GSRTC Bus Pass: હવે બસ પાસ ઘરે બેઠા મેળવો, લાંબી લાઈનમાં ઉભું રહેવાની જરૂરી નથી

GSRTC Bus Pass: હવે બસ પાસ ઘરે બેઠા મેળવો, લાંબી લાઈનમાં ઉભું રહેવાની જરૂરી નથી

જે લોકો રોજ-બરોજની મુસાફરી કરે છે, તેમના માટે બસ પરિવહન અતિ ઉપયોગી છે. આ વાતને ધ્યાનમાં રાખતા ગુજરાત સરકાર દ્વારા GSRTC Bus Pass ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સેવાનો લાભ દરેક વિધાર્થી સરળતાથી મેળવી શકે છે.

અત્યાર સુધી લોકો બસનાં પાસ કઢાવવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેતા હતા. પરંતુ આ પાસની સેવા ઘણી સરળતાથી ઓનલાઇન અથવા ઑફલાઇન પણ હાજર છે. જેથી લાઈનમાં ઉભા રહ્યા વગર પણ તમે ફ્રી પાસની સુવિધા પ્રાપ્ત કરી શકો છો.

ગુજરાત રાજ્યના વાહન અને પરિવહનના સ્વતંત્ર પ્રભારી હર્ષ સંઘવીના સમર્થન સાથે આ યોજના શરૂ કરવામાં આવી હતી. તેમના મતે વિધાર્થીઓને સરળ પરિવહન મળે તે જ એમનો ઉદ્દેશય છે.

GSRTC Bus Pass સેવા શું છે?

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા આપણને પરિવહનમાં ઘણી બધી સહાય મળે છે. આના અંતર્ગત યોજવામાં આવેલ વિદ્યાર્થીઓ માટેની ફ્રી પાસ સર્વિસ સેવાને GSRTC Bus Pass કહેવાય છે.

ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ સેવા પ્રદાન કરવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યના કુલ 12 લાખ વિદ્યાર્થીઓ આ સેવાનો લાભ લઇ શક્ય છે. જો તમે પણ ફ્રી પાસ માટે ઇચ્છુક હોય તો અમુક જરૂરી કાર્યવિધિ પૂર્ણ કરી લો.

આ સહાય યોજનામાં ગુજરાતના લાભાર્થી હોય તેવા તમામ વિધાર્થીઓને મહિનાના 30 દિવસમાંથી ફક્ત 5 દિવસનું ભાડું ચૂકવીને આ ફ્રી સેવાનો પાસ મળી શકશે.

GSRTC Bus Pass ની મહત્વપૂર્ણ જાણકારી

જે લોગો રોજ-બરોજ ST બસનો ઉપયોગ કરે છે. તેમના માટે આ સેવા ઘણી જ સારી છે. આ લાભ મેળળવા માટે તમારે ઓનલાઇન અથવા ઓફલાઈન અરજી કરવી પડે છે.

GSRTC બસ પાસ ઓનલાઈન એપ્લિકેશન વિદ્યાર્થીઓની સાથે સાથે અન્ય લોકોને પણ લાભ આપે છે. મુસાફરીને વધુ અનુકૂળ અને સક્ષમ બનાવવા માટે આ સેવા અપાય છે.

તમે કોઈ સ્કૂલ અથવા કોલેજમાં છો તો આ સેવા તમારા માટે ઘણી ઉપયોગી છે. કોલેજ અથવા સ્કૂલ દ્વારા આપવામાં આવેલ ફી ની રસીદ દ્વારા આ પ્રક્રિયા સરળતાથી થઇ શકે છે.

GSRTC Bus Pass ની સુવિધા માટેના જરૂરી દસ્તાવેજ

કોઈ પણ સરકારી લાભ મેળવવા માટે ઘણા દસ્તાવેજોની જરૂર પડે છે. એટલા માટે તમે પહેલેથી જ જાણતા હોય કે શું-શું દસ્તાવેજ જરૂરી છે. તો અરજી કરવામાં ઘણી સરળતા રહે છે.

  1. પાસપોર્ટ સાઈઝના ફોટા
  2. સ્કૂલ અથવા કોલેજનું આઈડી કાર્ડ
  3. ફી ની રસીદ
  4. બસ પાસ સેવાનું ફોર્મ

GSRTC Bus Pass સેવાના પ્રકાર

ગુજરાત સરકાર દ્વારા આપવામાં GSRTC Bus Pass સેવા 3 પ્રકારની હોય છે. આમાંથી તમે તમારી જરૂરિયાત અને અનુકૂળતા મુજબ કોઈ એક માટે અરજી કરી શકો છો. નીચે અમે આ 3 પ્રકારની પાસ સેવા માટેની પુરી જાણકારી આપેલ છે.

