નગોડ પાન ના ફાયદા અને નુકસાન ની પુરી જાણકારી | Nagod Na Pan

નગોડ એક ગુણવત્તા યુક્ત અને આયુર્વેદિક ફાયદાઓથી ભરપૂર ઔષધિ છે. નગોડ છોડની ડાળી, મૂળિયાં, ફૂલ અને બીજ ઘણા લાભકારી હોય છે. પણ આ બધામાં સ્વાસ્થ્ય માટે સહુથી વધારે ઉત્તમ Nagod Na Pan છે.

નગોડ પાન ના ફાયદા અને નુકસાન ની પુરી જાણકારી Nagod Na Pan

નગોડના પાંદડા થકી ઘણી બધી સેહત લક્ષી સમસ્યાઓમાં રાહત મેળવી શકાય છે. ઘણા લોકો પાસે નગોડ ના છોડ અને ઉપયોગની યોગ્ય માહિતી નથી હોતી. જેના કારણે તેઓને લાભના બદલે નુકસાન થાય છે. પણ અમે આ પોસ્ટ વડે ઉત્તમ જાણકારી તમને આપવાના છીએ.

નગોડ પાન ની જાણકારી Nagod Na Pan

સ્વાસ્થ્ય સમસ્યાઓના ઉપાય માટે નગોડ ના પાન ઉપયોગમાં લેવાય છે. નગોડ નો છોડ આયુર્વેદિક દ્રષ્ટિથી ઉત્તમ ગણાય છે. નગોડ છોડની લંબાઈ 15 થી 20 ફૂટ જેટલી હોય છે.

નગોડનું વૈજ્ઞાનિક નામ વિટેક્સ નેગુન્ડો (Vitex Negundo) છે. નગોડ ને અંગ્રેજીમાં Five Leaved Chaste Tree કહેવામાં આવે છે. તથા પ્રાચીન ભાષા આને સુગંધિકા ઔષધિના નામથી ઓળખતા હતા.

નગોડ એક બારમાસી વનસ્પતિ છે. તેના ઝાડ ઉપર હમેશા ફૂલો તેમજ ફળો જોવા મળે છે. નગોડ ના ફૂલ સફેદ ઉપરાંત ભૂરા રંગના હોય છે. આ ઔષધિના પાંદડા ઉપરથી અણીદાર હોય છે. જેનો કલર આગળથી લીલો અને પાછળથી સફેદ હોય છે.

નગોડ પાન ના ફાયદા Nagod Pan Na Fayda

ઔષધીય ગુણોથી ભરપૂર નગોડ ના પાન અનેક સ્વાસ્થ્ય લક્ષી સમસ્યાઓમાં રાહત આપે છે. જેના કારણે આયુર્વેદિક દ્રષ્ટિએ આને ઘણું મહત્વ મળ્યું છે. હવે જાણીયે નગોડ પાન ના ક્યાં-ક્યાં ફાયદા છે.

(1) માથાના દુખાવામાં અસરકારક

માથામાં દુઃખાઓ થવો એક સામાન્ય વાત છે. પણ હદથી વધારે માથું દુખે તો તેનો જલ્દી જ યોગ્ય ઉપચાર કરવો જોઈએ. માથાના દુઃખાવા ને નિયત્રંણ માં લેવા માટે Nagod Na Pan અસરદાર છે.

દરેક પ્રકારના માથાના દુખાવા માટે નગોડ નો ઉપયોગ કરવો લાભકારક છે. આના કારણે બહુ જ થોડા સમયમાં માથાનો દુઃખાઓ બંધ થઇ જાય છે. સાથે જ આપણને દિમાગી ઠંડક પણ પ્રાપ્ત થાય છે.

ઉપયોગ કરવાની રીત

 • નગોડના પાંદડા પીસીને બનાવેલો લેપ માથામાં લગાવી શકાય છે.
 • લાભકારી ઔષધિ નગોડના ચૂર્ણ ને ચોખ્ખા પાણીમાં નાખીને પીવાથી માથામાં રાહત મળે છે.
 • સિંધ નમક, સૂંઠ, દેવદારુ, સરસીયા, આંકડાના બીજ અને નગોડના પાનમાં ઠંડુ પાણી નાખીને પીસી લો. તેની ગોળી બનાવીને સ્વચ્છ કપડાંમાં રાખીને માથા ઉપર ઘસવાથી માથાનો દુખાઓ ચમત્કારિક રૂપથી દૂર થાય છે.

