કરી રહ્યા છે. જેથી સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને મફત વીજળી મેળવી શકાય. આ વાતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા Solar Rooftop Yojana બનાવવામાં આવી છે.

ભારતમાં પાવર જનરેટના મામલામાં ગુજરાત બીજા નંબરે આવે છે. એક સંશોધન અનુસાર એવું તારણ બહાર આવ્યું છે કે ગુજરાત કુલ 38,000 મેગાવોલ્ટ વીજળીનુ ઉત્પાદન કરે છે. એટલે કે કુલ ભારતના 10 ટકા ઇલેક્ટ્રિસિટી ઉત્પાદન એકલું ગુજરાત રાજ્ય કરે છે.

કહેવાય છે કે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સુરજ હોય છે. આમાંથી પ્રાપ્ત થતી ઉર્જાને સૂર્ય ઉર્જા કહેવામાં આવે છે. જેના દ્વારા ઘણી સરળતાથી વીજળી મેળવી તેનો ઉપયોગ કરી શકાય છે.

Solar Rooftop Yojana 2023

વીજળીના વધારે પડતા ઉપયોગથી ઘણા નુકસાન થઇ શકે છે. જેથી ગુજરાત સરકારે પર્યાવરણના પ્રદુષણને ઘટાડવા માટે સોલાર રૂફટોપ યોજના હાથ ધરી છે. જેનો મુખ્ય ધ્યેય એ છે કે, ગુજરાતના મોટાભાગના ઘરોમાં સોલાર વીજળી હોય.

સોલાર રૂફટોપ સબસિડી યોજના લોકોને ઘણા બધા લાભ આપે છે. યોજનાના લાભાર્થીઓને તેમના ઘરની છત ઉપર સોલાર પૅનલ લગાવી આપવામાં આવે છે.

આમ આ યોજના દ્વારા ઘણી સરળતાથી સરકાર અને પ્રજા બંનેને લાભ થઇ શકે છે. સરકાર દ્વારા લગાવી આપવામાં આવેલ આ સોલાર પેનલ ઘણી ટીકાઉ હોય છે. તે લગભગ 25 વર્ષ સુધી ટકી શકે છે.

સોલાર રૂફટોપ યોજનાની મહત્વપૂર્ણ જાણકારી

જો તમે પણ મફત વીજળીનો લાભ માંગતા હોય તો આ યોજના વિશે માહિતી મેળવી લેવી જોઈએ. નીચે અમે ટૂંકમાં આ યોજના વિશેની મહત્વપૂર્ણ જાણકારી આપી છે.

યોજનાનું નામ સોલર રૂફટોપ સબસિડી યોજના
શરૂઆત કરી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા
યોજના રાજ્ય ભારતના તમામ રાજ્યોમાં લાગુ
અરજી પ્રક્રિયા ઓનલાઈન/ઓફલાઈન
વેબસાઈટ solarrooftop.gov.in

સોલાર રૂફટોપ યોજનાનો લાભ કઈ રીતે લઇ શકાય

તમે આ સરકારી યોજનાનો ઘણી સરળતાથી લાભ લઇ શકો છો. આ માટે નીચે દર્શાવેલ પગલાં લઇ તમે ફ્રી માં લાઈટ મેળવી શકો છો.

  • સહુથી પહેલા તમારે ભારત સરકારની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવાની છે.
  • ત્યારબાદ આ યોજના વિશેની સંપૂર્ણ જાણકારી લઇ લો.
  • વેબસાઈટમાં જણાવ્યા અનુસાર તમે આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન ફોર્મ ભરી શકો છો.
  • કેન્દ્ર સરકાર તેમને સંબંધિત રાજ્યની વિતરણ કંપનીઓને આ વિગતો મોકલશે.
  • અરજીઓની પસંદગી અને ચકાસણી પછી ગ્રાહકો બનાવવામાં આવે છે.
  • ખરીદદારે જરૂરિયાત અનુસાર યોગ્ય રકમ જમા કરાવી પડે છે.
  • ઈન્સ્ટોલેશન પછી ગ્રાહકની માહિતી ટ્રાન્સફર કરાય છે.
  • આ સંપૂર્ણ પ્રક્રિયા બાદ તમે સોલાર રફટોપ યોજનાનો લાભ લઇ શકો છો.
  • સોલાર રૂફટોપ યોજનાનો મુખ્ય ઉદેશ્ય શું છે
  • પ્રદુષણને ઘટાડવા માટે આ એક મહત્વનું પગલું છે.
  • વીજળીનો અયોગ્ય અને વધારે પડતો ઉપયોગ અટકી શકે છે.
  • વાતાવરણ માંથી કાર્બન ડાયોક્સાઇડ (CO2) ઓછું થાય છે.
  • સૂર્યમાંથી મળતી ઉર્જાનો લાભ લઇ શકાય છે.
  • કુદરતી સંસાધનોની રક્ષા કરી શકાય છે.
  • આના કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થતું.

