Mafat Plot Yojana 2023: મફત પ્લોટ યોજના ફૉર્મ ડાઉનલોડ કરો અને યોજનાનો લાભ ઉઠાવો

આવી ગયી છે Mafat Plot Yojana 2023. મફત પ્લોટ યોજના ફૉર્મ ડાઉનલોડ કરો અને યોજનાનો લાભ ઉઠાવો, મફત પ્લોટ યોજનાની સંપૂર્ણ જાણકારી.

ભારત સહીત ગુજરાતમાં પણ એવા ઘણા લોકો છે, જે ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. આવા લોકો માટે ગુજરાત સરકાર દ્વારા Mafat Plot Yojana બનાવવામાં આવી છે. આ યોજનાના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ગરીબોને આવાસ બનાવી આપવામાં આવે છે.

આ યોજના હમણાંથી જ નહીં પણ છેક 1972 થી ચાલી રહી છે. જેના થકી આજે ગુજરાતના ઘણા બધા લોકોએ આ યોજના દ્વારા રહેઠાણની સુવિધા પ્રાપ્ત કરી છે. તાજેતરમાં જાહેર કરવામાં આવેલ આ યોજનાનો લાભ ફક્ત ગ્રામીણ ગરીબી રેખા નીચે જીવતા લોકો જ લઈ શકે છે.

મફત પ્લોટ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે. કે, ખેતી કરતા મજૂરો, ગ્રામીણ કારીગરો અને વંચિત વિસ્તારોમાં રહેતા લોકોને પ્રાથમિક સુવિધા જેવી રીતે કે રહેઠાણ મળી શકે. આ યોજનામાં સમયની સાથે ઘણા સુધારા વધારા થઈ શકે છે.

Mafat Plot Yojana શું છે

સરકાર દ્વારા ગરીબી રેખા નીચેના લોકોને આપવામાં આવતી રહેઠાણની સુવિધાને Mafat Plot Yojana કહેવામાં આવે છે. ઘર વિહોણા લોકો માટે આ યોજના ઘણી સારી છે.

લોકોના સારા ભવિષ્ય અને જીવનશૈલીમાં સુધાર લાવવા માટે સરકાર દ્વારા આ લાભકારી યોજના બનાવવામાં આવી છે. આમાં લાભાર્થીઓને જે તે વિસ્તારોમાં 100 ચોરસ મીટર જમીનના પ્લોટ પ્રદાન કરવામાં આવે છે.

મફત પ્લોટ યોજના હેઠળ અત્યાર સુધી કુલ 16-117,030 લાભાર્થીઓને રાહતદરે જમીનના પ્લોટ ફાળવવામાં આવ્યા છે. જ્યાં તેઓ પોતાનું રેહણાંક સરળતાથી બનાવી શકે છે.

Mafat Plot Yojana ની પુરી જાણકારી

તમે પણ મફત પ્લોટ યોજનામાં રસ ધરાવો છો. અને આ સેવાનો લાભ મેળળવા માંગો છો. તો અમે આ યોજનાની ટૂંકી અને સરળ માહિતી નીચે દર્શાવી છે.

યોજનાનું નામ મફત પ્લોટ યોજના
યોજના વિભાગ પંચાયત વિભાગ ગુજરાત
લાભાર્થી રાજ્ય ગુજરાત
લાભ કોને મળી શકે છે ગરીબી રેખા નીચે જીવતા લોકોને
અરજી પ્રકાર ઓનલાઇન/ઓફલાઈન
સત્તાવાર વેબસાઈટ https://panchayat.gujarat.gov.in/
યોજનાનું ફોર્મ PDF ડાઉનલોડ કર

Mafat Plot Yojana માટેના જરૂરી દસ્તાવેજોના નામ

જે પણ લોકો આ યોજનાનો લાભ લેવા માંગે છે. તેઓ નીચે દર્શાવેલ તમામ જરૂરી દસ્તાવેજોને એકઠા કરી લો.

  1. વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
  2. અરજદારનું આધાર કાર્ડ
  3. રેશન કાર્ડની નકલ
  4. SECC ના નામની તમામ વિગતો
  5. અરજદારની સહી
  6. પાસપોર્ટ સાઈઝના ફોટા
  7. અરજદાર પાસે કોઈ જમીન નથી તેનો પુરાવો
  8. ગ્રામીણ કારીગર અથવા મજૂર હોવો જોઈએ
  9. અરજદાર વયસ્ક હોવો જોઈએ
  10. ગરીબી રેખા નીચે (BPL) યાદીમાં સમાવેશ હોવો જોઈએ

Mafat Plot Yojana માટેની અરજી પ્રક્રિયા

જેમની પાસે ઘર નથી અને તેઓ ખુબ જ ગરીબ છે. તેવા લોકો માટે આ યોજના ખાસ બનાવવામાં આવી છે. ઉપરોક્ત દસ્તાવેજોના આધારે સરળતાથી મફત પ્લોટ યોજના માટે અરજી કરી શકો છો.