(2) પાચન શક્તિમાં સુધાર

આહારમાં અયોગ્ય ખાન-પાન થી પાચન ક્રિયા બગડતી જાય છે. જેના કારણે ખોરાક પાચનમાં પણ મુશ્કેલીઓ ઉભી થાય છે. આને ઠીક કરવામાં નગોડ ના પાન અસરકારક છે.

દરેક પ્રકારના પાચન રોગ ઠીક કરવા માટે નગોડ નો ઉપયોગ કરવો જોઈએ. પેટ સંબંધિત અધિક સમસ્યાઓ માં આના ઉપચાર થી રાહત પ્રાપ્ત થાય છે.

ઉપયોગ કરવાની રીત

 • નગોડ ના પાંદડા ને તડકામાં સુકવી સુકવેલા પાંદડા ને પીસીને ચૂર્ણ બનાઓ. સવાર-સાંજ એક ગ્લાસ ઠંડા પાણી સાથે આને પીવાથી પાચન ક્રિયા સારી થાય છે.
 • નગોડ પાંદડા ના રસમાં 2-3 કાળા મરી અને અજમો નાખીને સેવન કરવાથી પાચન શક્તિમાં સારા પ્રભાવ જોવા મળે છે.

(3) લીવર રોગમાં લાભકારી

વધુ પડતું આલ્કોહોલ નું સેવન કરવાથી લીવર સંબંધિત સમસ્યાઓ ઉભી થાય છે. લીવરમાં આવેલ તમામ પ્રકારના વિકારોને દૂર કરવામાં નગોડ ઉપયોગી છે.

તમને ફેટી લીવર જેવી સમસ્યા કે તેના લક્ષણ દેખાઈ રહ્યા હોય તો તુરંત નગોડનો ઉપચાર કરવો જોઈએ. લીવર લક્ષી રોગમાં ખાસ કરીને નગોડ ના ફળ ઘણા લાભકારક હોય છે.

ઉપયોગ કરવાની રીત

 • નગોડના પાંદડાનું ચૂર્ણ એક ગ્લાસ પાણી સાથે લેવાથી લીવર રોગોથી છુટકારો મળે છે.
 • હરડે તથા ગૌ-મૂત્રમાં સુકાયેલા નગોડના પાંદડાનો ભુક્કો નાખીને પીવાથી લીવરની કાર્યક્ષમતા માં વધારો થાય છે.

(4) ગળાના રોગ સાજા કરે

વધારે કરીને શિયાળાની ઋતુમાં ગળા સંબંધિત સમસ્યાઓ ઉભી થાય છે. સાથે જ વધારે પડતા તેલ મસાલા વાળા ખોરાકના કારણે ગળા લક્ષી સમસ્યાઓ માં વધારો થાય છે.

આને નિયંત્રણમાં લેવા માટે નગોડ ના પાન અતિ મહત્વ પૂર્ણ કાર્ય કરે છે. કહેવાય છે કે ગળાના રોગ માટે નગોડ પાંદડા રામબાણ ઈલાજ સમાન છે.

ઉપયોગ કરવાની રીત

 • નવશેકા પાણીમાં નગોડ તેલ નાખીને કોગળા કરવાથી ગળાની સમસ્યામાં ફાયદો થાય છે.
 • નગોડ છોડના મૂળિયાં ને પાણી સાથે પીસીને તેના ટીપા નાકમાં નાખવાથી ગળામાં થયેલ ગાંઠમાં રાહત મળે છે.

(5) શરીર પરના સોજા ઉતરે

શરીર પર સોજા આવવાના ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે કોઈ ખોરાક ના કારણે, કોઈ જીવાણુ ના ડંખ મારવાથી અથવા દવાની એલર્જી ના કારણે શરીર પર સોજા આવી શકે છે.

શરીર પરના સોજા ને સાજા કરવા માટે નગોડ ના પાન ઉપયોગમાં લેવાય છે. શરીરના અંદર કે બહાર ના ભાગમાં આવેલ સોજા નગોડ ના લેપથી દૂર થાય છે.

ઉપયોગ કરવાની રીત

 • નગોડ ના પાંદડાને પીસી ને ગરમ કરી તેમાં આમવાત નાખીને મિશ્રણ બનાઓ.
 • આ મિશ્રણ લેપને શરીરના જે ભાગમાં સોજો થયો હોય ત્યાં લગાડો.

