ગુજરાત ભારતનું એક મહત્વપૂર્ણ રાજ્ય છે. તેથી ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે? તે સવાલ આવવો પણ સ્વાભાવિક છે. તો હાલ 2024 માં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ છે, જે વર્ષ 2022 થી આ પદ પર આવ્યા છે.
ભુપેન્દ્રભાઈની પહેલા શ્રી વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી હતા. પણ તેઓને હવે કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હોવાનું શ્રેય શ્રીમતી આનંદીબેન પટેલને જાય છે.
12 ડિસેમ્બર 2022 ના રોજ શ્રી ભુપેન્દ્રભાઈને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે તેમની આરોગ્ય સ્થિતિ થોડી કથળી છે. પરંતુ નવા સમાચાર મુજબ તે હવે બિલકુલ સ્વસ્થ છે.
વર્ષ 1960 માં ગુજરાત રાજ્યની સ્થાપના થઇ હતી. ત્યારબાદ આ રાજ્યમાં કુલ 17 જેટલા મુખ્યમંત્રીઓ બની ચુક્યા છે. જેમને ગુજરાતના વિકાસ માટે ઘણા મહત્વપૂર્ણ કાર્યો કર્યા છે.
ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે
સાંસ્કૃતિક, ભૌગોલિક તથા આર્થિક દ્રષ્ટિથી ગુજરાત એક સમૃદ્ધ રાજ્ય છે. જેના વર્તમાન મુખ્યમંત્રીનું નામ શ્રી ભુપેન્દ્રભાઈ રાજનીકાંતભાઈ પટેલ (Bhupendra Rajnikant Patel) છે.
ભારતીય જનતા પક્ષના જાણીતા નેતા ભુપેન્દ્રભાઈ એક પ્રખ્યાત નેતા હોવાની સાથે સિવિલ એન્જીનીયર અને એક સારા બિલ્ડર પણ છે. જે 2017 થી ગુજરાત કેબિનેટના મહત્વપૂર્ણ સંસદ છે.
મહારાષ્ટ્ર તથા ગુજરાત રાજ્યના વિભાજન બાદ ગુજરાતના સહુ પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓએ ગુજરાતના વિકાસ માટે ઘણા મહત્વના કાર્યો કરેલ છે.
હાલમાં ભારતના વડાપ્રધાનનું પદ સંભાળી રહેલ નરેન્દ્ર મોદી પણ એક સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારે તેમના ગુજરાત વિકાસ મોડેલને ભારત ભરમાંથી વાહ વાહી મળી હતી.
અત્યાર સુધીના ગુજરાતના તમામ મુખ્યમંત્રીયોની યાદી
1 મે 1960ના રોજ ગુજરાત રાજ્ય અલગ પડ્યું હતું. ત્યારબાદ તેની અલગ રાજધાનીથી લઈને અનેક મહત્વપૂર્ણ કાર્યો કરવામાં આવ્યા હતા. આ માટે મુખ્યમંત્રીએ ઘણી મહેનત કરી હતી.
વર્ષ 1960 થી લઈને અત્યાર સુધી ઘણા નેતાઓએ મુખ્યમંત્રી પદ સંભાળ્યું છે. જેમના કારણે ગુજરાત રાજ્ય બધી રીતે ઉત્તમ બન્યું છે. નીચે અમે ગુજરાતના બધા મુખ્યમંત્રીયોની જાણકારી આપેલ છે.
