ગુજરાતના રાજયપાલ કોણ છે (2024 સુધીની યાદી) Gujarat Na Rajyapal

ભારતના દરેક રાજ્યમાં રાજ્યપાલ હોય છે. ભારતીય બંધારણ અનુસાર રાજ્યપાલ રાજ્ય શાસન માટે મહત્વપૂર્ણ છે. તેથી સવાલ આવે છે કે આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલ કોણ છે? તેમની કાર્યપ્રણાલી શું છે? અત્યાર સુધી ગુજરાતમાં કેટલા રાજ્યપાલ રહી ચુક્યા છે?

વર્તમાન 2024 માં ગુજરાતના રાજ્યપાલ શ્રીમાન આચાર્ય દેવવ્રત છે. ગુજરાત રાજ્ય અલગ પડ્યું ત્યારે અહીંના પ્રથમ રાજ્યપાલ શ્રી મહેંદી નવાઝ જંગ હતા. જેમને વર્ષ 1960 થી લઈને 1965 સુધી રાજ્યપાલ પદ સંભાળ્યું હતું.

મુખ્યમંત્રીની જેમ જ રાજ્યપાલની પણ ઘણી જવાબદારીઓ હોય છે. એ પોતાનું દરેક કાર્ય મંત્રી પરિષદની સલાહ અનુસાર કરે છે.

અત્યાર સુધી ગુજરાતમાં કુલ 20 જેટલા રાજ્યપાલ રહી ચુક્યા છે. જેમાંથી કાર્યકારી રાજ્યપાલને પણ ગણીએ તો ગુજરાતમાં કુલ 25 રાજ્યપાલ બની ચુક્યા છે. જેમના ઘણા તેમની કાર્યનિષ્ઠાને કારણે પ્રજામાં લોકપ્રિય થયા હતા.

ગુજરાતના રાજયપાલ કોણ છે?

સંવિધાન 155 અનુસાર રાજ્યપાલની નિયુક્તિ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. વાસ્તવિકતામાં કેન્દ્રીય મંત્રાલય દ્વારા આ કાર્ય પૂર્ણ કરવામાં આવે છે.

હાલમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત છે. જેઓ 1981 થી ગુરુકુળના અધ્યક્ષ રહ્યા છે. વર્ષ 2019 થી તેઓ ગુજરાતના ગર્વનર તરીકે સેવા આપી રહ્યા છે.

ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી કુલ 25 રાજ્યપાલ રહી ચુક્યા છે. જે કુશળ રાજનીતિજ્ઞ હોવાની સાથે સાથે સારા સમાજ સેવક પણ હતા. તેઓએ પોતાના કાર્યકાળ દરમિયાન અનેક સારા કાર્યો કર્યા હતા.

ભારતના મોટાભાગના રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાજ્યપાલ જોવા મળે છે. દરેક રાજ્યમાં રાજ્યપાલની અનુમતિથી જ કોઈ નવો કાયદો અથવા નિયમ બનાવવામાં આવે છે.

ગુજરાતના રાજ્યપાલોની યાદી (Gujarat Na Rajyapal List)

ભારતનું ગુજરાત રાજ્ય સાંસ્કૃતિક, સામાજિક તથા આર્થિક રૂપથી સમૃદ્ધ છે. જેની પાછળ ઘણી રીતે અહીંના કાર્યનિષ્ઠ રાજ્યપાલોનો પણ હાથ છે.

ગુજરાતમાં જેટલા પણ રાજ્યપાલો રહી ચુક્યા છે, એ તમામ સમગ્ર રીતે લોકસેવા અને બંધારણીય વિકાસ માટે કાર્ય કરતા હતા. નીચે અમે 1960 થી લઈને 2024 સુધીના રાજ્યપાલોની માહિતી આપેલ છે.