અરડૂસી પાનના ફાયદા અને નુકસાનની જાણકારી

(6) હાઈ બ્લડપ્રેશર માં લાભકારી

નબળી જીવનશૈલી, અયોગ્ય આહાર અને અનિંદ્રાના કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધી જાય છે. આધેડ વયના લોકોમાં ખાસ કરીને હાઇ બીપી ની સમસ્યા વધારે જોવા મળે છે.

હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે નગોડ ના પાન લાભકારી છે. ઉચ્ચ રક્તચાપના લક્ષણો જેમ કે છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ આ બધું, નગોડના કારણે આસાનીથી દૂર થઇ શકે છે.

ઉપયોગ કરવાની રીત

 • નગોડ, લસણ અને સૂંઠ ઉકાળો બનાવીને પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.
 • નગોડ ના ચૂર્ણને ગરમ પાણી સાથે પીવાથી બ્લડ પ્રેશરના લક્ષણોમાં રાહત પ્રાપ્ત થાય છે.

(7) તાવમાં નગોડ ના ફાયદા

શરીરનું તાપમાન જયારે સામાન્યથી વધારે થઇ જાય તો આ સ્થિતિને તાવ કહેવાય છે. તાવ આવવા પાછળ ઘણા કારણો હોય છે. અમુક વાર લાંબા સમય સુધી રહે તો આ કોઈ ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે.

તાવની પરિસ્થિતિમાં નગોડ ના પાન રામબાણ ઈલાજ જેવું કાર્ય કરે છે. મલેરિયા જેવા ગંભીર તાવમાં પણ નગોડ લાભદાયી છે. નગોડ ના કારણે થોડા જ સમયમાં તાવથી છુટકારો મળે છે.

ઉપયોગ કરવાની રીત

 • 10 ગ્રામ નગોડ ના પાંદડા ને 100 ગ્રામ પાણીમાં ઉકાળીને લેવાથી તાવમાં આરામ થાય છે.
 • મલેરિયાના તાવમાં શરીર પર ઠંડીનું વધારે આક્રમણ થાય છે. પણ નગોડના તેલને ગરમ કરી છાતી પર માલિશ કરવાથી આ સમસ્યાનો ઉકેલ મળે છે.

(8) ત્વચા રોગમાં પ્રભાવકારી

ચામડી રોગના દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. આના કારણે ચામડી પર લાલ, મરૂન અથવા ગુલાબી રંગના ઢીમચાં ઉપસી આવે છે. ઘણી વાર આના કારણે ત્વચા પર બળતરા પણ થવા લાગે છે.

સામાન્ય લાગતો આ રોગ દર્દીને ખુબ હેરાન કરે છે. ચામડી વિકારને દૂર કરવા માટે તમે નગોડ ના પાન ઉપયોગમાં લઇ શકો છો. આનાથી ત્વચા રોગમાં અસરકારી રૂપે ફાયદો થાય છે.

ઉપયોગ કરવાની રીત

 • નગોડ મૂળિયાં અને પાંદડાનો લેપ ચામડી પર લગાવવાથી ત્વચા રોગમાં રાહત મળે છે.
 • શરીર પર ખંજવાળની સમસ્યા હોય તો નગોડ ના તેલની માલિશ કરવી જોઈએ.
 • નગોડ પાંદડા નો રસ પીવાથી ત્વચા ને ઠંડક મળે છે.

(9) મૂત્ર લક્ષી સમસ્યા મટાડે

કિડની વિકાર હોવાના કારણે મૂત્ર લક્ષી સમસ્યાઓ ઉભી થાય છે. આ ઘણો ચેપી રોગ હોય છે. આની અસર પુરા શરીર પર થાય છે. અમુક વાર મૂત્ર માર્ગમાં થયેલ પથરીના કારણે પણ આ સમસ્યા ઉભી થાય છે.

આની યોગ્ય સારવાર કરવાની સાથે તમે નગોડ ના પાનનો પણ ઉપચાર કરી શકો છો. નગોડ ના પાનથી તમને મૂત્ર સંબંધિત સમસ્યાઓમાં જલ્દી આરામ મળી શકે છે.

ઉપયોગ કરવાની રીત

 • કાળી નગોડ ના તાજા પાંદડાના રસને દિવસમાં 5 થી 6 વાર પીવાથી મૂત્ર લક્ષી સમસ્યાઓનો નિકાલ આવે છે.
 • સુકાયેલા નગોડ પાંદડાના ચૂર્ણને ગરમ પાણી સાથે સવાર-સાંજ પીવાથી મૂત્ર રોગમાં આરામ મળે છે.