ક્રમાંક | મુખ્યમંત્રીનું નામ | વર્ષ | પક્ષનું નામ |
1. | ડો. જીવરાજ નારાયણ મહેતા | 1960-1963 | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
2. | બળવંતરાય મહેતા | 1963-1965 | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
3. | હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ | 1965-1971 | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
4. | ઘનશ્યામભાઈ ઓઝા | 1972-1973 | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
5. | ચીમનભાઇ પટેલ | 1973-1974 | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
6. | બાબુભાઈ જશભાઈ પટેલ | 1975-1976 | જનતા પક્ષ |
7. | માધવસિંહ સોલંકી | 1976-1977 | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
8. | અમરસિંહ ચૌધરી | 1985-1989 | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
9. | છબીલદાસ મહેતા | 1994-1995 | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
10. | કેશુભાઈ પટેલ | 1995-1995 | ભારતીય જનતા પાર્ટી |
11. | સુરેશભાઈ મહેતા | 1995-1996 | ભારતીય જનતા પાર્ટી |
12. | શંકરસિંહ વાઘેલા | 1996-1997 | ભારતીય જનતા પાર્ટી |
13. | દિલીપ પરીખ | 1997-1998 | ભારતીય જનતા પાર્ટી |
14. | નરેન્દ્ર મોદી | 2007-2012 | ભારતીય જનતા પાર્ટી |
15. | આનંદીબેન પટેલ | 2014-2016 | ભારતીય જનતા પાર્ટી |
16. | વિજય રૂપાણી | 2017-2021 | ભારતીય જનતા પાર્ટી |
17. | ભૂપેન્દ્ર પટેલ | હાલમાં પદ પર છે | ભારતીય જનતા પાર્ટી |
ગુજરાતના બધા મુખ્યમંત્રીઓની જાણકારી
અત્યાર સુધી ગુજરાતમાં ઘણા બધા મુખ્યમંત્રીઓ બની ચુક્યા છે. જેમાંથી ઘણા એક અથવા બે વખતે પણ ચૂંટાઈ ચુક્યા છે. નીચે અમે ગુજરાત રાજ્યના દરેક મુખ્યમંત્રીની જાણકારી આપેલ છે.
(1) ડો. જીવરાજ નારાયણ મહેતા
- ગુજરાતના સહુ પ્રથમ મુખ્યમંત્રી હોવાનું શ્રેય ડો. જીવરાજ મહેતાને જાય છે.
- તેમને પોતાના કાર્યકાળ દરમિયાન રાજ્યના વિકાસ માટે ઘણી યોજનાઓ બહાર પડી હતી.
- એશિયા ખંડની સહુથી મોટી સિવિલ હોસ્પિટલ તેમને બનાવડાવી હતી.
- તેમની સ્મૃતિમાં અમદાવાદ ખાતે તેમના નામ પરથી જીવરાજ મહેતા હોસ્પિટલ બનાવવામાં આવેલ છે.
- તેઓએ પોતાના જીવનનો મોટાભાગનો સમય લોકસેવામાં વિતાવ્યો હતો.
(2) બળવંતરાય મહેતા
- બળવંતરાય મહેતા ગુજરાતના બીજા મુખ્યમંત્રી હતા.
- પાકિસ્તાની હુમલામાં બળવંતરાય મહેતાનું મૃત્યુ થયું હતું.
- મધ્યમવર્ગીય કુટુંબથી આવતા બળવંતરાય મહેતાએ થોડા સમયમાં જ ઘણી લોકપ્રિયતા મેળવી હતી.
- તેમણે ભારતની સ્વતંત્રતા ચળવળમાં પણ ભાગ લીધો હતો.
- ભારત છોડો આંદોલન દરમિયાન તેમને જેલની સજા પણ કાપવી પડી હતી.
(3) હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ
- બાળપણથી પોતાના દેશપ્રેમી સ્વાભાવને કારણે તેઓ રાજનીતિમાં આવ્યા હતા.
- હિતેન્દ્રભાઇ કનૈયાલાલના સહુથી નાના પુત્ર હતા.
- હિતેન્દ્રભાઇએ એક જ વારમાં કુલ ત્રણ વખત પોતાની સરકાર બનાવી હતી.
- તેમના શાસન દરમિયાન હિન્દૂ મુસ્લિમો વચ્ચે કોમી રમખાણો થયા હતા.
- તે જ વખતે ભારતમાં પણ કટોકટીની સ્થિતિ ઉભી થઇ હતી.