  • મફત પ્લોટ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે અરજી કરી શકે છે.
  • અરજી કરવા માટે સહુથી પહેલા ગ્રામ પંચાયતમાંથી ફોર્મ મેળવી લો.
  • તેમાં કશી ભૂલ વગર યોગ્ય માહિતી ભરી દો.
  • આ ફોર્મ સાથે ઉપર દર્શાવેલ તમામ જરૂરી દસ્તાવેજોને જોડી લો.
  • ત્યારબાદ તલાટી મંત્રી શ્રી ના સહી સિક્કા કરાવવામાં હોય છે.
  • અરજી પ્રક્રિયાની વધારે માહિતી તમે આની સત્તાવાર વેબસાઈટ પર જઈ મેળવી શકો છો.

Mafat Plot Yojana ના લાભ કોને-કોને મળી શકે છે

જેવી રીતે કે અમે ઉપર દર્શાવ્યું છે. તેમ આ યોજનાનો લાભ મુખ્ય રીતે સમાજના વંચીત લોકો અને ગરીબી રેખનાં નીચે જીવતા લોકો માટે છે.

  • જેમની પાસે પોતાની કોઈ જમીન નથી અને તેઓ પ્લોટ મેળવવા માંગતા હોય.
  • અરજદાર ગ્રામીણ કારીગર અથવા કામ કરતો મજુર હોવો જોઈએ.
  • લાભાર્થી પુખ્ત વયનો હોવો જોઈએ.
  • સરકારી આવાસ નિર્માણ માટે જરૂરી લાયકાત ધરાવતા હોવા જોઈએ.
  • રાજ્યમાં તેમના પુરા પરિવારના નામથી કોઈનું પોતાનું ઘર કે જમીન ના હોવી જોઈએ.
  • ગામમાં તેઓએ નિવાસ કાર્યને એક વર્ષ અથવા વધારે સમયગાળો થયો હોવો જોઈએ.
  • અરજદારના નામે ખેતીની જમીન ના હોય.

Namo Tablet Yojana 2023

Mafat Plot Yojana નો મુખ્ય હેતુ અને લાભ શું છે

રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી આ સહાય યોજનાનો લાભ જરૂરિયાતમંદો જરૂર લઇ શકે છે. મફત પ્લોટ યોજનાનો મુખ્ય હેતુ અને લાભની સંપૂર્ણ માહિતી અહીં દર્શાવી છે.

  • જે લોકો પાસે પોતાની તમીં નથી અને પ્લોટ લેવા માંગે તેમની માટે આ સહાયરૂપ છે.
  • ગ્રામીણ વિસ્તારોમાં રહેતા નાના-મોટા કારીગરો માટે આ એક મહત્વની યોજના છે.
  • સમાજના વંચિતો અથવા અત્યંત ગરીબ લોકો આ સહાય મેળવી શકે છે.
  • જે પરિવારો આર્થિક રીતે સમૃદ્ધ ના હોય તેમની માટે આ યોજના લાભકારી છે.
  • આ પ્લોટ લઈને તેના પર સરકારી આવાસ બનાવી શકાય છે.
  • પુખ્ત વયના લોકો આ યોજના માટે સરળતાથી અરજી કરી શકે છે.
  • આ પ્લોટ પર સરળતાથી એક સારું રહેઠાણ બનાવી શકાય છે.
  • સાથે જ લોકોની પ્રાથમિક જરૂરિયાત જેમ કે રહેઠાણ મળી રહે છે. અને તેમની જીવનશૈલીમાં પણ સુધાર આવે છે.

સવાલ જવાબ (FAQ)

ગુજરાત સરકાર દ્વારા ગરીબો માટે Mafat Plot Yojana બનાવવામાં આવી છે. જેના થકી ઘણા લોકોને લાભ પ્રાપ્ત થાય છે. આ યોજનાને લઇ લોકોમાં ઘણા પ્રશ્નો છે. જેમના કેટલાક સવાલોના જવાબ અહીં દર્શાવેલ છે.

(1) Mafat Plot Yojana ક્યાં વિભાગ હેઠળ કાર્ય કરે છે?

મફત પ્લોટ યોજના ગુજરાત રાજ્ય સરકારના ગ્રામ્ય પંચાયત હેઠળના વિભાગમાં આવે છે.

(2) મફત પ્લોટ યોજના 2023 હેઠળ ઓફર કરાયેલા પ્લોટ કેટલા મોટા/કેટલી જગ્યા આપે છે?

આ યોજના અંતર્ગત મળનારા પ્લોટ 100 ચોરસ મીટરના છે. જે લાભાર્થીઓને રહેણાંક હેતુઓ માટે પૂરતી જગ્યા પૂરી પાડી શકે છે.

(3) મફત પ્લોટ યોજના 2023 માટે અરજી કેવી રીતે કરી શકાય?

મફત ઓલોટ યોજના માટે તમે અમુક જરૂરી દસ્તાવેજો લઈને અરજી કરી શકો છો. આની વધુ જાણકારી માટે પોસ્ટમાં દર્શાવેલ Mafat Plot Yojana માટેની અરજી પ્રક્રિયા વાંચી લો.

We will be happy to hear your thoughts

Leave a reply

Gujarat Gov
Logo