(10) મોઢાના ચાંદાનો ત્વરિત ઉપાય

વધારે પડતું ગરમ કે તેલ-મસાલા વાળું ભોજન લેવાથી મોઢામાં ચાંદા પડી જાય છે. આમ તો આ ઘણી નાની સમસ્યા છે. પરંતુ આના કારણે વ્યક્તિને જમવા તથા બોલવામાં ઘણી તકલીફો પડે છે.

મોઢામાં થયેલ ચાંદાનો ત્વરિત ઉપાય કરવામાં નગોડ ના પાન લાભદાયક છે. આનાથી મોઢાના ચાંદા જલ્દી દૂર થઇ જાય છે. સાથે જ ફાટેલા હોઠનો પણ આનાથી ઈલાજ થઇ શકે છે.

ઉપયોગ કરવાની રીત

 • મોઢા, જીભ તથા હોઠ પર નગોડનું તેલ લગાવવાથી ફાયદો થાય છે.
 • મોઢામાં થયેલ ચાંદાનો પ્રભાવ આના કારણે ઓછો થઇ જાય છે.
 • નવશેકા પાણીમાં નગોડનું તેલ નાખીને કોગળા કરવાથી મોઢાના ચાંદા સાજા થઇ જાય છે.

જાણો ગુંદ ના 8 જબરદસ્ત ફાયદા વિષે

નગોડ ના અન્ય ફાયદા

અનેક લાભકારી ગુણોથી ભરપૂર નગોડ ના બહુ વધારે ફાયદા જોવા મળે છે. શરીર અને દિમાગી સ્વાસ્થ્ય માટે નગોડ બહુ સારી ઔષધિ છે.

 • હૃદય સંબંધિત સમસ્યાઓમાં નગોડ પાનના સેવનથી લાભ થાય છે.
 • મહિલાઓ એ માસિક ધર્મ દરમિયાન થતી વધારાની પીડાને અટકાવવા માટે નગોડનો રસ પીવો જોઈએ.
 • સ્ત્રીઓની પ્રજનન ક્ષમતા સુધાર માટે નગોડ ચૂર્ણ સેવનની સલાહ આપવામાં આવે છે.
 • કોઈ પણ જાતના ઘા ને ભરવા માટે નગોડનો લેપ લગાવવો એ એક ઉત્તમ ઈલાજ છે.
 • એન્ટી-બેકટેરીઅલ ગુણોના કારણે આ સંક્ર્મણથી પણ બચાવ કરાવે છે.
 • યૌન સ્વાસ્થ્ય ને જાળવી રાખવામાં નગોડ નો રસ લાભકારક છે.
 • નવજાત બાળકને સ્તનપાન કરવાતી મહિલાઓ એ નગોડ રસ પીવો જોઈએ. આનાથી દૂધની માત્રા અને તેની પૌષ્ટિકતા વધે છે.
 • સૂજાક રોગમાં નગોડ પાંદડાનો ઉકાળો બનાવીને પીવાથી રાહત થાય છે.
 • વાળના ગ્રોથ તથા મજબૂતી માટે નગોડ નું તેલ માથામાં નાખવું જોઈએ.

નગોડ પાન ના નુકસાન

અગણિત ફાયદાઓથી ભરપૂર નગોડ નો યોગ્ય રીતે ઉપયોગ ન કરવાથી આ નુકસાન પણ કરી શકે છે. નગોડથી થતી નુકસાન ની જાણકારી નીચે દર્શાવેલ છે.

 1. નગોડ રસનું વધારે પડતું સેવન પાચનલક્ષી સમસ્યાઓ ઉભી કરી શકે છે.
 2. ગરમ પ્રકૃતિ વાળા લોકો આનાથી દૂર રહે. નગોડથી તેમને સ્વાસ્થ્ય સંબંધિત પરેશાની થઇ શકે છે.
 3. અમુક વાર આ ઔષધિ ના કારણે હાર્મોનલ અસંતુલન થઇ શકે છે.
 4. ગર્ભાવસ્થામાં મહિલાઓએ નગોડના સેવનથી બચવું જોઈએ.

આશા કરું છું કે નગોડ પાન ના ફાયદા અને નુકસાન ની પુરી જાણકારી તમને સારી લાગી હશે. આવી જ રસપ્રદ માહિતી માટે અમારા બ્લોગ પર આવતા રહો.

We will be happy to hear your thoughts

Leave a reply

Gujarat Gov
Logo