(4) ઘનશ્યામભાઈ ઓઝા
- ગુજરાતમાં ઘનશ્યામભાઈએ 17/3/1972 થી લઈને 17/7/1973 સુધી મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું.
- તેમનું પૂરું નામ ઘનશ્યામભાઈ છોટાલાલ ઓઝા છે.
- સવિનય ભંગની ચળવળમાં તેમને સક્રિય રૂપથી ભાગ લીધો હતો.
- તેમને એક વાર રાજકોટના સત્યાગ્રહનું સંચાલન પણ કર્યું હતું.
- ઇન્દિરા ગાંધીના કહેવાથી તેમને 1972માં ગુજરાતના મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું હતું.
- તેઓ ખાદી બોર્ડના અધ્યક્ષ પણ રહી ચુક્યા હતા.
(5) ચીમનભાઇ પટેલ
- વડોદરા જિલ્લાના સંખેડા તાલુકાના ચિખોદ્રા ગામે જન્મેલા ચીમનભાઈ પણ ગુજરાતના મુખ્યમંત્રીનું પદ સંભાળી ચુક્યા છે.
- ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરીને તેમને પોતાની રાજનીતિક કેરીઅરની શુરુઆત કરી હતી.
- ગુજરાતના બંદરો, રિફાઈનરીઓ અને વિજ ઉત્પાદન મથકોના વિકાસ માટે તેમને મહત્વપૂર્ણ કાર્ય કર્યા હતા.
- પોતાના કાર્યકાળ દરમિયાન તેમને સરદાર સરોવર બંધ (નર્મદા બંધ) ની યોજના અમલમાં મૂકી હતી.
(6) બાબુભાઈ જશભાઈ પટેલ
- ગુજરાતના નાના શહેર નડિયાદના રહેવાસી બાબુભાઇ ગુજરાતના ઉત્તમ નેતા અને મુખ્યમંત્રી રહી ચુક્યા છે.
- તેઓએ પોતાનો પ્રાથમિક અભ્યાસ નડિયાદ અને આગળનું શિક્ષણ મુંબઈમાં પ્રાપ્ત કર્યું હતું.
- વર્ષ 1932 માં સવિનય કાનૂનભંગની લડત દરમિયાન તેમને 2 વર્ષનો કારાવાસ ભોગવવો પડ્યો હતો.
- ધારાસભ્ય તરીકે પ્રથમ વાર 1937માં ચૂંટાયા હતા.
- અત્યંત શિસ્તબદ્ધ જીવનશૈલી અને પોતાની કાર્યનિષ્ઠાના કારણે તેઓ પ્રજામાં લોકપ્રિય હતા.
(7) માધવસિંહ સોલંકી
- ભારતના વિદેશ મંત્રી રહી ચૂકેલ માધવસિંહ સોલંકી પણ ગુજરાતના મુખ્યમંત્રી રહી ચુક્યા છે.
- તેઓના નામે ગુજરાતની કુલ 149 બેઠકો જીતવાનો રેકોર્ડ છે. જે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નથી તોડી શક્યા.
- તેમને આર્થિક રીતે પછાત વર્ગો માટે ઘણી યોજનાનો બનાવી હતી.
- ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં તેમને મધ્યાહ્ન ભોજનની ઘણી ઉપયોગી યોજના બનાવી હતી.
- ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસનો પાયો પણ માધવસિંહ સોલંકીએ નાખ્યો હતો.
(8) અમરસિંહ ચૌધરી
- ગરીબ ખેતમજૂર ભીલાભાઈને ત્યાં જન્મેલા અમરસિંહ ચૌધરી ગુજરાતના આઠમાં મુખ્યમંત્રી હતા.
- અમરસિંહનો જન્મ ગુજરાતના નાના ડોલવણ ગામે આદિવાસી પરિવારમાં થયો હતો.
- અમરસિંહ કોંગ્રેસ પાર્ટીના એક કુશળ તથા લોકપ્રિય નેતા હતા.
- તેમને ગુજરાત કોંગ્રેસનું પ્રમુખ પદ પણ સંભાળ્યું હતું.