ક્રમાંક રાજ્યપાલનું નામકાર્યકાળ વર્ષ
1.મહેંદી નવાઝ ઝંગ1960-1965
2.નિત્યાનંદ કાનુનગો1965-1967
3.પી.એન.ભગવતી (કાર્યકારી)1967-1967
4.ડૉ.શ્રીમન્નારાયણ1967-1973
5.પી.એન.ભગવતી (કાર્યકારી)1973-1973
6.કે.કે.વિશ્વનાથન1973-1978
7.શારદા મુખર્જી1978-1983
8.પ્રો. કે.એમ.ચાંડી1983-1984
9.બી.કે.નહેરુ1984-1986
10.આર. કે. ત્રિવેદી1986-1990
11.મહિપાલસિંહ શાસ્ત્રી1990-1995
12.ડૉ. સ્વરૂપસિંહ1995-1995
13.નરેશચંદ્ર સક્સેના1995-1996
14.કૃષ્ણપાલસિંહ1996-1998
15.અંશુમનસિંહ1998-1999
16.કે. જી. બાલક્રિશ્નન (કાર્યકારી)1999-1999
17.સુંદરસિંહ ભંડારી1999-2003
18.કૈલાશપતિ મિશ્રા2003-2004
19.ડૉ. બલરામ ઝાખડ (કાર્યકારી)2004-2004
20.નવલકિશોર શર્મા2004-2009
21.એસ. સી. જમિર (કાર્યકારી)2009-2009
22.ડૉ.કમલા બેનિવાલ2009-2014
23.માર્ગારેટ આલ્વા (કાર્યકારી)2014-2014
24.ઓમપ્રકાશ કોહલી2014-2019
25.આચાર્ય દેવ વ્રતહાલ પદ પર છે

આચાર્ય દેવવ્રતની જાણકારી

વર્ષ 2019 થી ગુજરાતના રાજ્યપાલ પદ પર સેવા આપી રહેલ આચાર્ય દેવવ્રત એક સારા રાજનેતા છે. રાજકારણમાં આવવાની પહેલા આચાર્ય દેવવ્રત આર્ય સમાજના પ્રચારક હતા.

તેઓએ થોડા સમય પહેલા હરિયાણાના કુરુક્ષેત્રમાં ગુરુકુળના વડા તરીકે પણ સેવા આપી હતી. 1980ના દાયકામાં તેમને વોર્ડન તરીકે પણ સેવા આપી હતી. તેમના દૈનિક જીવનમાં તેમની પ્રામાણિકતા, શિસ્ત, નિયમિતતા માટે પ્રજામાં તેઓ જાણીતા હતા.

આચાર્ય ડો. દેવ વ્રતએ ૧૯૮૪માં પંજાબ યુનિવર્સિટીમાંથી હિન્દીમાં તેમની અનુસ્નાતક પૂર્ણ કરી હતી. તેઓએ પ્રદુષણ મુક્ત ગુજરાત માટે ઘણા કાર્યો કર્યા હતા. જેના થકી પર્યાવરણમાં પણ ઘણો સુધારો જોવા મળ્યો હતો.

તેમણે ભારતીય સંસ્કૃતિના પ્રચાર માટે યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયામાં પ્રવાસ પણ કર્યો હતો. અત્યારે પણ તેઓ રાજ્યના વિકાસ માટે ઘણા મહત્વપૂર્ણ કાર્યો કરી રહ્યા છે.

રાજ્યપાલની યોગ્યતા શું હોવી જોઈએ

ભારતમાં આમ તો રાજનેતા બનવા માટે કોઈ યોગ્યતાની જરૂર નથી. પરંતુ રાજ્યપાલ બનવા માટે ઘણી યોગ્યતાઓની જરૂર પડે છે. જેવી રીતે કે,

  • તે ભારતની નાગરિકતા ધરાવતો હોવો જોઈએ.
  • તેમની ઉંમર 35 વર્ષથી વધુ હોવી જોઈએ.
  • તે ભારત સરકાર દ્વારા મળતા કોઈ મોટા લાભ ના લેતો હોય.
  • તે ભારત સરકારના નિયમોમાં રહીને પોતાનું કાર્ય કરતો હોય.
  • તેઓ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં વિજેતા પામેલ સદસ્ય હોવા જોઈએ.
  • તેઓ કોઈ વિવાદમાં ફસાયેલ ન હોવા જોઈએ.

રાજ્યપાલની કાર્ય અવધિ કેટલી હોય છે

ભારતીય રાજનીતિમાં રાજ્યપાલની ભૂમિકા અને અવધિ સમયને લઈને ઘણા વિવાદો સર્જાયા છે. અત્યાર સુધી ભારતના દરેક રાજ્ય તથા ગુજરાતમાં જેટલા પણ રાજ્યપાલો નિયુક્ત થયા છે. તેમનો કોઈ કાર્ય સમય નક્કી નહોતો.