સોલાર રૂફટોપ યોજનાના લાભ

ભારતમાં પુનઃપ્રાપ્ય ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા આ યોજના બનાવવામાં આવી છે. જેના દ્વારા લાભાર્થીઓને ઘણા બધા ફાયદા થઇ શકે છે. જેવી રીતે કે,

  • લઈટ બિલ ના પૈસા બચાવી શકાય છે.
  • જેટલો ખર્ચ સોલાર પેનલ લગાવવા માટે થાય છે. તે ખર્ચ ફક્ત 5 વર્ષમાં વસુલ પણ થઇ જાય છે.
  • એક સોલાર પેનલ કુલ 25 વર્ષ સુધી કાર્યરત રહી શકે છે.
  • શરૂઆત ના 5 વર્ષ કાઢી નાખીએ તો આ કુલ 20 વર્ષ સુધી મફત વીજળી આપે છે.
  • ઉર્જા નો વ્યય થતો બચાવી શકાય છે.
  • પર્યાવરણને કોઈ નુકસાન થતું નથી.

સોલાર રૂફટોપ યોજના વિશેની સબસીડી

ભારતીય સરકાર દ્વારા દ્વારા આપવામાં આવતી સબસીડી થોડી આ મુજબ છે.

ક્રમ કુલ ક્ષમતા સબસીડી
૩kv સુધી ૪૦% (કુલ કિમત પર)
૩Kv થી ૧૦kv સુધી ૨૦% (કુલ કિમત પર)


સોલાર રૂફટોપ યોજનાના મહત્વપૂર્ણ મુદ્દા

આપણે બધા જાણીએ છીએ કે વીજળી આપણા માટે કેટલી મહત્વપૂર્ણ છે. અમુક વિજ્ઞાની એમ પણ કહી ગયા છે. કે પાણી ની જેમ જ વીજળીની પણ આગળ જતા અછત સર્જાઈ સજે છે.

  • આ સમસ્યાનું નિવારણ લાવવું હોય તો સોલાર વીજળીનો ઉપયોગ કરવો લાભસમાન છે. આ ટેક્નોલોજીના કારણે તમે સરળતાથી સૂર્ય પ્રકાશ દ્વારા ઉર્જા મેળવી શકો છો.
  • આ યોજનાના કારણો દર વર્ષે આશરે 60 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડ ઘટાડી શકાય છે.
  • આના પરોણામે હવામાન સ્વચ્છ બને છે. અને હવા પણ ચોખ્ખી થવા લાગે છે.
  • સૂર્ય ઉર્જાની ટેક્નોલોજી વાતાવરણ અને આરોગ્ય બંને માટે સારી છે.
  • ઘરની છત પર આ પ્રકારની સોલાર વીજળી લગાવાથી વીજળીના ખર્ચથી બચી શકાય છે.
  • આ સબસિડી ફક્ત ઘરોમાં જ નહીં પણ ઔદ્યોગિક અને સામાજિક ક્ષેત્ર એટલે કે હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ વગેરે માટે લાગુ પડે છે.
  • કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના ઘણા બધા ભારતીય રાજ્યો માટે શરૂ કરવામાં આવી છે.

સોલાર રૂફટોપ યોજનાનો હેલ્પ લાઈન નંબર

તમે સોલાર રૂફટોપ યોજનાને લઈને કોઈ મુંઝવણમાં હોય અથવા સોલાર વીજળી પુરવઠામાં કઈ મુશ્કેલી ઉભી થઇ હોય તો આ હેલ્પ લાઈન નંબર પર ફોન કરીને આના વિષે સંપૂર્ણ માહિતી લઇ શકો છો.

  • 1800 2 33 44 77

સવાલ જવાબ (FAQ)

ઘણા લોકોને Solar Rooftop Yojana ને લઈને મનમાં ઘણા પ્રશ્નો હોય છે. તેમના મુખ્ય સવાલોના જવાબ અહીં દશાવેલ છે.

(1) ગુજરાત સોલાર રૂફટોપ યોજના શું છે?

આ ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલ એક યોજના છે. જેના થકી સૂર્ય દ્વારા મફત વીજળી પ્રાપ્ત કરી શકાય છે.

(2) સોલાર રૂફટોપ સબસિડી યોજનાનો લાભ કેવી રીતે મેળવવો?

સોલાર રૂફટોપ સબસિડી યોજનાનો લાભ મેળવવાં માટે તમારે આની સત્તવાર વેબસાઈટ પર જઈને અરજી કરવી પડે છે.

(3) યોજના માટે કેવી રીતે અરજી કરી શકાય?

સોલાર રૂફટોપ સબસિડી યોજનાની અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઇન અરજી કરવી પડે છે.

We will be happy to hear your thoughts

Leave a reply

Gujarat Gov
Logo