- વર્ષ 2004માં લીવર અને કિડનીની બીમારીના કારણે અમરસિંહનું નિધન થયું હતું.
(9) છબીલદાસ મહેતા
- ગુજરાતના આ લોકપ્રિય નેતા પોતાનો અભ્યાસ છોડી અને ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા હતા.
- તેમને ગુજરાત અને મહારાષ્ટ્રને અલગ કરવા માટે મહાગુજરાત સંગ્રામમાં પણ સક્રિય રૂપે ભાગ લીધો હતો.
- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આ કુશળ નેતા એક સમયે દેશના નાણાં મંત્રી પણ રહી ચુક્યા હતા.
- છબીલદાસ મહેતા ફક્ત નેતા જ નહિ પરંતુ એક પ્રભાવશાળી લેખક પણ હતા.
- ચીમનભાઈના અવસાન પછી તેમને ગુજરાત કોંગ્રેસનો કાર્યભાર મળ્યો હતો.
(10) કેશુભાઈ પટેલ
- સૌરાષ્ટ્રમાંથી ગુજરાતને ઘણા ખમતીધર નેતાઓ મળ્યા છે. જેમાંથી એક છે કેશુભાઈ પટેલ.
- રાજકારણમાં આવવાની પહેલા તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં હતા.
- તેમનું પૂરું નામ કેશુભાઈ સવદાસ દેસાઈ-પટેલ છે.
- કેશુભાઈએ ગુજરાત પરિવર્તન પાર્ટીના નામે એક નવો પક્ષ સ્થાપિત કર્યો હતો.
(11) સુરેશભાઈ મહેતા
- હાલ 86 વર્ષની ઉંમરે પહોંચેલા સુરેશભાઈ પટેલ પોતાના સિદ્ધાંતો અને સૌમ્ય સ્વભાવને કારણે ગુજરાતના લોકોમાં ખાસ લોકપ્રિય હતા.
- તેઓ કચ્છના માંડવી વિસ્તારના સંસદ સદસ્ય હતા.
- જયારે ગુજરાતમાં ધરતીકંપ આવ્યો હતો ત્યારે સુરેશભાઈ મહેતાએ મહત્વની કામગીરી દર્શાવી હતી.
- થોડા સમય પહેલા તેમને નરેન્દ્ર મોદીના નેતૃત્વ સામે વિરોધ દર્શાવ્યો હતો.
(12) શંકરસિંહ વાઘેલા
- લોકનેતા બાપુના નામે પ્રસિદ્ધ શંકરસિંહ વાઘેલા એક સમયે કોંગ્રેસના લોકપ્રિય નેતા હતા.
- તેમની અનોખી કાર્ય પદ્ધતિના કારણે તે લોકોમાં ઘણા પ્રખ્યાત થયા હતા.
- શંકરસિંહ વાઘેલાનો જન્મ ગાંધીનગરના વસાણ ગામમાં એક રાજપૂત પરિવારમાં થયો હતો.
- તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના સક્રિય સભ્ય હતા.
- વર્ષ 2017માં તેમને કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું હતું.
- ત્યારબાદ તેઓએ ભારતીય જનતા પક્ષમાં પ્રવેશ કર્યો હતો.
(13) દિલીપ પરીખ
- ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખ ફક્ત રાજકીય નેતા જ નહીં પણ એક ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ પણ હતા.
- ગુજરાતના વ્યાપારી મંત્રી મંડળમાં તેઓનું આગવું સ્થાન હતું.
- વર્ષ 1990 માં તેઓ રાજકારણ સાથે જોડાયા હતા.
- તેઓ ભારતીય જનતા પક્ષના એક કુશળ અને જુના નેતા છે.
(14) નરેન્દ્ર મોદી
- હાલ ભારતના વડાપ્રધાનનું પદ સંભાળી રહેલ નરેન્દ્ર મોદી ગુજરાતના 14 માં મુખ્યમંત્રી બન્યા હતા.