થોડા વર્ષ પહેલા એવી જાણકારી આવી હતી કે રાજ્યપાલની કાર્ય અવધિ કુલ પાંચ વર્ષ જેટલી હોય છે. પરંતુ ઘણા બધા રાજ્યપાલ પોતાનો કાર્યકાળ પૂર્ણ કરની પણ એ પદ પર બની રહ્યા છે.

જ્યાર સુધી રાજ્યપાલનો યોગ્ય ઉત્તરાધિકારી ન મળી જાય, ત્યાં સુધી તે આ પદ પર રહી શકે છે. કોઈ રાજ્યપાલ તેની કાર્ય અવધિ પૂર્ણ કર્યા બાદ પણ જો તે પદ પર બની રહે છે. તો તેને તેના કાર્યના આધાર પર વધારે વેતન પણ મળે છે.

રાજ્યપાલનું વેતન કેટલું હોય છે

સામાન્ય રીતે રાજ્યપાલનું કોઈ વેતન નક્કી હોતું નથી. દરેક રાજ્યના રાજ્યપાલને તેની કાર્યક્ષમતા અથવા પદ અનુસાર વેતન આપવામાં આવે છે.

માહિતી અનુસાર રાજ્યપાલને રૂપિયા 1 લાખ 10 હજાર જેટલો પગાર આપવામાં આવે છે. સમયની સાથે સાથે આ વેતન દરમાં વધારો પણ થઇ શકે છે.

થોડા સમય પહેલા રાજ્યપાલનું વેતન વધારીને 3 લાખ 50 હજાર રૂપિયા કરવામાં આવ્યું હતું. આમ ઉપરાંતષ્ટ્રપતિ બાદ સહુથી વધારે વેતન રાજ્યપાલને આપવામાં આવે છે.

આ સિવાય રાજ્યપાલને સરકાર તરફથી પણ અનેક લાભ પ્રદાન થાય છે. જેમાં વિના મુલ્યે તેમને રહેવા માટે સરકારી આવાસ બનાવી આપવામાં આવે છે.

રાજ્યપાલનું કાર્ય શું હોય છે

વધારે કરીને લોકો એ જ સમજે છે કે રાજ્યપાલનું કાર્ય રાજ્યની દેખરેખ તથા રાજ્ય સંભાળવાનું હોય છે. પરંતુ આ સિવાય પણ અન્ય કામ રાજ્યપાલ કરે છે. જેવી રીતે કે,

  • રાજ્યપાલ વિધાનસભા મંત્રી મંડળનું અવિભાજ્ય અંગ હોય છે.
  • વિધાનસભા સત્ર દરમિયાન રાજ્યપાલની જરૂર પડે છે.
  • રાજ્યમાં કોઈ પણ નવા નિયમો અથવા કાયદો લાગુ કરવો હોય તો રાજ્યપાલની અનુમતિ લેવી જરૂરી છે.
  • રાજ્યમાં કોઈ સુધારા વધારા કરવા માટે રાજ્યપાલ સાથે નિષ્કર્ષ કરવું આવશ્યક છે.

સવાલ જવાબ (FAQ)

ગુજરાત રાજ્યના રાજ્યપાલ કોણ છે અને તેમની જાણકારી ઘણા લોકો મેળવવા માંગતા હોય છે. આવા લોકોના મનમાં ઘણા પ્રશ્નો હોય છે. જેમના મુખ્ય સવાલોના જવાબ અમે અહીં દર્શાવેલ છે.

(1) વર્તમાનમાં ગુજરાતના રાજ્યપાલ કોણ છે?

વર્તમાનમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત છે.

(2) ગુજરાત રાજ્યના પહેલા રાજ્યપાલ કોણ હતા?

ગુજરાત રાજ્યના પહેલા રાજ્યપાલ મહેંદી નવાઝ જંગ હતા.

(3) રાજ્યપાલનું કાર્ય શું હોય છે?

રાજ્યપાલનું કાર્ય રાજ્યના મહત્વના નિયમો તથા કાયદાઓ પર ચર્ચા તથા તેમને અનુમતિ આપવાનું હોય છે.

Leave a Comment