(1) લોકલ બસ પાસ (Local Bus Pass)

  • આ સહુથી સસ્તો પાસ હોય છે.
  • આમાં મળતી બસ દરેક નાના-મોટા સ્ટેશને ઉભી રહે છે.
  • ગામડામાં રહેતા લોકો માટે આ સહુથી સારો પાસ છે.

(2) એક્સપ્રેસ બસ પાસ (Express Bus Pass)

  • આ બસ સેવા લોકલ બસ સેવા કરતા વધુ ખર્ચાળ છે.
  • સામાન્ય રીતે શહેરોના નાગરિકો આ બસ સેવાનો લાભ વધારે લે છે.
  • આ બસ સેવા નિર્ધારિત બસ સ્ટોપ પર ઉભી રહે છે.
  • ઓછી ભીડ સાથે તમેં ઝડપી સેવાનો લાભ લેવા માંગતા હોય તો આ બસ સેવા તમારા માટે ઉપયોગી છે.
  • જે લોકો વધારે પૈસા ખર્ચીને સુવિધા મેળવવા માંગતા હોય તે લોકો માટે આ સેવા ઘણી સારી છે.

(3) ગુર્જર નગરી (Gurjar Nagari)

  • જે લોકો લાંબા અંતરની મુસાફરી કરતા હોય તેમની માટે આ સેવા લાભકારી છે.
  • ત્રણેય પાસમાં આ સહુથી મોંઘો પાસ છે.
  • આ બસ સેવા દ્વારા ઘણી સારી સુવિધા મળે છે.

GSRTC Bus Pass અરજી પ્રક્રિયા

  • તમે તમારી અનુકૂળતા મુજબ આ લાભ લેવા માંગતા હોય તો અરજી માટે નીચે દર્શાવેલ પગલાં લઈ શકો છો.
  • સહુથી પેહલા તમે જે કોઈ પણ સ્કૂલ કે કોલેજમાં અભ્યાસ કરતા હોય તો ત્યાંથી ફી ભર્યાની રસીદ લઇ લો.
  • ત્યારબાદ ઓનલાઇન અથવા ઑફલાઇન તમે ફોર્મ ભરી શકો છો.
  • આ માટે કોઈ નજીકના બસ સ્ટેશનની મુલાકાત લો.
  • ઓનલાઇન ફોર્મ ભરવા માટે તમે Pass GSRTC ની વેબસાઈટ પર જઈ શકો છો.
  • ફોર્મમાં દર્શાવેલ તમામ જરૂરી વિગતો ભરી દો.
  • આ ફોર્મને ઓનલાઇન અથવા ઓફલાઈન સબમિટ કરાવી દો.
  • આ પ્રક્રિયા બાદ થોડા દિવસમાં તમને ફ્રી બસનો પાસ મળી જાય છે.

Namo Tablet Yojana 2023

સવાલ જવાબ (FAQ)

ઘણા લોકો GSRTC Bus Pass સુવિધા વિષે જાણવા માંગે છે અને તેની પૂરતી માહિતી નથી હોતી. આના લીધે વિદ્યાર્થીઓમાં ઘણા પ્રશ્ન હોય છે. જેમાંથી મુખ્ય સવાલોના જવાબ અમે અહીં દર્શાવેલ છે.

(1) બસ પાસ માટે ઑનલાઇન અરજી કેવી રીતે કરી શકાય છે?

હા, GSRTC ની ઓનલાઇન એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમે તમારો પાસ રીન્યુ કરાવી શકો છો. પણ આ માટે દર મહિને જરૂરી નવી વિગતોની પરવાનગી આપવી પડે છે.

(2) GSRTC ઓનલાઈન એપ્લિકેશનનો ઉપયોગ કરીને પાસને રિન્યૂ કરી શકાય છે?

હા, GSRTC ની ઓનલાઇન એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમે તમારો પાસ રીન્યુ કરાવી શકો છો. પણ આ માટે દર મહિને જરૂરી નવી વિગતોની પરવાનગી આપવી પડે છે.

(3) શું GSRTC બસ પાસ ઓનલાઈન એપ્લિકેશન તમામ મુસાફરો માટે ઉપલબ્ધ છે?

હા, આ GSRTC બસ પાસ સેવા તમામ લોકો માટે ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓથી લઈને દૈનિક મુસાફરો પણ આ સેવાનો લાભ લઇ શકે છે.

1 Comment
  1. Madhav Vaishno Mata Vaishno ke

Leave a reply

Gujarat Gov
Logo