- તેમનું પૂરું નામ નરેન્દ્ર દામોદરદાસ મોદી છે. જેઓનું મૂળ વતન ગુજરાતનું વડનગર શહેર છે.
- બાળપણમાં તેઓ ચા ની દુકાનમાં કામ કરતા હતા. તેમનો ઇતિહાસ ઘણો સંઘર્ષમય રહ્યો છે.
- તારીખ ૨૩ ડિસેમ્બર ૨૦૦૭ ના રોજ ગુજરાતમાં જંગી બહુમતીથી તેમને વિજય પ્રાપ્ત કર્યો હતો.
- ગોધરાકાંડ તથા કોમી રમખાણોમાં મોદીએ પરિસ્થિતિને ઘણી સારી રીતે સંભાળી હતી.
(15) આનંદીબેન પટેલ
- જયારે નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાનનું પદ મળ્યું ત્યારે તેમને ગુજરાતના મુખ્યમંત્રીનું પદ છોડ્યું હતું. અને આ પદ શ્રીમતી આનંદીબેનને સોંપાયું હતું.
- શ્રીમતી આનંદીબેન પટેલ ગુજરાત રાજ્યના સહુ પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા.
- તેઓ ગુજરાતની સાથે સાથે મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં પણ ઘણા લોકપ્રિય છે.
(16) વિજય રૂપાણી
- ગુજરાતના સોળમાં મુખ્યમંત્રી બનનારા વિજય રૂપાણી એક મોટાગજાના નેતા છે.
- તેમના સંસદ સ્થાન પશ્ચિમ રાજકોટમાં તેમની લોકપ્રિયતા ઘણી છે.
- ૨ ઓગસ્ટ ૧૯૫૬ના રોજ બર્મા દેશના રંગૂન મહાનગરમાં વિજયભાઈનો જન્મ થયો હતો.
- એક સમયે તેઓ ભારતીય સ્વંય સેવક સંઘના મુખ્ય પ્રચારક હતા.
- તેમને ગુજરાતમાં જળ સમિતિના અધ્યક્ષ તરીકે પણ કાર્ય કર્યું હતું.
- ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું
(17) ભૂપેન્દ્ર પટેલ
- ભૂપેન્દ્રભાઈ રજનીકાન્ત પટેલ ભારતીય રાજકારણી અને ગુજરાતના ૧૭મા મુખ્યમંત્રી છે.
- તેમનો જન્મ 15 જુલાઈ 1962ના રોજ ગુજરાતના અમદાવાદ શહેરમાં કડવા પાટીદાર પરિવારમાં થયો હતો.
- તેઓ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના સંસદ સદસ્ય છે.
- તેઓ કિશોરાવસ્થાથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા હતા.
- તે એક સારા નેતા હોવાની સાથે સાથે એક કુશળ બિલ્ડર પણ છે.
સવાલ જવાબ (FAQ)
ઘણા લોકોને ગુજરાતના મુખ્યમંત્રીઓને લઈને અનેક સવાલ છે. જેમાંથી મુખ્ય સવાલોના જવાબ અમે નીચે દર્શાવેલ છે.
(1) અત્યાર સુધી ગુજરાતમાં કેટલા મુખ્યમંત્રી બન્યા છે?
અત્યાર સુધી ગુજરાતમાં કુલ 17 જેટલા મુખ્યમંત્રી બની ચુક્યા છે.
(2) ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે?
વર્તમાનમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ છે.
(3) ગુજરાતના સહુ પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા?
ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ હતા.
(4) ગુજરાતના સહુથી પહેલા મુખ્યમંત્રીનું નામ શું હતું?
ગુજરાતના પહેલા મુખ્યમંત્રીનું નામ ડો. જીવરાજ નારાયણ મહેતા હતું.
(5) નરેન્દ્ર મોદી ક્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા?
શ્રી નરેન્દ્રભાઈ મોદી 23 ડિસેમ્બર 2007 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.